👉 દરેક વસ્તુને જો તેની ઋતુ અનુસાર ખોરાકમાં લેવામાં આવે તો તેના ફાયદા ચોક્કસ થાય છે. આજે આપણે શિયાળામા ખાસ ઉપયોગમાં લેવાતી એવી એક ચીજ ગુંદર વિશે વાત કરવા જઇ રહ્યા છીએ. ગુંદર ખાવાના ઘણા જ ફાયદા છે. બાવળનો ગુંદર સૌથી વધારે પૌષ્ટિક હોય છે અને ખાવાના ઉપયોગમાં વધારે તે જ ગુંદર લેવાય છે.
👉 ગુંદર બ્લડ સર્ક્યુલેશન વધારે છે, શરીરમાં સ્ફૂર્તિ વધારે છે.ગુંદર એટલે કે કોઈ ઝાડના થડ પર ચીરો મુકવામાં આવે તો તેમાંથી એક પ્રકારનો રસ કે સ્ત્રાવ નીકળે છે. જ્યારે આ રસ સુકાઈ જાય તો તે ભૂખરા જેવા રંગનો થઈ જાય છે સુકાતા તે કડક પણ બને છે. આ સુકાયેલ સ્ત્રાવને જ ગુંદર કહેવામાં આવે છે.
👉 ગુંદર ગુણમાં શીતળ અને પૌષ્ટિક હોય છે તેનો ઉપયોગ એક ઔષધ તરીકે થાય છે. બાવળનો ગુંદર સૌથી વધારે પૌષ્ટિક મનાય છે. આ બાવળના ગુંદરનો લોકો વિશેષ ઉપયોગ કરે છે. જ્યારે લીંબડાના ગુંદરમાં લીમડાના જેવા જ ગુણો હોય છે તેમ જ પલાશનો ગુંદર હાડકાને મજબૂત કરે છે.
👉 ગુંદરના સેવનના ફાયદા : આદિઅનાદિ કાળથી આપણે આ ઔષધીય એવા ગુંદરને ખાવાના ઉપયોગમાં લેતા આવ્યા છીએ. તેને ખાવાથી ખૂબ જ ફાયદા પણ થાય છે. સામાન્ય રીતે આપણે નિયમિત જો 5 થી 7 ગ્રામ જેટલો ગુંદર લઈએ તો તેના ઘણા જ ફાયદા આપણને મળે છે. તે હાડકાને તો મજબૂત કરે જ છે પણ ગુંદરને જો દૂધની સાથે લેવામાં આવે તો તેનાથી સ્નાયુ અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. ગુંદરના સેવનથી ધમનીઓ અને લોહીની નળીઓ બરાબર રહે છે.
👉 ગુંદરના સેવનથી હ્દયને લગતી સમસ્યા હોય તેવા લોકોએ ગુંદરને શેકી તેનું સેવન કરવું જોઈએ જેથી તેમનું હાર્ટ સ્વસ્થ રહે છે શેકેલો ગુંદર આપણા શરીરની માસપેશીઓને મજબૂત રાખવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે.શિયાળામાં જે લોકોને વારંવાર શરદી ઉધરસ થવાની સમસ્યા રહે તે લોકો માટે ગુંદરનું સેવન ઉત્તમ છે.
👉 ગુંદરની અંદર એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી અને એન્ટિ-ઓક્સિડેન્ટ જેવા ગુણ હોય છે જે આપણી સ્કીન માટે ફાયદાકારક છે. ગુંદર શરીર માટે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે. જે લોકોને લોહીની ઉણપ હોય તેમના માટે એક ગ્લાસ દૂધમાં થોડો ગુંદર ઉમેરીને તેનું સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
👉 બાવળના ગુંદરનો થતો ફાયદો : 👉(1) જે લોકોને ઉધરસ ખૂબ જ લાંબા ટાઈમથી છે તેમના માટે આ બાવળનો ગુંદર મોંમાં રાખીને ચૂસવાથી ઉધરસ એકદમ મટે છે.
👉 (2) મોટા ભાગે મહિલાઓને કમરના દુખાવાની તકલીફ વિશેષ રહેતી હોય છે તો તે લોકો માટે બાવળની છાલ, ફલી અને ગુંદરને સરખા પ્રમાણમાં લઈને પીસીને મિક્સ કરો એક એક ચમચી દિવસમાં ત્રણ ટાઈમ લેવાથી કમરનો દુખાવો માટે છે.
👉 (3) માથાના દુખાવામાં બાવળનો ગુંદર ખૂબ જ ઉત્તમ છે તેના માટે ગુંદરને પાણીમાં ઘસીને માથા પર લગાવો તુરંત જ દુખાવામાં રાહત થવા લાગશે અને ફરી દુખાવો પણ ઝડપથી નહીં થાય.
👉 (4) બાવળનો ગુંદર ડાયાબિટીસવાળા લોકોને માટે બાવળનો ગુંદર ચૂર્ણ બનાવીને તેને પાણી કે ગાયના દૂધની સાથે નિત્ય જો પીવામાં આવે તો ડાયાબિટીસમાં રાહત થશે.
👉 (5) લગ્નેત્તર જીવનમાં જો બંને પાત્રને કમજોરીનો અનુભવ થતો હોય તો તેના માટે ગુંદર ઘીમાં તળીને તેનો ગુંદરપાક બનાવીને ખાવાથી તેમાં ઘણો જ ફેર જણાય છે. અનેરી તાકાત નો અનુભવ થશે.
👉 (6) જે લોકોને અશક્તિ હોય તેઓ માટે ગુંદર ને ઘીમાં તળીને તેમાં તેની સાથે ખાંડ મિક્સ કરીને કાયમ ખાવાથી શક્તિમાં વધારો થાય છે. આ પ્રયોગ થોડો લાંબો સમય કરવામાં આવે તો પણ કોઈ જ પ્રોબ્લેમ ઊભો નહીં થાય.
👉 (7) જે મહિલાઓને માસિકધર્મની અનિયમિતતા હોય તેમને માટે બાવળના ગુંદરને ઘીમાં તળીને તેને ક્રશ કરીને રોજ મીશ્રીમાં મિક્સ કરીને લેવામાં આવે તો માસિક નિયમિત અને માસિકની પીડામાં પણ રાહત થાય છે.
જો આ ગુંદરનું સેવન કરવાના ફાયદા માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.