💁દોસ્તો, આજના સમયમાં નાના-નાના લોકોને પોતાના શરીરની તંદુરસ્તી જાળવવા માટે નુસ્ખાઓ અપનાવવા પડે છે કેમ કે આજનો ખોરાક કંઇક એવો છે જેના કારણે લોકો નાની ઉંમરમાં કોઈને કોઈ બીમારીનો ભોગ બનતા હોય છે. તો આજે અમે તમારા માટે એક એવી ચા વિષે જણાવવા જઈરહ્યા છીએ કે જે પીવાથી જીવનભર તંદુરસ્ત શરીર રાખી શકાય છે.
💁લોકો પોતાના શરીરને નીરોગી રાખવા માટે વિવિધ ટી પીવે છે જેવી કે બ્લેક ટી, ગ્રીન ટી અને હવે તો માર્કેટમાં એક વિશેષ કહી શકાય તેવી હર્બલ ટી પણ મળી રહે છે. આ ટી લોકોને તંદુરસ્તીની સાથે સાથે એક નવી તાજગી પણ આપે છે. તો આજે અમે તમને એક એવી જ ચા વિશે જણાવવાના છીએ કે જે અનેક રોગોમાં ખૂબ જ ઉત્તમ ઔષધ સમાન છે. એ ચા છે જાસુંદના ફૂલની ચા. આ ચા એ એક હર્બલ ટી જ છે જે તમને તંદુરસ્તી આપશે. આ ચા પીવાથી ડાયાબિટીસથી વજન ઘટાડવા સુધીની તકલીફોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
💁ચા બનાવવાની રીત : આ માટે 2 કપ જેટલું પાણી લો. આ પાણીમાં જાસુંદના ફૂલ ઉમેરો. આ પાણીને ગેસની મીડિયમ આચે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એ પાણી અડધો કપ ના રહે. હવે આ પાણીને તમારે ગાળીને તેમાં 1 ટી સ્પૂન મધ, ચપટી સંચળ, થોડું મીઠું, અને થોડો મરી પાઉડર ઉમેરીને તેને બરાબર હલાવો. આ ચા તમે દિવસમાં 2 વાર પણ પિય શકો છો. આ ચા એન્ટિ ઓક્સિડન્ટથી ભરેલી છે તેને પીવાના ખૂબ જ ફાયદાઓ છે તો ચાલો જોઈએ જસુંદનો ચાના ફાયદા.
💁લિવરની તકલીફ માટે ઉત્તમ : જે લોકોને લીવર સંબંધી કોઈ નાની-મોટી મુશ્કેલી રહેતી હોય તેઓ માટે આ જાસુંદની ચા ખૂબ જ ફાયદાકારક ઔષધિ છે. આ ચા બને તો દિવસમાં 2 વાર પીવી જ જોઈએ. જેનાથી લિવરની તકલીફ દૂર થાય છે.
💁વજન ઘટાડવા માટે ઉપયોગી : જે લોકો પોતાના વજનને ઘટાડવા માંગે છે તે લોકો આ જાસુંદની ચા પિયને પોતાનો વજન ઓછો કરી શકે છે. જસુંદની ચા ખૂબ જ થોડા સમયમાં તમારો વજન ઓછી કરી શકે છે.
💁કેન્સર જેવી બીમારીથી તમને બચાવી શકે : જાસુંદની ચામાં એ ગુણ છે કે જે કેન્સરથી કોશિકાઓને ફેલાતી રોકવામાં મદદ કરે છે. આમ કેન્સર જેવી બીમારીને અટકાવી શકે છે.
💁બ્લડપ્રેશર કે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે : જે લોકોને હાઇબ્લડપ્રેશર જેવી તકલીફ રહ્યા જ કરતી હોય તેઓ માટે આ જાસુંદની ચા ખૂબ જ ઉત્તમ છે. આ લોકો જો દિવસમાં બે વાર જાસુંદની ચા પીવે તો તેનો ઘણો જ ફાયદો તેઓને થઈ શકે છે.
💁પિરિયડની અનિયમિતતા માટે : મહિલાઓને જો પિરિયડ સંબંધી તકલીફ રહેતી હોય તો તેઓને માટે આ ચા ખૂબ જ ઉત્તમ ઔષધ છે. તેને જો રેગ્યુલર પીવામાં આવે તો પિરિયડ નિયમિત થઈ શકે છે.
💁ડિપ્રેશન દૂર કરવા માટે ઉત્તમ ઈલાજ : જે લોકોને આ ડિપ્રેશન જેવી તકલીફ રહે છે તેમના માટે આ ચા ઔષધ છે આ પીવાથી માઇન્ડ એકદમ ફ્રેશ થાય છે અને મગજ શાંત બને છે જેથી તણાવ મુક્ત બનીને શાંતિનો અનુભવ થાય છે. જો માથામાં દુખવાની તકલીફ હોય તો તે પણ આ ચા દૂર કરે છે.
જો આ જાસુંદના ફૂલની ચા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.