🧄આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લસણ આપણી હેલ્થ માટે ઉત્તમ ઔષધિ છે. તેથી આપણે રોજિંદા ખોરાકમાં તેને ઉપયોગમાં લઈએ છીએ અને તેથી વધારે માત્રામાં જ ઘરે લાવીને રાખતા હોઈએ છીએ. આ સ્ટોર કરેલ લસણમાં ઘણી વાર કોઈ કળીઓ અંકુરિત થઈ જાય છે અને તેને આપણે કચરામાં ફેકી પણ દઈએ છીએ.
🧄 તમને એ વાતની ખબર નહિ હોય કે તે જે અંકુરિત લસણ છે તેમાં વિશેષ પ્રમાણમાં એન્ટિ ઓક્સિડેન્ટ રહેલા હોય છે. આ લસણનું જો નિત્ય સેવન કરવામાં આવે તો નબળા પડી ગયેલા હાર્ટને પણ ફરી હેલ્ધી બનાવી શકાય છે.
🧄 અંકુરિત થયેલા લસણ પર ઘણા જ રિસર્ચ થયેલા છે તે પરથી એક વાત તો એકદમ સાચી જ છે કે નોર્મલ લસણની સરખામણીમાં અંકુરિત થયેલ લસણમાં વધુ માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે. જેનાથી ઘણી બિમારીઓથી તે તમને બચાવવા માટે સક્ષમ છે. આયુર્વેદમાં આ લસણના ખૂબ જ ફાયદા બતાવવામાં આવેલા છે. તો ચાલો આપણે આજે થોડા ફાયદાઓ પર નજાર કરીએ.
🧄 અંકુરિત લસણ સેવનના થતાં ફાયદા : અંકુરિત લસણ ખાવાના ઘણા જ ફાયદા છે. આયુર્વેદ અનુસાર આ લસણ લોકોને અનેક બિમારીઓથી બચાવે છે. હાર્ટ સંબંધી તકલીફ હોય કે કેન્સર જેવી જીવલેણ બીમારી હોય તે લોકોને બચાવી શકે છે.
🧄 હદય માટે ખૂબ જ ઉત્તમ : જે લોકો નિત્ય લસણનું સેવન કરવાનું રાખે છે તે લોકોને પણ અંકુરિત લસણ ખાવું જરૂરી છે આ અંકુરિત લસણ હાર્ટની ધમનીઓમાં જે બ્લૉકેજનો પ્રશ્ન ઊભો થાય છે તે પ્રશ્ન જ ઊભો નથી થવા દેતી. આ લસણ શરીરમાં એંજાઈમની ગતિવિધિમાં વધારો કરે છે. કેમ કે તેમાં મોટા પ્રમાણમાં રાસાયણિક તત્વ મળી રહે છે. અને તેથી હાર્ટમાં લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે. તેથી હાર્ટ એકદમ સારી રીતે કાર્ય કરી શકે છે.
🧄 શરીરમાં કે લોહીમાં કોઈ પણ પ્રકારના થક્કા નથી જામતા : આજના જે ખોરાક છે તેને લઈને ઘણા લોકોને આવા નાના નાના પ્રશ્ન ઊભા જ રહે છે. તો તેના માટે આ અંકુરિત લસણ ખૂબ જ ઉત્તમ છે. અંકુરિત લસણમાં ફાઇટોકેમિકલ નામનું તત્વ મળી રહે છે. જે તત્વ લોહીમાં કોઈ પણ પ્રકારના થક્કા ને જામવાં નથી દેતું. આ સિવાય તેમાં નાઈટ્રાઇટ પણ શામિલ હોય છે જે મગજ અને હાર્ટમાં લોહીના થક્કા ને જામવાં દેતું નથી.
🧄 શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે : અંકુરિત લસણમાં બિન અંકુરિત લસણની સરખામણીએ વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડેન્ટની માત્રા મળી રહે છે જે આપણા શરીરને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવવા માટે ઉત્તમ ઔષધ છે.
🧄 સુંદરતા જાળવે અને ચેહરાની કરચલી દૂર કરે : ચેહરા પર જો કરચલીઓ વધવા લાગે તો ઉંમર પણ દેખાવા લાગે છે તો આના માટે અંકુરિત લસણ બેસ્ટ છે. અંકુરિત લસણમાં એન્ટિઓક્સિડેન્ટ વિશેષ હોય છે જે શરીરના ફ્રી રેડિકલ્સને ખતમ કરીને એન્ટિએજિંગને રોકે છે. જેનાથી લોકોને વૃદ્ધત્વ નથી આવતું. આ લસણથી ચેહરા પર કરચલીઓ નથી થતી.
🧄 ઈમ્યુનિટીમાં વધારો કરે છે : અંકુરિત લસણમાં એન્ટિઓક્સિડેન્ટ વધારે હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેથી જે સિઝનની બીમારીઓ હોય છે જેવી કે શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓ નથી થતી. આમ આ અંકુરિત લસણ ખૂબ જ ફાયદાકારક છે.
🧄 કેન્સર જેવી બીમારીને થતી જ અટકાવે : આજના સમયમાં કેન્સર ખૂબ જ વધી રહ્યું છે કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો થતો જોવા મળે છે. પરંતુ તેને થતું અટકાવવા માટે આ અંકુરિત લસણ એક ઉત્તમ એવો ઉપાય છે જે આપણા શરીરમાં કેન્સરના સેલને થાતા અટકાવવા ની શક્તિ ધરાવે છે. તેના માટે નિત્ય આવી અંકુરિત એક કળી જો ખાવામાં આવે તો કેન્સરનું દર્દ ભાગે છે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.