💁♀️ કોઇપણ મહિલાને પીરિયડ્સ કે માસિક ધર્મ વખતે ખૂબ પીડા સહન કરવી પડતી હોય છે. તેને એ દિવસોમાં થાક ને સુસ્તીની તકલીફ થાય છે. તે સિવાય નાની-નાની વાતો પર ગુસ્સો, સ્ટ્રેસ, ડિપ્રેશન, બીપીની ફરિયાદ, કારણ વગરનું રડું આવવું વગેરે જેવી સમસ્યા રહેતી હોય છે.
💁♀️ તે વખતે શારિરીક અને માનસિક બંને રીતે કોઈપણ મહિલા સ્વસ્થ હોતી નથી. અમુક મહિલા તેનાથી છુટકારો મળે તેના માટે દવાનો સહારો લેતી હોય છે. પરંતુ તે લાંબા ગાળે હાનિકારક સાબિત થાય છે. તમને આજે એક ઉપાય જણાવીશું બોલિવૂડની એક્ટ્રેસ સોનમ કપૂર પણ પીરીયડ્સ દરમિયાન તેનો સહારો લે છે.
💁♀️ તે છે આદુની ચા. જે હેલ્ધી ડ્રિંક તરીકે કામ કરે છે. તેનાથી દુખાવો દૂર થાય સાથે સાથે તણાવમાંથી છુટકારો મેળવી શકો છો. તેના બીજા પણ ઘણાં ફાયદા છે તેના વિશે માહિતી મેળવીએ.
💁♀️ પીરિયડ્ ફ્લો- એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે જો ત્રણ મહિના સુધી કોઈપણ સ્વરૂપે આદુનું સેવન કરવામાં આવે તો માસિક વખતે રક્તસ્ત્રાવ ઓછો થાય છે. જો પીરિયડ્સનો બ્લડ ફ્લો વધી જાય તો તમે આદુની ચા બનાવી પી શકો છો.
💁♀️ દુખાવામાં આરામ- વધારે પડતો દુખાવો થાય તો તે સમયે તમે આદુવાળી ચા બનાવી પી શકો છો. તેમાં પ્રાકૃતિક રીતે દુખાવાને દૂર કરવાનો ગુણ રહેલો છે. તે સિવાય આદુમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ પણ છે. જે દુખાવામાં તમને આરામ આપશે. એટલું જ નહીં માસિક ધર્મના થોડા દિવસ પહેલા જો દુખાવો કે ઉલ્ટી, ઉબકાં જેવું લાગે તો આદુની ચા બનાવી પી જવી જરૂરથી આરામ મળશે.
💁♀️ સોજામાં રાહત- આદુમાં જીન્ગીબેન નામનું એક એન્જાઈમ રહેલું હોય છે. જે શરીરમાં આવતા સોજાને દૂર કરે છે. સાથે તમારા મૂડને પણ સારો બનાવે છે. જીન્ગીબેન પ્રોસ્ટાગ્લાઈન્ડ નામના એક ઇમ્ફ્લેમેટરી કેમિકલને ઉત્પન્ન થતું અટકાવે છે. આ કેમિકલ ગર્ભાશયના સંકોચન માટે ઘણા ખરાં અંશે જવાબદાર હોય છે. જ્યારે બોડીમાં પ્રોસ્ટાગ્લાઈન્ડનો વધારો થાય છે. ત્યારે સંકોચન થવાનું શરૂ થાય અને તેના લીધે ઉબકા પણ આવવા લાગે છે.
💁♀️ આ રીતે બનાવવી ચા- સૌ પ્રથમ 2 થી 3 ઇંચનો આદુનો ટુકડો લેવો. તેને ક્રશ કરી લો. પછી આદુને એક કપ પાણીમાં નાખી ઉકાળવું. અને તેને પાણી અડધું ન થાય ત્યાં સુધી ઉકાળો. પછી તેને ગાળી લેવું. તેમાં સ્વાદ જોઈતો હોય તો ખાંડની જગ્યા પર મધ અને લીંબુનો રસ એડ કરવો. આ ચા તમે દિવસમાં બેથી ત્રણ વખત પી શકો છો.
💁♀️ વધારે સેવનથી થતું નુકસાન- મોટાભાગની મહિલાને પહેલા દિવસે દુખાવો વધારે થતો હોય છે. તો તેના માટે આદુનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ. તેનાથી દુખાવામાં રાહત મળશે. પરંતુ કેટલીક મહિલાને આ પ્રકારની ચા અનુકૂળ આવતી હોતી નથી. તેના લીધે શરીરમાં ઘણી તકલીફ થવા લાગે છે. જેમ કે પેટની તકલીફ, ઓડકાર આવવા, છાતીમાં બળતરા, ગેસનો પ્રોબ્લેમ વગેરે થઈ શકે છે. એટલા માટે આ ચાનું સેવન પર્યાપ્ત માત્રામાં કરવું જરૂરી છે.
💁♀️ આટલી વાત ધ્યાનમાં રાખો- કેટલાક ડૉક્ટરોનું કહેવું છે કે ઘણી મહિલાઓને આદુના સેવનથી બ્લડ ફ્લો વધી જતો હોય છે. તેના કારણે બ્લીડિંગ વધુ થાય છે. તો આદુનું સેવન તે સમયે બંધ કરી દેવું જોઈએ. બાકી આ સમયે ઉબકાં આવતા હોય તો આદુનું સેવન જરૂર કરવું. જે તમને આ પ્રોબ્લેમથી છુટકારો અપાવશે.
જો માસિક ધર્મની તકલીફો વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.