🍈 મિત્રો, તમે સીતાફળ વિશે અને તેના ફાયદા વિશે જાણતા જ હશો. સીતાફળના સેવનથી શરીરમાં અનેક ફાયદા થાય છે. તેમાં રહેલા વિટામીન્સ આંખો માટે અને હાડકાં માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ સીતાફળ ખાવાથી તમારી આંખોની રોશની વધી જાય છે અને હાડકાં પણ મજબૂત થાય છે. સિતાફળની પ્રકૃતિ ઠંડી હોવાથી મોઢામાં પડેલ ચાંદી અને પેટમાં થતી બળતરા પણ દૂર થાય છે. પરંતુ આજે અમે તમને આ આર્ટીકલમાં સીતાફળ નહીં પણ તેના બીજના ફાયદા જણાવીશું જેનાથી અમુક લોકો અજાણ હોય છે.
🍈 આપણે હંમેશા સીતાફળનું સેવન કર્યા બાદ તેના બીજ નાખી દેતા હોય છીએ. પરંતુ આ બીજ તમને ઘણો ફાયદો કરે છે. જે ઘણી બીમારીઓથી છુટકારો આપે છે. તેથી આજે અમે જણાવીશું સીતાફળના બીજનો ઉપયોગ કેવી રીતે કરવો.
🍈 સિતાફળના બીજથી થતાં ફાયદા :-
🍈 આજના સમયમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે અને આપણા વિજ્ઞાનિકો મેડિકલ રિસર્ચમાં પણ ખૂબ આગળ છે. તેઓ એક રિપોર્ટ દ્વારા જણાવે છે કે, સિતાફળના બીજથી કેન્સર જેવી ગંભીર બીમારી રોકી શકાય છે.
🍈 સિતાફળના બીજના ઉપયોગથી વાળને પણ ફાયદો થાય છે. આ ઉપાય કરવા માટે સિતાફળના બીજને એક દિવસ તડકામાં સૂકવી દો અને બીજા દિવસે બકરીના દૂધમાં આ બીજ નાખીને ક્રશ કરી નાખો હવે આ બનાવેલ મિશ્રણને માથામાં નાખવાથી તમારા વાળ કાળા અને લાંબા થવા લાગે છે.
🍈 જે લોકોને લોહીની સમસ્યા અથવા એનીમિયા જેવા રોગની સમસ્યા હોય તો સિતાફળના બીજ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. સિતાફળના બીજમાં રહેલ વિટામિન B કોમ્પ્લેક્સ લોહી માટે ખૂબ ફાયદાકારક હોય છે. ઉપરાંત બીજમાં મેગ્નેશયમ અને આયર્ન પણ હોય છે. જે શરીરમાં હિમોગ્લોબિનની માત્રામાં વધારો કરે છે. તેથી એનીમિયા જેવા રોગ દૂર થાય છે.
🍈 રોજ સવારે સિતાફળના બીજનું ચૂર્ણ 1 ચમચી સેવન કરવાથી શરીરમાં હાઇ બ્લડ પ્રેશરના રોગમાં રાહત મળે છે. ઉપરાંત ડાયાબિટીસ જેવી સમસ્યાથી બચાવે છે. કારણ કે, સિતાફળના બીજમાં ઓછી માત્રામાં સેચ્યુરેટેડફેટ રહેલું હોય છે. તેથી ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે.
🍈 સિતાફળના બીજના ઉપયોગથી તેમાં ભરપૂર માત્રામાં રહેલા વિટામિન C અને એન્ટિઓક્સિડેન્ટ તત્વો શરીરમાં ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરમાં રોગો સામે પ્રતિકાર આપતી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેના માટે સિતાફળના બીજને તડકે સૂકવી અને બીજા દિવસે તેનું ચૂર્ણ બનાવીને રોજ સવારે 1 ચમચી સિતાફળના બીજનું ચૂર્ણ 1 ગ્લાસ પાણી સાથે પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે
🍈 તો મિત્રો તમે સિતાફળના બીજથી થતાં ફાયદા વિશે વાકેફ થય જ ગયા હશો. તો હવે સીતાફળનું સેવન કરતી વખતે ક્યારેય તેના બીજ કચરામાં ફેકી ન દેવા જોઈએ.પરંતુ ધ્યાન રાખવું કે આ બીજના પ્રયોગ કરતી વખતે કોઈ જાણકારની નિગરાનીમાં કરવો અથવા ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવામાં આવે તો હિતાવહ સાબિત થાય છે.
જો સીતાફળના બીજ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.