👉ફટકડી એક આયુર્વેદિક ઔષધ છે. આ ફટકડી ગામડામાં અને શહેર બધી જ જગ્યાએ મળી રહે છે. પહેલાના સમયમાં લોકો આનો ઉપયોગ વધારે કરતાં હતા. વૈદ્ય પણ તેનો ઉપયોગ દવા બનાવવા માટે કરતાં હતા. સામાન્ય રીતે ફટકડીને આપણે પાણીને શુદ્ધ કરવા માટે ઉપયોગ કરતાં હોઈએ છીએ. પરંતુ આજે આપણે અહીં તેનો ઉપયોગ આપણું શરીર સ્વસ્થ કઈ રીતે રાખે તેના વિશે વાત કરીશું.
👉ત્વચા પર ફટકડી લગાવવી ખૂબ જ ફાયદાકારક છે, આ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો નથી જાણતા કે ફટકડીને પાણીમાં નાખી સ્નાન કરવાથી અદ્દભૂત ફાયદા થાય છે. ઘણાં લોકો શેવિંગ કર્યા બાદ ફટકડી લગાવતા હોય છે, પરંતુ પાણીમાં તમે ફટકડી નાખશો તો વાળ નહીં ઉતરે, શરીરમાંથી ગંદકી દૂર થશે, માથાની ગંદકી દૂર થાય છે. સ્કેલ્પને પણ સાફ રાખવાનું કામ કરે છે. તે સાથે બીજા પણ ઘણાં ફાયદા છે. તેના વિશે માહિતી મેળવીએ.
👉ફટકડીને ગરમ પાણીમાં નાખી સ્નાન કરવાથી શરીરના ઘણાં ભાગોમાં લાભ થાય છે. ગરમ પાણીમાં તમે ફટકડી નાખશો કે તરત ઓગળી જતી હોય છે. તેના આ રીતના અલગ અલગ ફાયદા જાણીએ.
👉માથાને સ્વસ્થ કરે- ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ સારા પ્રમાણમાં રહેલો હોય છે. જે વાળ અને સ્કેલ્પ સુધી પહોંચી સારી રીતે સાફ કરવાનું કામ કરે છે. જો તમે ગરમ પાણીમાં નાખીને સ્નાન કરશો તો જૂ ની તકલીફ દૂર થશે. એટલું જ નહીં રાત્રે પાણીમાં નાખી પછી સવારે તે પાણીથી માથું ધોઈ નાખવું વાળમાં ડેન્ડ્રફનો પ્રોબ્લેમ પણ જતો રહેશે. આ પાણીને માથામાં નાખ્યા બાદ ઘસવાથી ધૂળ અને માટી દૂર થઈ જશે.
👉પરસેવો- ઉનાળાની ઋતુમાં પરસેવાની ગંદી સ્મેલથી દરેક વ્યક્તિ કંટાળી જતો હોય છે. તેના માટે બોડી સ્પ્રે કે પરફ્યુમ્સનો ઉપયોગ વધારે કરવા લાગે છે. પરંતુ તે સ્કીન માટે હાનિકારક છે. જો તમે આ સીઝનમાં ફટકડી વાળા પાણીથી સ્નાન કરશો તો ગંધમાંથી મુક્તિ મળશે. ફટકડીમાં એન્ટી જેન્ટ અને એન્ટીસેપ્ટિક ગુણ રહેલો હોય છે. જે તમારા શરીરમાં થતાં પરસેવાની ગંધને રોકવામાં મદદ કરે છે. તમારે આ સમસ્યામાંથી છુટકારો મેળવવો હોય તો ફટકડીને પાણીમાં તોડી અથવા ક્રશ કરી પાણીમાં નાખી એ પાણીથી ન્હાવવું જોઈએ.
👉વાળનો ગ્રોથ- ઘણી મહિલાને વાળનો ઝડપી વિકાસ થતો હોતો નથી. તેમના માટે આ બેસ્ટ ઉપાય છે. ફટકડીમાં પોટેશિયમ અને સોડિયમની માત્રા સારી હોય છે, જેથી સ્કીન પર છાલા કે સ્કીન ફાટે ત્યારે આ ફટકડીનો ઉપયોગ કરશો તો વધારે અસર કરશે. સફેદ વાળ અને વાળની વૃદ્ધિની તકલીફથી પણ દૂર રહેશો. તેના માટે ક્રશ કરેલી ફટકડીમાં ગુલાબજળ નાખો. અથવા જે પાણીમાં તમે ફટકડી નાખી હોય તેમાં થોડું ગુલાબજળ નાખી સ્નાન કરી લેવું જોઈએ. તમારા વાળનો વિકાસ થવા લાગશે.
👉સાંધાના દુખાવા માટે- આજકાલ સાંધાનો દુખાવો સામાન્ય થઈ ગયો છે. જો કોઈને સાંધાના દુખાવામાં રાહત મેળવવી હોય તો ફટકડી ગરમ પાણીમાં નાખી તેના વડે સ્નાન કરે તો જરૂર ફાયદો થશે. કેમ કે ફટકડીમાં મેંગેનીઝની માત્રા રહેલી હોય છે. જે મેગેનીઝમાં સોજાને ઓછું કરવાનો ગુણ રહેલો છે.
👉યુરિન ઇન્ફેક્શન- ઘણાંને વારંવાર યુરિન ઇન્ફેક્શનની સમસ્યા થતી હોય છે. તો ફટકડીવાળું પાણી કરી પ્રાઈવેટ પાર્ટ સાફ કરવામાં આવે તો ગંદકી દૂર થાય છે. આ પાણીથી કોઈ પ્રકારનો ચેપ લાગ્યો હશે તો તે પણ દૂર થશે. જો તમે ફટકડીના પાણીથી રોજ ન્હાવાનું રાખશો તો શરીર એકદમ સ્વસ્થ રહેશે.
👉ત્વચા માટે- સ્કીન માટે ફટકડી ફાયદાકારક માનવામાં આવે છે. ફટકડીમાં એન્ટી જન્ટ ગુણ રહેલો હોય છે. જે સ્કીન પર પડેલી કરચલીઓને સહેલાઈથી દૂર કરે છે. તે સિવાય ફટકડીનું પાણી સ્કીન પર નીકળેલા દાણા, રેસેજ અને લાલ સ્કીન થઈ હોય તેનાથી છુટકારો અપાવે છે. આયુર્વેદમાં સ્કીન અને ખીલ સંબંધી જે કોઈ સમસ્યા હોય તેના માટે ફટકડીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. આ પાણીથી મોં ધોવાનું શરૂ કરશો તો ચહેરો ચમકવા લાગશે.
👉મોંમાંથી આવતી દુર્ગંધ- ઘણાં લોકો બોલે ત્યારે એમના મોંમાંથી ગંદી સ્મેલ આવતી હોય છે. તો તેને દૂર કરવા માટે ફટકડીના પાણીના કોગળા કરવા જોઈએ. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલો છે. તે ઉપરાંત એસ્ટ્રિન્જન્ટ પ્રોપર્ટીઝ ફટકડીમાં હોય છે જે દાંતનો દુખાવો, દાંતમાંથી નીકળતું લોહી સાથે દાંત સાફ રાખવાનું કામ કરે છે. જો તમે રોજ સ્નાન કરતાં પહેલાં આ પાણીથી કોગળા કરશો તો જરૂર ફાયદો થશે.
👉તે ઉપરાંત ઉધરસ આવતી હોય ત્યારે સવાર-સાંજ એક ગ્લાસ ગરમ પાણી સાથે ફટકડીનો પાઉડર મિક્સ કરીને પીવાથી તકલીફ દૂર થાય છે. અસ્થમાની તકલીફ હોય તેને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
જો ફટકડી વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.