શાસ્ત્રોમાં ઋષિ મુનીઓએ ગાય માતાના અનંત મહિમાનું વર્ણન કર્યું છે. તેના દૂધ,દહીં,માખણ,છાશ,મૂત્ર વગેરેથી ઘણા રોગો દુર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ગૌમૂત્ર એક મહા ઔષધી છે. ગોમૂત્રમાં પોટેશિયમ,મેગ્નેશિયમ ક્લોરાઈડ,ફોસ્ફેટ, અમોનીયા,કૈરોટીન તેમજ સ્વર્ણ ક્ષાર જેવા પોષક તત્વો રહેલા છે. માટે ગૌમૂત્રનું નિયમિત સેવન કરવામાં આવે તો મોટા મોટા રોગો પણ દુર કરી શકાય છે. તેમજ આજીવન તમને બીમારીથી બચાવે છે.
- સાંધાનો દુઃખાવો
સાંધાનો દુઃખાવા પર તમે ગૌમૂત્રનો બે રીતે પ્રયોગ કરી શકો છો. તેમાં સૌથી પહેલો પ્રયોગ છે કે જ્યાં સાંધાનો દુઃખાવો થતો હોય તે ભાગ પર ગૌમૂત્રનો સેંક કરવો.અને બીજો પ્રયોગ છે કે એક ગ્રામ સૂંઠના ચૂરણ સાથે એક ચમચીનું ગૌમોત્રનું સેવન કરવું. આ પ્રયોગથી સંધના દુખાવામાં રાહત મળે છે.
- મોટાપાની સમસ્યા દુર કરે છે – દાંતના રોગ
ગૌમૂત્રના માધ્યમથી તમે તમારા મોટાપા પર સરળતાથી નિયંત્રણ લાવવી શકો છો. તેના માટે અડધો ગ્લાસ તાજા પાણીમાં 4 ચમચી ગૌમૂત્ર, 2 ચમચી મધ તેમજ 1 ચમચી લીંબુનો રસ ઉમેરવો. ત્યાર બાદ તેનું નિયમિત સવારે ખાલી પેટ સેવન કરવું. ગૌમૂત્રનું નિયમિત સેવન કરવાથી એક મહિનાની અંદર વજન ઘટવાનું શરુ થઇ જશે. દાંતનો દુઃખાવો તેમજ પાયરીયમાં ગૌમૂત્રના ઉપયોગથી કોગળા કરવાથી લાભ મળે છે. આ ઉપરાંત મોંની દુર્ગંધ પણ દુર થાય છે. અડધી ચમચી ગૌમૂત્રમાં એક ચતુર્થાઉંસ ફટકડી ઉમેરી તેનું સેવન કરવાથી દાંતના રોગો દુર થાય છે.
- હૃદય રોગ
4 ચમચી ગૌમૂત્રનું સવાર સાંજ સેવન કરવાથી હૃદય રોગના દર્દીઓ માટે લાભકારી રહે છે. 🫀હૃદયને સ્વસ્થ રાખવા માટે ગૌમૂત્રનું દિવસમાં બે વખત સેવન કરવું. આ રીતે નિયમિત ગૌમૂત્રનું સેવન કરવાથી હૃદય સારી રીતે કાર્ય કરે છે. માટે હૃદય સંબંધી સમસ્યા ધરાવતા લોકોએ ગૌમૂત્રનું ખાસ સેવન કરવું જોઈએ. ગૌમૂત્રનું સેવન સવાર અને સાંજ કરવું જોઈએ.
- જીદ્દી કબજીયાતની સમસ્યા દુર થાય છે
જો તમને કબજીયાતની સમસ્યા છે તો તમારે રોજે સવારે ખાલી પેટે ગૌમૂત્રમાં અડધી ચમચી મીઠું ઉમેરી તેનું સેવન કરવું જોઈએ. આ રીતે ગૌમૂત્રનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા દુર થઇ જાય છે. આ ઉપરાંત પેટ સંબંધી ગેસ જેવી સમસ્યા પણ દુર થાય છે.
- ડાયાબીટીશ – પેટના કૃમિ
ડાયાબીટીશના રોગીઓએ રોજે નિયમિત ગૌમૂત્ર અવશ્ય પીવું જોઈએ. તેને પીવાથી સુગરનું સ્તર ઠીક રહે છે. આ ઉપરાંત જે લોકો રોજે ગૌમૂત્રનું સેવન કરે છે તેમણે સુગરની બીમારી થવાની સંભાવના બિલકુલ નહી બરાબર થઇ જાય છે. અડધી ચમચી અજમાના ચુરણમાં ચાર ચમચી ગૌમૂત્ર મિક્સ કરવું ત્યાર બાદ એક અઠવાડિયા સુધી તેનું સેવન કરવું. આ પ્રયોગથી પેટના કૃમિ નષ્ટ પામે છે.
- હોર્મોન્સનો વિકાસ સારી રીતે થાય છે – ખૂનની કમી દુર થાય છે
મહિલાઓમાં હોર્મોન્સ અસંતુલિત રહેવાની સમસ્યા વધુ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હોર્મોન્સ અસંતુલિત થવાના કારણે મહિલાઓ મોટાપાની શિકાર બની જતી હોય છે. લોહીની ઉણપ એટલે કે એનીમિયાની સમસ્યા છે તેવા લોકોએ ખાસ નિયમિત ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ. રોજે ખાલી પેટ ગૌમૂત્રનું સેવન કરવાથી એનેમીયાનો રોગ દુર થાય છે. તમે ગૌમૂત્રમાં ત્રિફળા અને ગાયનું દૂધ મિક્સ કરી તેનું સેવન કરવું.
- ચર્મ રોગ – આંખના રોગ
લીમડાની સાથે સવાર સાંજ ગૌમૂત્રનું સેવન કરવાથી રક્તદોષજન્ય ચર્મ રોગ નષ્ટ થઇ જાય છે. આ ઉપરાંત જીરાને પીસીને તેમાં ગૌમૂત્ર ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી ત્યાર બાદ તેને ચર્મ રોગ થયો હોય તે જગ્યાએ તેનો લેપ લગાવવો. તેનાથી ચર્મ રોગમાં ખુબ જ રાહત થાય છે. આંખમાં ધુંધણું દેખાતું હોય અથવા તો રતાંધણાપણું હોય તો તેના માટે કાળી વાછડીનું મૂત્ર તાંબાના પાત્રમાં ગરમ કરો. જ્યારે મૂત્ર ચોથા ભાગનું બચે ત્યારે ગેસ બંધ કરીને તેને ગાળી લેવું. ત્યાર બાદ તેને કાંચની શીશીમાં ભરી લેવું. ત્યાર બાદ સવાર-સાંજ તેનાથી આંખ ધોવી.
આ માહિતી કેવી લાગી? આવા બીજા આયુર્આવેદિક અને હેલ્થ ટીપ્સ વાળા બીજા સુંદર આર્ટીકલ માટે નીચેનું બ્લુ કલરનું LIKE નું બટન દબાવી દેજો. જેથી આવા બીજા સુંદર આર્ટીકલ તમે વાંચી શકો. – ધન્યવાદ. નીચે એક કોમેન્ટ પણ કરી દેજો કે આર્ટીકલ કેવો લાગ્યો.