👉રોજિંદા આહારમાંથી ઘીનું સેવન દિવસે દિવસે ઓછું થવા લાગ્યું છે. હૃદયરોગ વિશેષજ્ઞો હૃદયની બીમારી માટે ઘીના સેવનને હાનિકારક ગણાવતા હોય છે. તેમજ શરીર પર મેદ વધવાનું કારણ પણ ઘી જ માનવામાં આવતું હોય છે. તેથી જ આજે રોજિંદા આહારામાં આપણે ઘીનું સેવન ઓછું કરતાં થઈ ગયા છીએ. રોટલી પણ કોરી જ ખાવા લાગ્યા છીએ.
👉પરંતુ આયુર્વેદમાં ઘીને ઔષધિ ગણવામાં આવે છે. વાત અને પિત્તને ઘી શાંત કરવામાં સર્વેશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ ઘીના સેવનથી તમારા શરીરમાં કફને સંતુલિત રાખી શકાય છે. તેમજ બીજા પણ ઘણા ફાયદા જે ઘી ખાવાથી થાય છે. સ્વસ્થ વ્યક્તિએ જરૂરથી ઘી ખાવું જોઈએ. ઘી કહેવાય છે કે તે માખણ કરતાં વધારે સુરક્ષિત છે. એટલું જ નહીં ખાલી પેટે ઘી ખાવાના ગજબના ફાયદા છે. તો ચાલો જોઈએ શરીરને કઈ રીતે ગુણ કરે છે.
👉સવારે ખાલી પેટે ઘીનું સેવન– આયર્વેદમાં સવારે ખાલી પેટે ઘીનું સેવન કરવાના અગણિત ફાયદા ગણાવ્યા છે. શરીરમાં તેનાથી સેલ્સ અને ટીશુઝને ઘણા ફાયદો થાય છે. શરીરમાં રહેલી દરેક કોશિકાને પોષણ આપવાનું કામ કરે છે. ઘી શરીરમાં રહેલા સેલ કાયાકલ્પની પ્રક્રિયામાં સુધારો કરે છે. જેથી ઉપચારની પ્રક્રિયામાં સુધારો થાય છે.
👉-તે ઉપરાંત વજન ઓછું કરવા માટે ઘી મદદરૂપ સાબિત થાય છે. કહેવાય છે કે ઘીમાં બ્યુટીરિક એસિડ રહેલું હોય છે. અને મધ્યમ શ્રુંખલા ટ્રાઈગ્લિસરાઈડ્સ જેવા ફેટને તે શરીરમાં જમા થતું અટકાવે છે. તે સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરીને શરીરમાંથી અનહેલ્દી ફેટ્સને બહાર કાઢવામાં મદદ કરે છે.
👉આયુર્વેદ અનુસાર સવારમાં ઘીનું સેવન કરવાથી- આયુર્વેદ માને છે કે ઘીમાં 5 તત્વો રહેલા હોય છે, જે શરીર માટે આધારરૂપ છે જેમ કે અંતરીક્ષ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી તત્વોથી સમૃદ્ધ બનાવતાં હોય છે. આ રસ આપણા શરીર, સ્કીન, વાળ પર વધારે સારી અસર કરે છે. તો ખાલી પેટે ઘી પીવાથી શરીરમાં રહેલા સેલ્સમાં પરિવર્તન આવતું હોય છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
👉-એટલું જ નહીં પેશાબ સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા હોય તો તે દૂર કરે છે. યુરિન ઈન્ફેક્શન પણ ઓછું કરવાનું કામ કરે છે. ઘીમાં એન્ટી ઓક્સીડેન્ટનો એક પ્રાકૃતિક સ્ત્રોત છે, જે શરીરને ડિટોક્સ કરીને શરીરમાં ઓક્સિકરણની પ્રક્રિયાને સારી બનાવે છે. એટલા માટે જ સવારે ખાલી પેટે ઘીનું સેવન કરવાનું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે.
👉સવારે ખાલી પેટે કેવી રીતે કરશો સેવન- એક ચમચી શુદ્ધ ઘી લેવું, તેને ગરમ કરવું, ગરમ કરવાથી ઘી ઓગળી જશે. હવે થોડું પાણી ગરમ કરવું અને તે પાણી સાથે ઘીને પી જવું. પરંતુ એક વસ્તુનું ધ્યાન રહે કે તમે જ્યારે પણ ઘી સવારે પીવો તેની 30 મિનિટ સુધી કોઈપણ વસ્તુનું સેવન કરવું જોઈએ નહીં.
👉સવારે ખાલી પેટે સેવન કરવાથી થતાં ફાયદા- જેને કોરી ઉધરસ વારંવાર થઈ જતી હોય તેમને ઘીનું સેવન કરવાથી લાભ મળશે. તે ઉપરાંત તમે એક ચમચી હળદર અને એક ચમચી ઘીને મિક્સ કરી 1 ગ્લાસ જ્યુસ પીતાં હોવ તેમ રોજ પીવો. ખરાબ ફેટને શરીરમાંથી ઓછું કરશે અને વજન ઘટવા લાગશે.
👉-તે સ્કીનને મોઈશ્ચરાઈઝર કરવાનું કામ કરે છે. સ્કીનને અંદરથી ગ્લો આપે છે. ઘીના સેવનથી તમારા હાડકાં વધારે મજબૂત બને છે. જેથી સાંધાના વચ્ચે રહેલો ગેપ ઓછો થાય છે.
👉-ઘીમાં એમિનો એસિડ રહેલું હોય છે. જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તે ઉપરાંત ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ રહેલા હોય છે જે શરીરમાં રહેલા ફેટને બર્ન કરવામાં મદદ કરે છે. તેને એન્ટી ઓક્સીડન્ટનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેથી વાળને સુંદર બનાવે અને કંડીશનરનું કામ કરે છે.
👉-સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે, સ્ટ્રેસને કારણે આંખની આસપાસ થઈ જતાં ડાર્ક સર્કલને ઘટાડે છે. તેના માટે તમારે રોજ રાત્રે સૂતાં પહેલા હળવાં હાથે ડાર્ક સર્કલ પર લગાવો. આ રીતે ઘી શરીર માટે અનેક રીતે ઉપયોગી છે.
જો આ ઘીના સેવન માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.