👉આજ સુધી આપણે મરચાંના અલગ-અલગ કલર વિશે જાણ્યું છે. તેમાં પણ ખાસ કરીને લાલ, લીલો રંગ અને ઘણી વખત કઢી વઘારીએ ત્યારે સફેદ મરચાંના પાઉડરનો ઉપયોગ ગૃહિણી કરતી હોય છે. હવે એવી જ રીતે મરીની વાત આવે એટલે આપણને કાળા મરીનો વિચાર આવતો હોય છે.
👉કાળા મરી મોટાભાગના ઘરોમાં વાનગી બનાવતાં હોઈએ ત્યારે ઉપયોગ પણ કરતાં હોય છે. જે સ્વાદમાં વધારો કરે છે. સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક છે.દરેક મહિલા કાળા મરીનો ઉપયોગ શાકભાજી, સૂપ, નોન વેજ વગેરે જેવી વસ્તુમાં વાપરતી હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કાળા મરીની જેમ સફેદ મરી પણ સ્વાદ અને પોષણથી ભરપૂર હોય છે.
👉સફેદ મરીમાં કાર્બોહાઈડ્રેટ, એનર્જી, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, આયર્ન વગેરેથી ભરપૂર હોય છે. તો આજે માહિતી આપીએ સફેદ મરી વિશેની, જાણીએ તેના અદ્દભૂત ફાયદા વિશે. પહેલાના વડીલો સફેદ મરીનું સેવન કરવાની સલાહ આપતાં હતા. કેમ કે તે શરીર માટે ખૂબ જ જરૂરી છે.
👉ઉધરસ- સીઝન બદલાતા ઘણા લોકોને શરદી, ઉધરસ થતી હોય છે. તો સફેદ મરીનો પાઉડર લેવો તેમાં થોડું મધ મિક્સ કરવું. તાવ, ઉધરસ, શરદીમાં આરામ આપશે. કેમ કે તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડન્ટ ગુણ રહેલો છે. જે શરીરને અંદરથી ગરમ રાખે છે. અને ઠંડકનું વાતાવરણ હોય ત્યારે સમસ્યામાંથી છુટકારો આપે છે.
👉એટલું જ નહીં કફની તકલીફ રહેતી હોય તેમના માટે સફેદ મરીનું સેવન રામબાણ ઇલાજ છે. તેમણે ઉપર જણાવ્યા મુજબ મધ સાથે ખાલી પેટે સેવન કરવું.
👉ડાયાબિટીસની તકલીફ- જે લોકો ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હોય તેમણે ખાસ કરીને સફેદ મરીનું સેવન કરવું જોઈએ કેમ કે સફેદ મરી શરીરમાં મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં પાચનક્રિયા પણ સારી બનાવે છે. લોહીમાં શુગરના પ્રમાણને સંતુલિત કરવાનું કામ કરે છે. તેથી સફેદ મરીના પાઉડરની સાથે હળદર, મેથીના બીજનો પાઉડર મિક્સ કરી દૂધ સાથે લેવો. જેથી લોહીમાં શુગરના પ્રમાણને ઓછું કરે છે.
👉કેન્સરને ઘટાડે- તાજેતરમાં થયેલી શોધમાં જાણવા મળ્યું કે નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવામાં આવે તો બોડી કેન્સરના જોખમથી બચી શકે છે. તેમાં રહેલા તત્વો કેન્સરના સેલ્સને બોડીમાં ઉદ્દભવ થવા દેતું નથી.
👉વજન ઘટાડવા- આજકાલ વજન ઘટાડવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે. યોગ, કસરત અને સફેદ મરીનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડી શકાય છે. સફેદ મરીમાં અંદર કેપ્સાઇસિન રહેલું હોય છે. જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. આખા દિવસ દરમિયાન તમે એક ચમચી જેટલા સફેદ મરીનું સેવન કરી શકો છો.
👉પાચનમાં સુધારો- સફેદ મરીના સેવન તમારા પાચનમાં સુધારો કરે છે. ખાવામાં, સલાડમાં, સફેદ મરીનું સેવન કરશો તો પેટ સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા દૂર થઈ જશે. તે ઉપરાંત એસિડિટીને પણ દૂર કરે છે. સફેદ મરીમાં ભરપૂર પ્રમાણમાં હાઈડ્રોક્લોરિક એસિડ હોય છે. જેનાથી ગેસ, અપચો, પેટનું ઇન્ફેક્શન જેવી સમસ્યા દૂર થાય છે. આ રીતે સફેદ મરીના સેવનથી પાચન શક્તિ મજબૂત થતાં ઘણી તકલીફો દૂર કરી શકાય છે.
👉હાર્ટ એટેક- નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે. જેથી હાર્ટ એટેકની સંભાવના ઘટી જાય છે. હૃદય રોગની સમસ્યા રહેતી હોય તેમના માટે ખૂબ જ ઉપયોગી છે.
👉માથાનો દુખાવો- લાંબા સમયથી જો કોઈને માથાનો દુખાવો રહેતો હોય તો સફેદ મરીના સેવનથી મટાડી શકાય છે. કેમ કે ન્યુરો પેપ્ટાઈડના કારણે માથાનો દુખાવો થતો હોય છે. પણ સફેદ મરીમાં કેપ્સાઈસિન હોય છે. જે આ દુખાવાને દૂર કરે છે. માટે તમે સફેદ મરી અને બદામની પેસ્ટ, તેને મખાનાની વચ્ચે રાખીને સેવન કરશો તો દુખાવો ધીમેધીમે ઓછો થતો જાય છે.
👉આંખો માટે- સફેદ મરી આંખોની રોશની વધારવા માટે મદદ કરે છે. સફેદ મરીનો પાઉડર બનાવો તેને બદામ, ખાંડ, વરિયાળી અને ત્રિફળા પાઉડર સાથે નિયમિત લેવામાં આવે તો આંખની રોશની વધારી શકાય છે. જો તમે મોતિયાની સમસ્યા દૂર કરવા માંગો છો તો બ્રાઉન શુગર સાથે સફેદ મરીના પાઉડરને મિક્સ કરી સેવન કરવામાં આવે તો ફાયદો કરે છે.
👉સફેદ મરીના વધારે સેવનથી થતાં નુકસાન-
👉-તેનું સેવન વધારે કરવામાં આવે તો ફેફસાને નુકસાન પહોંચે છે. તેમાં જીવનું જોખમ થાય છે. આંખોમાં લાલાશ આવી જાય છે, બળતરા થવા લાગે છે.
👉-પ્રેગ્નેન્ટ વુમન તથા સ્તનપાન કરાવતી મહિલાઓ ખાસ તેનું સેવન ન કરવું જોઈએ. બાળકોને સફેદ મરી વધુ ન આપવા જોઈએ.
👉-ઘણાં લોકો સફેદ મરીનો પાઉડર સ્કીન પર લગાવતા હોય છે. તો તેનો પ્રયોગ કરતાં પહેલાં એક વખત ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
જો આ સફેદ મરી વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.