🍌કેળાંના ગુણ વિશે વાત કરીએ તો તે અઢળક છે સામાન્ય દેખાતા કેળાં પૃથ્વી પરના સૌથી રસપ્રદ ફળોમાંના એક છે તેમ કહીએ તો તે બિલકુલ ખોટું નથી. કેમ કે તેનામાં ગુણ એટલા છે કે તે ગુણ નો ભંડાર છે. વનસ્પત્તિશાસ્ત્રીની નજરે, કેળાંએ ખરેખર એક પ્રકારે બેરી જ છે જે નાના નાના અનેક ઠળિયા વાળું ફળ છે.
🍌પૂરા વિશ્વમાં જે મુખ્ય પાક છે ઘઉં, ડાંગર અને મકાઈ તો ચોથા ક્રમે કેળાં આવે છે. માત્ર એક જ વર્ષમાં 100 અજબથી પણ વધુ કેળાં ખવાય છે. જે લોકો કેળાનું સેવન કરે છે તેઓનું એનર્જી લેવલ સામાન્ય વ્યક્તિ કરતાં વધુ રહે છે. તેનું કારણ તેની અંદર મળી આવતા આયર્ન, ફાયબર અને વિટામીન્સ છે.
🍌જો આપણે કેળામાં રહેલા તમામ તત્વોની વાત કરીએ તો કેળામાં વિટામિન A B C D G E Hપુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં ક્લોરિન, તાંબું, લોહ,મેંગેનિઝ, સોડિયમ, ગંધક વગેરે જેવા ખૂબ જ મહત્વના પોષક તત્વો સમાયેલ હોય છે. કેળામાં કેલ્શિયમ અને મેગ્નેશયમનું પ્રમાણ ફૉસ્ફરસ કરતાં પણ વધારે હોય છે.
🍌આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા કેળાનું સેવન કરવાની એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ કે તેનાથી તમને વિશેષ ફાયદો થાય છે. તો ચલો જોઈએ તેને કેવી રીતે બનાવવા અને ખાવા જોઈએ.
🍌 જે લોકોને રાતના સમયે ખૂબ જ મોડી ઊંઘ આવે કે આવતી જ ના હોય તેમના માટે આ ખૂબ જ બેસ્ટ એવો ઉપાય છે. જો કેળાને રાતના સમયે ઉકાળીને તેનું સેવન કરવામાં આવે તો તેનો ઘણો જ ફાયદો થાય છે. નાના બાળકો માટે પણ આ કેળાં ખૂબ જ ઉત્તમ છે.
🍌 જે લોકોને ઊંઘની સમસ્યા રહે છે તેમના માટે આ અકસીર એવી દવા કહી શકાય. એ લોકોએ રાતના સૂતા પહેલા કેળાંની છાલ સાથે ઉકાળીને તેની ચા બનાવીને પીવી જોઈએ જે ખૂબ જ કરગત એવો ઈલાજ છે. જો આ પ્રયોગ સતત પાંચ દિવસ કરવામાં આવે તો ઊંઘનો પ્રશ્ન હંમેશ માટે સોલ થઈ જશે.
🍌કેળાંની ચા કેમ બનાવવી : કેળાંની ચા બનાવવી એકદમ સરળ જ છે જો તમે એક વાર આ ચા ને બનાવીને પીશો એટલે તેનો સ્વાદ પણ તમને ચોક્કસ પસંદ આવશે. તો કેળાંની ચા બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક થી દોઢ કપ પાણીને ઉકાળવું પાણી બરાબર ઊકલી જાય એટલે તેમાં તજને અધકચરા ખાંડીને નાખો તેને એક મિનિટ સુધી ઉકાળીને પછી તેમાં છાલની સાથે નાના નાના ટુકડા કરેલ કેળાંને નાખીને પાંચ મિનિટ ઉકળવા દો. ત્યાં તે ચડી જાશે. હવે આ ચાને ગાળતા પહેલા કેળાને થોડા મસળી નાખો જેથી તે લિક્વિડ જેવા બની જાય. બાદ તેને ગાળીને થોડી ગરમ હોય ત્યાં જ પીવાના ઉપયોગમાં લઈ શકાય છે.
🍌જો આ ચા માત્ર પાંચ દિવસ રેગ્યુલર પીવામાં આવે એટલે ઊંઘની સમસ્યા તમારાથી દૂર નાસી જાય છે અને ઘસઘસાટ મીઠી ઊંઘ આવી જાય છે. આ ચા પીવાથી એક અનોખી જ તાજગીનો તમને એહસાસ થશે. બીજા દિવસે ખૂબ જ સ્ફૂર્તિની સાથે દરેક કામમાં તમારું મન પણ લાગશે. એકવાર ચોક્કસ આ ચાને ટ્રાઈ કરી જુઓ.
જો કેળાંની ચા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.