👉શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ ઋતુ એવી છે કે દરેક માણસ જે પણ પૌષ્ટિક વસ્તુ ખાય તેનાથી આખુ વર્ષ ગુણ કરતી હોય છે. તેમાં ખાસ કરીને દરેક વ્યક્તિ ડ્રાયફ્રૂટસ, કચરિયું, ગુંદર પાક, ખજૂર પાક, બાજરીનો રોટલો, મકાઈના રોટલા અને આજકાલ રાગીના લોટનો ઉપયોગ કરીને ઘણાં લોકો ઢેબરા, પરોઠા, કે ભાખરી બનાવતાં હોય છે.
👉શિયાળામાં જેને શરદી-ખાંસીની તકલીફ હોય તેને બહુ સાચવવું પડતું હોય છે. કેમ કે વાતાવરણમાં ઠંડક હોવાથી તે લોકોને સાયનસની તકલીફ પડતી હોય છે. જેના કારણે શરીરને ગરમાવો આપે તેવી વસ્તુનું સેવન કરે તો વધારે સારું રહેતું હોય છે. આ બધી વસ્તુમાં સૌથી ફાયદાકારક છે રાગીનો લોટ અથવા રાગીનું સેવન. જો તમે રાગીની કોઈપણ વસ્તુ બનાવીને ખાશો તો શિયાળાની ઋતુમાં શરીરને ગરમાવો આપવાનું કામ કરશે.
👉રાગીને રાગણી પણ કહેવામાં આવે છે. તેને રાઈના બીજ કહી શકાય છે. તેના બીજને ફિગર મિલેટ, આફ્રિકન મિલેટ પણ કહી શકો છો. રાગી આફ્રિકા અને એશિયાના વિસ્તારમાં ખાસ કરીને ઉગાડવામાં આવે છે. રાગીના બીજમાંથી દળીને લોટ પણ બનાવી શકો છો. જો તમને ઘરે રાગીનો લોટ ન દળતાં હોવ તો બજારમાંથી સરળતાથી મળી રહેશે. ચાલો જોઈએ રાગીના સેવનથી શરીરને શું ફાયદો થાય છે.
👉ડાયાબિટીસ હોય તેના માટે- રાગીમાં ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો રહેલા છે. જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવા મદદ કરે છે. આપણે ચોખા, મકાઈ, ઘઉંનું સેવન કરીએ છીએ તેના કરતાં રાગીના લોટમાં શુગર કંટ્રોલ કરવાનો ગુણ સારી રીતે રહેલો છે. તેમાં પોલિફેનોલ્સ નામનું તત્વ વધારે રહેલું હોવાથી, આપણું પાચનતંત્ર મજબૂત બનાવે છે. તેનાથી ભૂખ ઓછી લાગતી હોય છે. જેથી આપણું શુગર લિમિટમાં રહે છે. તે સિવાય પણ રોગ પ્રતિકારકશક્તિમાં વધારો કરે છે. માટે ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને રાગીનું સેવન કરવું જોઈએ.
👉સ્કીન પરની કરચલી માટે- જે લોકોને ઉંમર કરતાં વહેલા ફેસ પર કરચલીઓ દેખાવા લાગતી હોય છે. તેમના માટે રાગીના લોટની રોટલી બેસ્ટ ઉપાય છે. કેમ કે રાગીમાં મેથીઓનાઈન અને લાઈસિન નામના એમિનો એસિડ હાજર હોય છે. જે કરચલીઓ દૂર કરે છે. તે ઉપરાંત વિટામિન-ડી ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી આપણે લાંબા સમય સુધી યુવાન દેખાય શકીએ છીએ. દરેકને ખ્યાલ હશે કે વિટામિન-ડી આપણને સૂર્યપ્રકાશમાંથી મળી રહે છે. જેમ…કે માણસ આખો દિવસ ઘરમાં રહેતું હોય, ઓફિસમાં એસીમાં રહેતું હોય તેવા લોકોએ ખાસ કરીને રાગીનું સેવન કરવું જોઈએ.
👉કેલ્શિયમ મળે- રાગીમાંથી ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. આપણે રોજ દૂધ પીએ છીએ તેમાંથી પણ સારી રીતે કેલ્શિયમ મળી રહે છે. પરંતુ રાગીમાંથી વધારે કેલ્શિયમ અને ચરબી ઓછી મળતી હોવાથી તેનું સેવન બેસ્ટ ઓપ્શન છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 100 ગ્રામ રાગીમાં 344 મિલી ગ્રામ કેલ્શિયમ મળતું હોય છે. જેથી હાડકાં વધારે મજબૂત થાય છે.
👉નાના બાળકને શીરો, રાબ કે બાળક થોડું મોટું થાય ત્યારે ભાખરી-રોટલી બનાવી આપવાથી ગુણ કરે છે. જો ગર્ભવતી મહિલા પણ રાગીનું સેવન કરે તો શરીરને તંદુરસ્ત બનાવશે. સામાન્ય લોકો પણ શિયાળા સિવાય રાગીનું સેવન કરે તો ફિટ રહેશે.
👉તણાવ ઘટાડે- રાગીમાં એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે. જે તણાવ ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. આજના સમયમાં સ્ટ્રેસની સમસ્યા દરેક લોકોને વધતી જાય છે. તો રાગીનું સેવન તેને ઘટાડવાનું કામ કરશે.
👉એનિમિયાથી રાખે દૂર- આર્યનની ઉણપના કારણે એનિમિયાની સમસ્યા થતી હોય છે. એટલે કે જેને હિમોગ્લોબિન ઓછું હોય તેને આ બીમારી થતી હોય છે. તેથી જો રાગીને રોજ સવારમાં લેવામાં આવે તો શરીરમાં લોહતત્વનો વધારો થાય છે. અને તમારી આ તકલીફ દૂર થઈ શકે છે.
👉રાગીને ખાસ કરીને શાકભાજી સાથે ખાવામાં આવે તો વધારે ફાયદો કરે છે. આમ, રાગીનું સેવન શિયાળા ઉપરાંત અન્ય સીઝનમાં પણ કરવામાં આવે તો શરીર માટે અનેક રીતે ગુણકારી બની રહે છે.
જો રાગીના ઉપયોગ વિષેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.