👉 આપણા શરીરને જો પોષણ યુક્ત આહાર આપવામાં આવે તો આપણે વાતાવરણના ફેરફારને લીધે થતી માંદગી અને ઘણી બીમારીના ચેપ લાગવાથી બચી શકીએ છીએ. ઉપરાંત આપણું શરીર પણ મજબૂત થઈ શકે છે. પરંતુ આજના સમયમાં બધા લોકોને બહારનું ભોજન વધારે ભાવે છે અને તેમાં ઘણા નુકશાનકારક કેમિકલ્સનો પણ પ્રયોગ થયેલો હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકશાનકારક સાબિત થાય છે. છતાં લોકો તેનું સેવન વધારે માત્રામાં કરતાં હોય છે.
👉 જેના કારણે ઘણી બીમારીનો સામનો કરવો પડે છે. ઉપરાંત શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. જેના કારણે કોઈ પણ રોગ શરીરમાં ઘર કરી જાય છે.
👉 આજે અમે તમારા માટે આ આર્ટીકલમાં એવી એક ઔષધિના આયુર્વેદિક ઉપાય લઈને આવ્યા છીએ. કે જેનાથી તમારું શરીર એકદમ સ્ટ્રોંગ થઈ જશે અને તમને કોઈ પણ બીમારીનો જલ્દીથી ચેપ પણ નહીં લાગે. અમે વાત કરી રહ્યા છીએ કાળા ચણાની જેને આપણા આયુર્વેદમાં એક અમૂલ્ય ઔષધિ સ્વરૂપે માનવામાં આવે છે. જેના ઉપાયોને આપણે વિગત વાર જાણીશું.
👉 કાળા ચણાનો ઉપયોગ :-
👉 કાળા ચણાનું સુપ બનાવવા માટેની સામગ્રી :- 1 ચમચી શેકેલું જીરું, 1 ચમચી દેશી ઘી, 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 કપ બાફેલા ચણા અને તેનું વધેલું પાણી.
👉 કાળા ચણાનું સુપ બનાવવા માટેની પ્રોસેસ :- આ સુપ બનાવવા માટે તમારે સૌપ્રથમ એક પાત્ર લેવું અને તેમાં 1 મુઠ્ઠી ચણા નાખવા. ત્યાર બાદ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી અને બાફવા મૂકી દેવા સરખી રીતે બફાઈ જાય ત્યારે તેને એક અલગ પાત્રમાં કાઢી લેવા અને સાથે તેનું પાણી પણ તેમાં રાખવું. મિક્સરમાં આ બધુ સરખી રીતે ક્રશ કરી અને પેસ્ટ તૈયાર કરી લેવી
👉 હવે એક બીજું પાત્ર લેવું અને તેમાં દેશી ઘી ઉમેરી અને ગરમ કરવું. ત્યાર બાદ તેમાં 1 ચમચી શેકેલું જીરું અને કાળા મરીનો પાવડર ઉમેરવો પછી તેને સરખી રીતે હલાવી લેવું. ત્યાર બાદ તેમાં ચણાની પેસ્ટ ઉમેરી અને સરખી રીતે હલાવી લેવું જેનાથી તૈયાર થઈ જશે તમારું લાજવાબ ટેસ્ટ ફૂલ સુપ.
👉 કાળા ચણાના સુપથી થતાં ફાયદાઓ :-
👉 હદયને સ્વસ્થ રાખે છે :- બહારના ભોજનનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો થઈ જાય છે. જે આપણા હદય માટે ખૂબ નુકશાનકારક સાબિત થાય છે. હાઈ કોલેસ્ટ્રોલ હોવાથી હાર્ટ અટેક જેવી સમસ્યાનો પણ વ્યક્તિ ભોગ બને છે. આવી સમસ્યાથી પણ કાળા ચણાનું સુપ બચાવે છે. જેનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા કંટ્રોલમાં રહે છે અને હદય પણ સ્વસ્થ રહે છે.
👉 મોટાપાની સમસ્યાથી છુટકારો :- આજના સમયમાં લોકોને સૌથી વધુ પરેશાન કરતી સમસ્યા હોય તો એ છે મોટાપાની સમસ્યા જે એક વાર શરીરમાં આવી જાય તો તે જવાનું નામ લેતી નથી.. જેને પણ કાળા ચણાના સુપ દ્વારા દૂર કરી શકાય છે.
👉 ડાયાબિટીસની સમસ્યામાં રાહત :- ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે અને બેઠાડુ જીવન હોવાથી ડાયાબિટીસની સમસ્યા થાય છે. જેનાથી લોહીમાં શુગર લેવલ વધી જાય છે જે શરીર માટે ખૂબ નુકશાન કારક સાબિત થઈ શકે છે. જેને પણ કાળા ચણાના સુપ દ્વારા કંટ્રોલમાં લાવી શકાય છે.
👉 એનીમિયાની સમસ્યામાં રાહત :- પોષણ યુક્ત આહારનું સેવન ન કરવાને કારણે શરીરમાં હિમોગ્લોબિનની માત્રામાં સારો એવો ઘટાડો આવી જાય છે. જેને એનીમિયાની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પણ કાળા ચણાનું સુપ પીવાથી રાહત મળે છે અને હિમોગ્લોબિનની માત્રા વધવા લાગે છે.
👉 સાંધાના દુખાવામાં રાહત :- આજના સમયમાં ઘણા લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય છે. જેને દૂર કરવા તેઓ અનેક ઉપાયો અને દવાઓનો સહારો લેતા હોય છે. પરંતુ તેમાંથી રાહત મળતી નથી. પરંતુ જો તમે કાળા ચણાના સુપનું સેવન કરશો તો સાંધાના દુખાવામાં રાહત મળી જશે. કારણ કે ચણામાં ખૂબ સારી એવી માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. જે આપણા હાડકાં માટે ખૂબ ફાયદા કારક સાબિત થાય છે.
👉 પેટની સમસ્યા દૂર કરી પાચન શક્તિ વધારે છે :- ઘણા લોકોને પેટની સમસ્યા હોય છે. જેમાં ગેસ, અપચો, પેટનો દુખાવો, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યા હોય છે. જેમાં પણ કાળા ચણાના સુપથી રાહત મળે છે. કારણ કે, આ સુપમાં કાળા મરી અને શેકેલા જીરુંનો પ્રયોગ થયેલો હોય છે. જેથી પેટની સમસ્યા દૂર થઈ જાય છે અને પાચન શક્તિમાં પણ વધારો થાય છે.
જો આ કાળા ચણા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.