👉એ વાત સૌ કોઈ જાણે છે કે કેસર એ ખૂબ જ કિંમતી અને સ્વાસ્થ્ય વર્ધક ચીજ છે. કેસરને લાલ સોના તરીકે પણ લોકો ઓળખે છે. આયુર્વેદીક ગ્રંથોમાં કેસરને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. કેસરને નાના-મોટા સૌ કોઈ ઉપયોગમાં લઈ શકે છે. કેસરનું સેવન કરીને અનેક અસાધ્ય એવી બિમારીઓને પણ મટાડી શકાય છે.
👉કેસરના ઉપયોગ દ્વારા જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તો તેમને તેમાં સફળતા મળે છે. આ પ્રયોગ મહિલાઓ કરે તો તેને વજન તો ઓછું થાય જ છે તેની સાથે સાથે તેની સુંદરતામાં પણ વધારો થાય છે. તો આજના આ આર્ટિકલમાં અમે તમને એક મહિલા કે જેનું નામ છે રીટા. એ મહિલાને કેસરનું પાણી પીવાથી જે ફાયદો થયો તેના વિશે તે પોતાના અનુભવ કહે છે જે અમે તમને જણાવવા જઈ રહયા છીએ.
👉 રીટા ખુદ જણાવે છે કે પોતે પોતાનો વજન ઓછો કરવા માટે અને સુંદર એવી ત્વચા મેળવવા માટે બીજા ઘણા જ ઉપાયો કરે છે. તે ઘણા મોંઘા કહી શકાય તેવા પણ ઉપાયો કરી જુએ છે અને અંતે તે કહે છે કે આટલા ઉપાયો કરવાથી તે થાકી ગઈ. વધુમાં તે જણાવે છે કે આટલા ઉપાયોના અંતે તેને પોતાના દાદીની સલાહ લીધી અને તેના દાદી તેને કેસરનું પાણી પીવાની સલાહ આપે છે. તો ચાલો જોઈએ કે રિટાને કેસરનું પાણી પીવાથી શું ફાયદો થયો.
👉 કેસરનું પાણી પીવાના ફાયદા : રીટા જણાવે છે કે તે કેસર પાણી સતત એક મહિનો સુધી પીવે છે તેને આ પાણીના ફાયદા જણાય છે. તે જણાવે છે કે પોતાના વજનને ઓછું કરવા માટે તે ખૂબ જ મહેનત કરતી હતી ત્યારે તેને તેના દાદીએ આ કેસર પાણી વિશે અને તેના ફાયદા વિશે જણાવ્યું.
રિટાએ તેના દાદીની વાત સાંભળીને સૌથી પહેલા તે ગૂગલ પર સર્ચ કરીને તેના વિશે જાણે છે. આ પછી તેને પૂરો વિશ્વાસ બેસે છે કે જરૂર કેસરમાં એવા ગુણ છે કે જે લેડિસ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેસરમાં એવા ગુણ છે કે તે લેડિસને તેના પિરિયડથી લઈને તેની સુંદરતા સુધી ફાયદો પહોંચાડી શકે છે.
👉આમ, કેસરમાં અનેક ગુણ છે જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશ્યમ, સલ્ફર, ઝીંક, સેલેનિયમ, વિટામિન- A, ફોલિક એસિડ. આ કેસરનું નિત્ય સેવન લોકોને ડિપ્રેશન અને કેન્સર જેવી અસાધ્ય બિમારીઓમાંથી પણ બચાવે છે. ત્યારે રીટા આ કેસર પાણીને સવારે નઈણા એટલે કે ખાલી પેટે જ પીવાનું શરૂ કરે છે. તો ચાલો આગળ તેને કેવી રીતે બનાવવું અને તેના ફાયદા વિશે જોઈએ.
👉કેસર પાણી કેવી રીતે બનાવવું : કેસરવાળું પાણી બનાવવું એકદમ ઇઝી છે તેના માટે એક ગ્લાસ જેટલું પાણી લઈને તેને ગરમ કરો, બાદ તેમાં કેસરના 6 થી 7 તાતણા નાખો અને 1 મિનિટ તેને ઉકાળીને નીચે ઉતારી લો. ઠંડુ પાડીને પીવાના ઉપયોગમાં લો. આ પાણી પીવાનો ફાયદો મેળવવા માટે તેને સતત એક મહિનો પીવું જોઈએ.
👉 ચા કે કોફી કરતાં શ્રેષ્ઠ: મોટા ભાગની મહિલાઓને સવારે ચા કે કોફીની આદત હોય છે તેને માટે આ કેસર પાણીએ એક હેલ્ધી ડ્રિંક પણ બની રહે છે કેસર પાણી પીવાથી તેનું આરોગ્ય સારું રહે છે. ચા કે કોફી નુકસાન કરતાં છે તેનાથી પણ આ કેસર પાણી તમને બચાવી શકે છે.
👉સ્કીન માટે બેસ્ટ : ખાસ તો મહિલાઓ પોતાની સ્કિનનું વિશેષ ધ્યાન રાખતી હોય છે. અને જે ચીજ આપણી સ્કિનને અનુકૂળ આવે તે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો સ્કિનને એકદમ લચિલી અને ચમકદાર બનાવવા માટે તેને કેસર અને કારેલનો રસ લગાવવામાં આવે તો તે નીખરી ઉઠે છે.
👉ચેહરા પરના ખીલ અને દાગધબ્બા માટે : ઘણા લોકોને ચેહરા પર આ ખીલ કે દાગધબ્બાનો પ્રશ્ન રહે છે તો તેમને આ રીતે ખાલી પેટે કેસર પાણી પીવાથી ખીલ થતાં બંધ જ થઈ જાય છે. અને જે જૂના દાગ હોય છે તે પણ એક મહિનામાં દૂર થાય છે.
👉ખરતા વાળ માટે : જો તમારા વાળ વધારે ખરે છે તો તેના માટે પણ આ કેસરવાળું પાણી જ ઉત્તમ છે તેને જો સતત એક મહિનો જેટલો સમય રેગ્યુલર પીવામાં આવે તો વાળ ખરવાના બંધ થાય છે.
👉 શરદી કે તાવ માટે : જ્યારે કોઈ આવી સિઝનની બીમારી લાગુ પડે જેમ કે શિયાળા કે ચોમાસામાં શરદી કે તાવ હોય તે સમયે પણ આ ગુણમાં ગરમ એવું કેસર ખૂબ જ ફાયદો પહોંચાડે છે.
👉 માસિકધર્મ સમયે થતી તકલીફ માટે : ઘણી મહિલાઓને એવી તકલીફ હોય છે કે માસિક બરાબર આવતું નથી અને દુખાવો પણ વધારે થાય છે. તો તેના માટે આ કેસર પાણી સારો ઉપાય છે. આ તકલીફવાળી બહેનો માસિકના પાંચ દિવસ પહેલા કેસરનું પાણી પીવાનું ચાલુ કરે એટલે માસિક બરાબર આવશે અને પેઈન પણ નહિ થાય. પરંતુ જેમને વધારે માસિકની તકલીફ છે તેમણે એ દિવસોમાં આ પાણી ના પીવું જોઈએ.
જો આ કેસરના સેવન વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.