👉 ભોજન બાદ જો વરિયાળી ખાવામાં આવે તો તે ઘણી જ ફાયદાકારક છે. ઘણી વાર લોકો વરિયાળીની સાથે મીશ્રી પણ મિક્સ કરીને ખાઈ શકાય છે. વરિયાળી મગજને શાંત રાખે છે. જમ્યા બાદ જો વરિયાળી ખાવામાં આવે તો તે ખોરાકને જલ્દીથી પચાવે છે અને ગેસ જેવી તકલીફ પણ નથી થતી.
👉 ઘણા લોકોને ભોજન બાદ પેટ એકદમ ભારે ભારે લાગે છે તે લોકોનો આ પ્રશ્ન વરિયાળી ખાવાથી દૂર થાય છે. આ વાતો નો અર્થ એવો નથી કે તે માત્ર પેટને સંબંધીપ્રશ્ન માટે છે પણ તે અન્ય ઘણા દર્દ માટે સારી છે.
👉 વરિયાળી સાથે મીશ્રી આ બંને વસ્તુનું મિશ્રણ લગભગ તમામ લોકોએ જોયું અને ખાધું હશે તો આ બંને ચીજને જ શા માટે મિક્સ કરવામાં આવે છે. આ બંને વસ્તુ ખાવાથી શરીર અને મનને ઘણો જ ફાયદો થાય છે. કોઈ હોટલ હોય કે લગ્ન સમારોહ તેમાં સૌ કોઈ વરિયાળી અને મીશ્રીને એક સાથે ખાય તો છે પરંતુ તેમાંથી ઘણા લોકો આ વાત નથી જાણતા કે તે ખાવાના ફાયદા શું છે.
👉 આંખોની રોશની વધારે : જે લોકોને ઘણા લાંબા ટાઈમથી આંખોમાં નંબર છે કે બીજી કોઈ નાની મોટી આંખને સંબંધી તકલીફ છે તે લોકો માટે વરિયાળી અને ખાંડ ખાવાથી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. દ્રષ્ટિનું તેજ વધે છે. જે લોકોને નંબર છે તે લોકો જો નિત્ય વરિયાળી અને સાકર ખાય તો નંબર દૂર થાય છે.
👉 મોંની દુર્ગંધ માટે ફાયદાકારક : ઘણા લોકોને હંમેશા મોંમાં વાસ આવતી હોય છે. તે લોકો માટે આ ખુબ જ સારો એવો ઉપાય છે. જે લોકોના મોંમાં વાસ આવતી હોય તેમણે જમીને થોડી વરિયાળી અને સાકર મુખવાસના રૂપમાં ખાવા જોઈએ તો મોંની દુર્ગંધમાંથી છુટકારો મળી શકે છે. વરિયાળી ખાવાથી મોં એકદમ ફ્રેશ બને છે.
👉 મગજને શાંત કરવા માટે : આપણા હેપી હોર્મોન્સ જેવા કે ડોપામાઇન, એંડોફીર્ન અને ઓકસીટોસિનની માત્રા વિશેષ હોય છે તે સમયે આપણું મગજ શાંત હોય છે. તે દરમ્યાન આપણી વિચાર અને સમજની શક્તિ પણ વધારે હોય છે. આ દરમ્યાન આપણે જે પણ શીખીએ એ તમામ આપણને યાદ રહે છે આપણે યોગ્ય વિચારી શકવાની શક્તિ ધરાવીએ છીએ. આના માટે આપણે એવું ન કહેવાય કે તેમાં વરિયાળીનો જ સીધો પ્રભાવ છે પણ પરંતુ અમુક હોર્મોન્સની વૃધ્ધિ માટે ચોક્કસ વરિયાળી મદદરૂપ બનતી હોય છે.
👉 ઇમ્યુનિટીને વધારવા માટે : વરિયાળી એક એવી ખાધ્ય ચીજ છે કે તેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની ગજબની તાકાત રહેલી છે. વરિયાળીમાં વિટામિન-સી છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. વરિયાળીમાં રહેલ વિટામીન્સ આપણા શરીરમાં વાઈટ બ્લડ સેલ્સ એટલે કે WBC ના કાઉન્ટને વધારવામાં મદદ કરે છે. WBC એ કોશિક છે કે બહારથી આવતા એવા વાયરસને શરીરમાં આવતા અટકાવે છે અને તેની સાથે લડે છે. એ વાયરસની સાથે ત્યાં સુધી લડે છે જ્યાં સુધી શરીરમાં એન્ટિબોડીઝ બનવાનું શરૂ ના થાય. આમ વરિયાળી વડે તમે તમારા સ્વાસ્થ્યને પણ લાભ થાય છે.
👉 શરીરને મજબૂત બનાવવા માટે : વરિયાળીમાં ઘણા પોષક તત્વો સમાયેલ છે જેવા કે વિટામિન્સ, કેલ્શિયમ, પોટેશ્યમ વગેરે આ તમામ તત્વો આપણા હેલ્થ માટે સારા છે તે હાડકાં અને માસપેસીઓને મજબૂત બનાવે છે.
👉 વરિયાળીની સાથે મીશ્રી શા માટે ખાવામાં આવે છે : આપણે આગળ માત્ર વરિયાળીના જ ફાયદા જોયા તો તમને એ વિચાર ચોક્કસ આવતો હશે કે વરિયાળીની સાથે સાકર કેમ ખવાય છે. તો વરિયાળીનો સ્વાદ એકદમ કડવો કે તૂરો લાગે છે અને આ સ્વાદ હરકોઈ પસંદ કરતાં નથી તો એ વાતને ધ્યાને લઈને આ બંને વસ્તુને સાથે ખાવાનો મહિમા પ્રચલિત બન્યો છે. જ્યારે બીજી વાત એ પણ છે કે ભોજન બાદ ગુજરાતીઓ કંઇક મીઠું ખાવાનું પસંદ કરે છે.
જો વરિયાળી વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.