👉 કોઈ વખત શરદી કે ખાંસી થઈ હોય ત્યારે અથવા ગળામાં દુખાવો થતો હોય તો આપણને લવિંગ ચાવવાનું કહેવામાં આવે છે. તે સિવાય લવિંગ રસોડામાં ગરમ મસાલામાં સામેલ કરવામાં આવે છે. લવિંગનું સેવન કરવું ઘણું ફાયદાકારક છે. તેને આયુર્વેદિક ઔષધી તરીકે ગણવામાં આવે છે. તેનો ઘણા રોગો મટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
👉 તેમાં ઘણા પૌષ્ટિક તત્વો રહેલા છે. લવિંગને વૈજ્ઞાનિક રીતે સીઝીગિયમ એરોમેટિકમ કહેવામાં આવે છે. તેમાં એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ વાયરલ, એન્ટિ-ઇન્ફલેમેટરી, એન્ટી-ઓક્સિડન્ટ જેવા ગુણધર્મો રહેલા છે. આમ તો લવિંગ દરેક ઉંમરના લોકો માટે સારું હોય છે, પણ પુરુષોના સ્વાસ્થ્ય માટે તે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. લવિંગનું સેવન તમે ઠંડી સીઝનમાં કરશો તો વધારે ગુણ કરશે. એક નજર કરીએ લવિંગના ફાયદા પર…..
👉 ઇમ્યુનિટી- શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે વિટામિન-સી અને તેમાં બીજા એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. જે શરીરમાં સફેદ રક્ત કોશિકા વધારવામાં મદદ કરે છે. માટે સંક્રમણથી લડવામાં સારી મદદ કરે છે.
👉 વાળની તકલીફ- દરેક સમસ્યા માટે લવિંગ એક અસરકારક છે. મોટાભાગના લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોય છે, પરંતુ લવિંગ ખરતાં વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો થોડા લવિંગ નાખી પાણી ગરમ કરવું અને તે પાણીથી માથું ધોવું. આ પાણીથી વાળમાં કુદરતી ચમક આવશે અને વાળ મૂળમાંથી મજબૂત બનશે.
👉 હાડકાં- નબળાં હાડકાં મજબૂત કરવાનું કામ કરે છે. ફ્લેવોનોયડસ, મેગ્નીઝ, યુજેનોલ લવિંગમાં રહેલું હોય છે. જે હાડકાંને સ્વસ્થ કરે છે.
👉 ડાયાબિટીસ માટે- ડાયાબિટીસના દર્દી માટે લવિંગનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જો કોઈને ડાયાબિટીસ હાઇ રહેતું હોય તો નિયમિત બે લવિંગનું સેવન કરવું. ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે.
👉 પાચન ક્રિયા માટે- લવિંગના સેવનથી પાચન ક્રિયા સારી બને છે. લવિંગ તમારા શરીરમાં પાચન એન્જાઇમ સ્ત્રાવમાં વધારો કરે છે. જે કબજિયાત અને અપચા જેવી કોઈપણ તકલીફને દૂર કરવાનું કામ કરે છે. લવિંગમાં ફાઇબરનું પ્રમાણ ભરપૂર હોય છે જે પાચન સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
👉 દાંતના દુખાવામાં- જે લોકોને દાંતનો દુખાવો રહેતો હોય તેમના માટે લવિંગ ખૂબ જરૂરી છે. દાંતમાં લવિંગ દબાવી રાખવાથી દુખાવો ઓછો થાય છે. એટલું જ નહીં જો તમે લવિંગના તેલથી દાંતમાં માલિશ કરશો તો રક્તસ્ત્રાવની તકલીફ દૂર થઈ જશે.
👉 કામેચ્છા વધારવા- લવિંગમાં ફ્લેવેનાઈડ્સ, એલ્કલાઈડ્સ અને સૈપોનિન્સ જેવા ફાઈટોકેમિકલ્સ હોય છે. જે યૌન ઇચ્છા વધારવા અથવા કામેચ્છા વધારવામાં મદદ કરે છે.
👉 પુરુષો માટે ફાયદાકારક- લવિંગમાં વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટિન, મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક જેવા ખનીજો હોય છે. જે પુરુષોની યૌન સંબંધી તકલીફને દૂર કરવાનું કામ કરે છે. લવિંગનું સેવન દરેક પુરુષ માટે ફાયદાકારક સાબિત થાય છે.
👉 લવિંગના સેવનથી સ્પર્મ કાઉન્ટમાં પણ વધારો થાય છે. પરંતુ ધ્યાન રહે કે તેનું વધારે સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.