લોકોને સવાર સવારમાં નાસ્તામાં દહીનો ઉપયોગ નહીં ગમતો હોય પણ તેને આજે જણાવીશું કે સવારે નાસ્તામાં એક નાની વાટકી દહી ખાવાથી કેટલા ફાયદાઓ થાય છે. આજે ફાયદા જાણીને તમે રોજે દહી ખાવાનું શરૂ કરી દેશો. લગભગ બધાને સવારમાં નાસ્તા સાથે શું પીવાનું પસંદ હશે તે મારે જણાવાની જરૂર નથી બધા તેનું સેવન કરતાંજ હોય છે.
દહીમાં શરીરમાટે જેટલું જરૂરી પોષણ છે, તે મળી રહે છે કેલ્શિયમ, વિટામીન્સ વગેરે ભરપૂર મળે છે તેનાથી શરીરમાં થતાં નાના રોગોને અંદરજ ખત્મ કરે છે અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. ગોળ ખાવાથી શરીરમાં કેટલા ફાયદા થાય છે તે જાણતા જ હશો અને જો તે દહી સાથે મળી જાય તો, ફાયદા ડબલ કરે છે. અત્યારના સમય પ્રમાણે લોકોને ભોજનમાં શું શું લેવું તે સમજાતું નથી તેના કારણે અપચો, કબજિયાત, પાચનશક્તિ નબળી પડે છે.
પાચનમાં સમસ્યા વધારે લોકોના બેઠા બેઠા કામ કરવાના લીધે થાય છે કેમકે, લોકોની જિંદગી કામમાં જ વધારે નીકળે છે શરીર માટે કોઇની પાસે સમય રહેતો નથી. તેનાથી ખાવાનું સમયસર પચતું નથી અને અપચા જેવી સમસ્યા ઊભી થાય છે તેની માટે એક નાની વાટકી દહી રોજે સવારે ખાવી તેની અંદર થોડી મરી પીસીને મેળવી દેવાથી અપચાની સમસ્યામાં રાહત આપશે તેની સાથે સાથે શરીરને કસરત કરાવો.
તાંબાના વાસણમાં રાખેલું દહી કેટલું ગુણ કરે છે તે લગભગ ઓછા લોકો જાણતા હશે કારણકે તાંબાના વાસણમાં રાખેલા દહીથી વાળ વધારવામાં મદદ મળે છે. રોજે એક તાંબાનો વાટકો હોય તેની અંદર દહી નાખી તે ડાહીને ખૂબ તેમાં ઘસવું જેનાથી દહીનું રંગ બદલાઈ જાય પછી તે દહીને માથાના ભાગમાં જ્યાં વાળ જલ્દીથી ખરતા હોય છે ત્યાં લગાવું તેનાથી વાળ ખરવાની સમસ્યા ધીરે ધીરે ઓછી થતી જશે.
લોકોને માટે જેટલું દહી ફાયદો કરે છે તેટલુજ નાના બાળકોને પણ તેનો ફાયદો થાય છે નાના બાળકોને સૌથી જરૂરી વસ્તુ છે માતાનું દૂધ તેની પછી વધારે ફાયદાવાળું ભોજન છે દહી જેનાથી બાળકોની ઇમ્યુનિટી વધારે છે. બાળકોને નાની નાની બીમારીથી દૂર રાખે છે.
કામના ટ્રેસના કારણે લોકોને માથા દુખવાની સમસ્યા વધારે હોય છે તે માટે પેલો ઉપાય તો, લોકોને કામનો ટ્રેસ ઓફિસ અથવા જે પણ કામ કરતાં હોય છે ત્યાં મૂકીને આવવું. બીજી વસ્તુ છે દહી જે તમારા માથાના દુખાવામાં કંટ્રોલ કરાવશે. પણ દહી સાથે ભાતનું સેવન જરૂરી છે દહી અને ભાત બંને મિક્સ કરીને સેવન કરવાથી રોજે થતો માથાનો દુખાવો અટકાવે છે.
અત્યારના યુગમાં ખાવા પીવામાં ખુબજ ફેટ વાળું ભોજન આવે છે પીઝા, બર્ગર, નુડલ્સ, પરાઠા જેવી ઘણી વસ્તુ છે જેનાથી શરીરમાં ચરબી વધારવા માટે આસાન રીત છે પણ પછી ચરબી ઘટાડવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. અત્યારે તમને ખબર નહીં હોય કે દહીના સેવનથી ચરબી પણ ઉતારવામાં મદદ મળે છે. રોજે અર્ધી વાટકી દહી સવારે લેવાથી શરીરમાં વધારાની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. તેનું કારણ છે દહીમાં વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે જે વધતી ચરબી અટકાવે છે.
અત્યારે જોયું કે દહીમાં કેલ્શિયમ વધારે જોવા મળે છે. તેનાથી હાડકાને મજબૂત કરવામાટે જરૂરી છે તો આજથી જ હાડકાને મજબૂત કરવા માટે રોજે અર્ધી વાટકી દહીનું સેવન કરવાનું ચાલુ કરી દો. દહીમાં કેલ્શિયમની સાથે સાથે ઘણા વિટામીન્સ પણ રહેલા છે જેવાકે, વિટામિન D, વિટામિન B-12 જેની આપણાં શરીરને ખૂબ જરૂર રહેલી છે.
દહીના કારણે આપણી પાચનશક્તિ પણ વધારે થાય છે જે પણ જમવાનું ભારે હોય છે પચવામાં સમય લાગે છે. જો તમે રોજે દહીનું સેવન કરતાં હશોતો, તે ભોજનને પચાવવામાં સમય નહીં લાગે કારણકે દહી ભોજનની પચવાની પ્રક્રિયા એક સાથે ચાલુ રાખે છે જેનાથી ખાવાનું પચવામાં સમય નહીં લાગે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.