👉 દોસ્તો,આજના આપણા આ લેખમાં અમે તમને ગોખરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે એક આયુર્વેદીક જડીબુટ્ટી છે, તે આપણને ગોખરુના છોડમાંથી મળે છે. આ છોડ એક એવો છે કે તેના પાંદડા, ડાળીઓ તેમજ મૂળિયાં આ તમામ વસ્તુ એક ઔષધના રૂપમાં આપણને ઉપયોગી બની રહે છે.
👉 ગોખરુ મૂળ તો બે જાતના હોય છે એક બોડા ગોખરુ અને બીજા વેળા ગોખરુ. ગોખરુના પાન તલના છોડ જેવા જ હોય છે ગોખરુ પર ત્રણ બાજુ કાંટા હોય છે તેથી તેને ‘ત્રિકંટક’ કહેવામાં આવે છે.
👉 વેલ ગોખરુના છોડ પણ એક કે દોઢ ફૂટ જેટલા હોય છે તેના પાંદડા ચણાના પાન જેવા નાના હોય છે. આ ગોખરુ ચારેબાજુ કાંટાવાળા હોય છે.
👉ગોખરૂની બંને જાત ચોમાસામાં ખૂબ જ થાય છે. ગોખરાના સૂકા ફળને ઔષધ તરીકે વાપરવામાં આવે છે. ગોખરુને શક્તિવર્ધક અને ધાતુપુષ્ટિકારક માનવામાં આવે છે. પેશાબની તકલીફમાં, પથરીને તોડવા શીતળા, ઓરી, અછબડાની ગરમીને કાઢવા માટે ગોખરાનો ઉપયોગ કરવામાં આવે છે.
👉 આયુર્વેદ અનુસાર ગોખરુના ગુણ અને તેના ફાયદા : આયુર્વેદ અનુસાર ગોખરૂની પ્રકૃતિ શીતળ છે. ગોખરુ મજવર્ધક, કામોદીપક અને ધાતુ પરિવર્તક છે. ગોખરુ મૂત્રાશયના રોગ અને બવાસીર જેવા રોગને માટે લાભપ્રદ છે. ગોખરુ વાત, પિત્ત અને કફને દૂર કરે છે. દમ, શ્વાસ જેવા દર્દ માટે પણ ઉત્તમ દવા છે. સ્કિનના રોગ, હદયના રોગ તેમજ બવાસીર માટે લાભકારી છે.
👉 ગોખરુ પ્રમેહ, યકૃતની ગરમી, પેશાબની જલન તેમ જ મૂત્રાશયના રોગ માટે ઉત્તમ છે. કિડની અને મસાની પથરીને તોડે છે. લોહીને સાફ કરેછે. પ્રસૂતિના દર્દમાં તેના ફળનો ઉકાળો ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. માસિકધર્મને બરાબર રાખે છે.
👉 (1) પથરીના રોગમાં ગોખરુનો ઉપાય : આજની આપણી જે લાઈફ સ્ટાઈલ છે તેને લઈને આપણે ઘણા દર્દની પીડા ભોગવવી પડે છે. ઘણીવાર પથરી જેવા દુખાવાને સહન કરવો પડે છે તે સમયે તમે દુખાવાથી છુટકારો મેળવી શકો છો. તેના માટે તમારે ગોખરાનો ઉપયોગ કરવાનો છે. 5 ગ્રામ ગોખરાના ચૂર્ણમાં 1 ગ્રામ મધ મિક્સ કરીને દિવસમાં 3 વાર લેવાથી તેમજ તેના પર બકરીનું દૂધ પીવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે.
👉 (2) ત્વચા રોગ માટે : ગરમીના મોસમમાં લોકોને સ્કીન સંબંધી અનેક બીમારીઓ થાય છે. તો તેના માટે ગોખરાનો ઉપાય ખૂબ જ સારો છે. ગોખરાને પાણીમાં નાખીને પીસીને તેનો લેપ જે તે સ્થાને લગાવવો ખંજવાળ, સુજન, દાદર ખરજવું જેવી સ્કિનની બીમારીથી છુટકારો મળે છે.
👉 (3) હદયરોગમાં ગોખરાનો ઉપયોગ : નાના જણાતા ગોખરામાં ગજબની શક્તિ સમાયેલી છે. ગોખરુ હાર્ટને સ્વસ્થ રાખવા માટે સારું કામ કરે છે. ગોખરુ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. ગોખરુ શરીરમાં બ્લડ સુગર અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. ગોખરામાં એન્ટિ ટયૂમર અને એન્ટિ બાયોટિક ગુણ સમાયેલ હોય છે.
👉 (4) પાચન શક્તિ વધારવા માટે : જે લોકોને પાચન સંબંધી કોઈ તકલીફ રહેતી હોય તો તે લોકો આ ગોખરાનો ઉપાય કરી શકે છે. તેના માટે ગોખરાનું ચૂર્ણ બનાવી તેનો ઉકાળો બનાવીને પછી તે ઉકાળામા 30 થી 35 મિલી ઉકાળામાં પીપરી મૂળના ચૂર્ણને મિક્સ કરીને દિવસમાં બે વાર થોડું-થોડું પીવાથી ઘણો ફાયદો થાય છે. પાચન શક્તિ એકદમ સારી થાય છે.
👉 (5) માથાના દુખાવામાં ગોખરુનો ઉપયોગ : આજના ફાસ્ટ યુગમાં નાના નાના બાળકો પણ માથાના દુખાવાની ફરીયાદ કરતાં હોય છે. માથાના દુખાવાની ફરિયાદ સામાન્ય બની ગઈ છે. પરંતુ આજે પણ જો લોકો આયુર્વેદિક ઉપચાર કરે તો તે તેના માટે ઉતમ છે. ગોખરાનો ઉકાળો પીવાથી માથાના દુખાવામાં ફેર પડે છે. મોટા ભાગે લોકોને શરીરમાં પિતનું પ્રમાણ વધવાના લીધે માથાનો દુખાવો થાય છે તો ગોખરાનો ઉકાળો સવાર-સાંજ પીવાથી પિત્તની તકલીફ દૂર થાય છે.
👉 (6) સાંધાના દુખાવામાં ગોખરાનો ઉપયોગ : ઉંમર વધતાં શરીરના હડકાઓ નબળા પાડવા લાગે છે અને સાંધાનો દુખાવો થવા લાગે છે. તે તકલીફમાં ગોખરની સાથે સૂંઠ નાખીને તેનો ઉકાળો બનાવી પીવાથી કમર કે સાંધાના દુખાવામાં રાહત મળે છે. આ ઉકાળો બનાવતા સમયે ગોખરુ અને સૂંઢની માત્રા સમાન જ રાખવી.
👉 (7) કામ શક્તિ વધારવા ઉપયોગી – કામશક્તિનો અભાવ લાગે ત્યારે ગોખરૂ અતિઉપયોગી સાબિત થાય છે, 2-4 ગ્રામ ગોખરાનું ચૂર્ણ અને તેની સાથે સાકર, ઘી અને દૂધનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી સારું પરિણામ મળી શકે છે. સ્વપ્નદોષ તેમજ પેશાબમાં વીર્યનો વ્યય થતો હોય ત્યારે ગોખરાનો ઉપયોગ ખૂબ કામનો સાબિત થાય છે.
👉 તેમજ સ્ટેમિના વધારવા માટે પણ ગોખરું ઉપયોગી બને છે. જેમનો સ્ટેમિના ઓછો છે, તેમણે આ ગોખરાના ચૂર્ણના સેવનથી ખૂબ સારો ફાયદો થાય છે. એક રૂપે કહીએ તો દેશી દવા તરીકે ગોખરુ ખૂબ સારું પરિણામ આપશે. આ માટે તમારે તમારી તાસીર અનુસાર ઉપર જણાવ્યા મુજબનો પ્રયોગ અથવા તો કોઈ આયુર્વેદિક ડૉક્ટર પાસે જઈને યોગ્ય સલાહ લઈને તેનો પ્રયોગ કરવો જોઈએ..
👉 ગોક્ક્ષુરાદી ચૂર્ણ : ગોખરુ, કોચના બીજ, શતાવરી, મનખા, ખરેટીના બીજ, ગંગેરનની જડ આ 6 વસ્તુને સમાન રૂપમાં લઈને તેનું ચૂર્ણ બનાવો. એક તોલામાં એક તોલું મીશ્રી મિક્સ કરીને સવારે તેને ગાયના દૂધમાં લેવાથી કામ શક્તિમાં વધારો થાય છે.
👉 વાયના રોગમાં ગોખરુ : વાયના રોગમાં આ ઔષધ ઉત્તમ છે. વાયના ઈલાજ માટે ગોખરાની તાજી લીલી જડ લઈને તેની ઉપરની છાલ 160 ગ્રામ લઈને તેને ચટણીની જેમ પીસી લો. તેને પિતલના વાસણમાં રાખો અને તેમાં 2560 ગ્રામ પાણી અને 600 ગ્રામ ઘી નાખીને તેને ધીમા તાપે ઉકાળો. તેનું પાણી તમામ બળી જાય તે બાદ તેને નીચે ઉતારીને ગાળી લો. આ ઘીને 4 તોલાની માત્રામાં સવાર- સાંજ લેવું અને તેના પર દૂધ લેવાથી વાયનો રોગ મટે છે.
જો ગોખરાના સેવનના ફાયદા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.