👉 શિયાળામાં દરેક વ્યક્તિ પોષણ યુક્ત ખોરાક લેવાનું પસંદ કરે છે. તેમાં ખાસ કરીને ડ્રાયફ્રૂટ્સ, ખજૂર, ગુંદ, સાલમ પાક, કચરિયું વગેરે જેવી પોષક તત્વોથી ભરપૂર વાનગીઓનું સેવન રોજ સવારે કરતાં હોય છે. તેમાંથી કેટલાક લોકો સવારે ઈલાયચી, ખજૂર કે કાજુ-બદામના પાઉડરવાળું દૂધ પણ પીતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે લવિંગનું સેવન દૂધ સાથે કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.
👉 આયુર્વેદમાં પણ તેના ફાયદા જણાવેલ છે. જો તમે દૂધ સાથે લવિંગનું અલગ-અલગ રીતે સેવન કરશો તો અનેક રીતે શરીરને તંદુરસ્ત બનાવશે. તે સિવાય દૂધમાં હાજર રહેલા ચરબી અને પ્રોટીન પુરુષ હોર્મોન્સને સક્રિય બનાવે છે. તે ઉપરાંત શરદી, ઉધરસ, કફ વગેરે જેવી ઘણી સમસ્યા મટાડે છે.
👉 દૂધમાં રહેલા પોષક તત્વો- ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન, વિટામિન-એ, ડી, કે, ઇ, પ્રોટીન, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વો રહેલા છે.
👉 લવિંગમાં રહેલા પોષક તત્વો- કાર્બોહાઇડ્રેટ, આયરન, સોડિયમની માત્રા વધારે વગેરે હોય છે. તેથી લવિંગને દૂધ સાથે મિક્સ કરીને પીવામાં આવે તો ઘણા વિટામિન અને પોષક તત્વો મળે છે. તેનાથી શરીરને બીજા શું ફાયદા થાય છે તે જાણીએ….
👉 દૂધ અને લવિંગનું સેવન આ રીતે કરવું- તમે લવિંગના મિશ્રણવાળા દૂધનું સેવન ગમે તે સમયે કરી શકો છો. પરંતુ રાતના સમયે સુતા પહેલા સેવન કરશો તો વધારે ફાયદો થશે. તેના માટે તમારે લવિંગને ક્રશ કરી એક બોટલમાં ભરી મૂકી દેવા. હવે દૂધ ગરમ કરો ત્યારે તેમાં આ પાઉડર નાખવો, પછી તેમાં ગોળ પણ ઉમેરવો. જેથી શરીરને નુકશાન ન થાય. ગળપણ માટે ખાંડનો ઉપયોગ ન કરવો.
👉 તમે દૂધ ગરમ કરતી વખતે પણ લવિંગ પીસી શકો છો. આ રીતે લવિંગ પાઉડર બરાબર મિક્સ થઈ જાય પછી થોડું ઠંડુ કરી તેનું સેવન કરવું જોઈએ.
👉 વંધ્યત્વ માટે- આજકાલ ઘણા પરિણીત પુરુષોમાં વંધ્યત્વ આવી જતું હોય છે. અને આ વાત ખૂબ જ સામાન્ય બની ગઈ છે. કેટલીક વખત તો પુરુષોના શુક્રાણુ કોષો નબળા પડી જાય છે. જેના લીધે સ્ત્રીમાં ઇંડાફલિત થતાં હોતા નથી.
👉 બીજું કે સ્ત્રીમાં અનિયમિત ઓવ્યુલેશનને કારણે પ્રજનનનો સમયગાળો નિશ્ચિત રહેતો નથી. અમુક સમયે વંધ્યત્વના કારણે વજન પણ વધવા લાગે છે. તો લવિંગનું સેવન તમારું વજન ઘટાડશે સાથે સુગર લેવલ કંટ્રોલ કરશે. પુરુષોના શુક્રાણુના કોષોને સુધારે અને સ્ત્રીઓમાં માસિક ધર્મ નિયમિત બનાવે છે.
👉 દાંત માટે- લવિંગ અને દૂધ ઓરલ હેલ્થનું કામ કરે છે. તે દાંતમાં રહેલી કમજોરીને દૂર કરી મજબૂત બનાવવાનું પણ કામ કરે છે. કેટલાક લોકો મોમાં આવતી દુર્ગંધથી પરેશાન હોય છે. તો દૂધ અને લવિંગનું સેવન કરે તો ઘણો ફાયદો થશે.
👉 કબજિયાતની પરેશાની- આજકાલ કબજિયાતનો પ્રોબ્લેમ વધી ગયો છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોવ તો દૂધમાં લવિંગનો પાઉડર મિક્સ કરી પીવાથી રાહત મળશે. એટલું જ નહીં તેનાથી એસિડિટી અને કબજિયાતની પરેશાની બંને દૂર થશે.
👉 બાળકની ભૂખ માટે- નાના બાળકો માટે લવિંગ અને દૂધનું સેવન ફાયદાકારક ગણાય છે. તેનાથી ભૂખ વધારે લાગે છે. લવિંગમાં વિટામિનની સાથે ઝિંક, કોપર, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે. તેમાં આયર્ન, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ પણ હોય છે. જે બાળકના શરીરમાં રહેલી કોઈપણ ઉણપ પૂરી કરવાનું કામ કરે છે અને ભૂખ લગાડે છે. જેથી બાળક હેલ્ધી બને છે.
👉 એનર્જી આપે- આજકાલના ખોરાકમાં કેમિકલ ભેળવેલા હોવાથી શરીરમાં ઘણી રીતે નબળાઈ આવી જતી હોય છે. તો લવિંગ અને દૂધનું સેવન તે નબળાઈને દૂધ કરી એનર્જી આપવાનું કામ કરે છે. તેના સેવનથી શરીરમાં રહેલા કેટલાક હાનિકારક તત્વો બહાર નીકળે છે. અને શરીરને પૂરતી એનર્જી મળી રહે છે.
👉 કફની સમસ્યા- ઠંડીનો સમય હોય ત્યારે મોટાભાગના લોકોને કફ, ગળામાં દુખાવો કે શરદીની તકલીફ રહેતી હોય છે. તેને દૂર કરવા માટે તમે દૂધ અને લવિંગનું સેવન કરવું જોઈએ. તે કફની સાથે સાથે ગળાનો દુખાવો અને શરદી પણ દૂર કરવાનું કામ કરશે. જો તમે આ સમસ્યાથી પરેશાન હોવ તો રાત્રે દૂધ અને લવિંગના પાઉડર વાળા દૂધનું સેવન જરૂર કરવું.
👉 તણાવ અને ટેન્શન- લવિંગનું સેવન કરવાથી મન શાંત રહે છે. જે મૂડને પણ સુધારે છે. તેના સેવનથી ડિપ્રેશન કે ચિંતા રહેતી નથી.
👉 એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે લવિંગની તાસીર ગરમ હોવાથી વધારે પડતું તેનું સેવન શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેથી એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી કે તેનાથી પણ ઓછો લવિંગ પાઉડર નાખી તેનું સેવન કરવું જોઈએ. જે શરીરને ઘણો ફાયદો આપશે.
જો આ લવિંગ અને દૂધના સેવન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.