🧅 ડુંગળી દરેકના રસોડાનું મહત્ત્વ પૂર્ણ અંગ છે. જેમ આપણા શરીરમાં દરેક અંગનું મહત્ત્વ છે. એવી જ રીતે ડુંગળીનું પણ રસોઈમાં એક આગવું મહત્ત્વ છે. તે રસોઈનો સ્વાદ વધારે છે. લગભગ મોટાભાગની વાનગીમાં તે ઉમેરવામાં આવે છે. શાકભાજી હોય, માંસાહારી હોય, શાકાહારી હોય કે દાળ હોય કોઈપણ વસ્તુ હોય તેનો ઉપયોગ થતો હોય છે.
🧅ડુંગળીની અલગ-અલગ જાતો પણ જોવા મળે છે. તેના કલર પણ અલગ અલગ હોય છે. જેમ કે લાલ, સફેદ, પીળા રંગ. આપણે લાલ ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ. લાલ ડુંગળી સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પણ તમને જણાવીએ કે સફેદ ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
🧅ડૉક્ટરો પણ નિયમિત ડુંગળીનું સેવન કરવાની સલાહ આપતાં હોય છે. જેનાથી અનેક બીમારીઓ દૂર રહે છે. તે સિવાય સ્ત્રીઓમાં વંધત્વની સમસ્યા સફેદ ડુંગળી દૂર કરે છે. સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે સફેદ ડુંગળી બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.
🧅ડુંગળીમાં રહેલા પોષક તત્વો– સફેદ ડુંગળીમાં ઘણાં પોષક તત્વો રહેલા છે, જેમ કે સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઇડ્રેટ્સ, સેચ્યુરેડેટ ફેટ, ફાઈબર, પાણી, પ્રોટીન, કેલરી, કોલેસ્ટ્રોલ, વિટામિન-એ, સી વગેરે સારી એવી માત્રામાં રહેલા છે. તેને ખાવાથી શરીરને શું ફાયદા થાય તે જોઈએ.
🧅ઘણાં લોકો તેનો મુરબ્બો બનાવીને પણ સેવન કરતાં હોય છે. તેનાથી પણ શરીરને લાભ થાય છે. તો તેની માહિતી પણ મેળવીશું. સાથે ડુંગળીનો મુરબ્બો કેવી રીતે બને તેની રીત જોઈશું.
🧅સફેદ ડુંગળીના સેવનથી થતાં ફાયદા-
🧅નવા કોષોનું નિર્માણ- શરીરમાં જૂના કોષો મૃત થઈ જાય છે. અને નવી કોષિકાઓ બને છે. નવી કોષિકા શરીરમાં બને તેના માટે સફેદ ડુંગળીનો મુરબ્બો ફાયદો કરે છે. રોજ રાત્રે તેનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે.
🧅ફેસ માટે- ચહેરાનો રંગ આ મુરબ્બાના સેવનથી બદલાય જાય છે. સ્કીનને લગતાં જે કોઈ પ્રોબ્લેમ હોય દૂર થાય છે. સફેદ ડુંગળીમાં વિટામિન-સી રહેલો હોય છે. જેના લીધે સ્કીન પર ગ્લો આવે છે અને સુંદર પણ થાય છે.
🧅ડાયાબિટીસ- સફેદ ડુંગળી ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ દવાથી ઓછી નથી, કારણ કે જો તેને નિયમિત ખાવામાં આવે તો બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરે છે.
🧅પાચન સંબંધી- જો કોઈને પાચન સંબંધી તકલીફ રહેતી હોય તો સફેદ ડુંગળીનું સેવન કરવું જોઈએ. ઘણી વખત એટલા માટે સલાડમાં સામેલ કરવામાં આવતી હોય છે. સફેદ ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પ્રીબાયોટીક્સ હોય છે. જે પેટ માટે લાભદાયી છે.
🧅જો નિયમિત ડુંગળીનું સેવન કરવામાં આવે તો પેટમાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે. જેથી પેટને લગતી સમસ્યામાં લડવા માટે શક્તિ ઉત્પન્ન કરે છે. મોટાભાગના લોકોનું પેટ ગરમીની સીઝનમાં વધારે ખરાબ થઈ જાય છે. તો સફેદ ડુંગળીના મુરબ્બાનું સેવન જરૂર કરવું જોઈએ.
🧅જાતિય શક્તિ– ડુંગળીને જાતિય શક્તિ વધારવા માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તેમાં રહેલા ગુણ જે જાતિય શક્તિમાં વધારો કરે છે. કોઈ વ્યક્તિ સફેદ ડુંગળીના મુરબ્બાનું રોજ સેવન કરે તો તેની જાતિય શક્તિ વધે છે.
🧅રોગપ્રતિકારક શક્તિ- ઘણાં લોકોનો ઇમ્યુનિટી પાવર સાવ નબળો હોય છે. તો આ ડુંગળીના સેવનથી સારી રીતે વધે છે. રોગપ્રતિકારક શક્તિ વધતાં ઘણાં પ્રકારના ચેપથી તમને રક્ષણ મળશે. સફેદ ડુંગળીમાં વિટામિન-સીનું પ્રમાણ સારું રહેલું હોય છે. તેનો મુરબ્બો ખાવો જોઈએ.
🧅કેન્સર- કેન્સર ખૂબ જ ગંભીર રોગ છે, જો તેને પ્રારંભિક તબક્કામાં ઓળખવામાં ન આવે તો જીવલેણ સાબિત થાય છે. ડુંગળીના મુરબ્બામાં મધ ભરેલું હોય છે, જેના લીધે તેનું સેવન કરીએ ત્યારે આપણને મધ અને ડુંગળી બંનેના ગુણો મળતાં હોય છે. તે સિવાય ડુંગળીમાં સલ્ફર વધારે હોય છે. જે કેન્સરથી આપણને દૂર રાખે છે. માટે તમે ડુંગળી કાચી અને રાંધેલી બંને રીતે ખાઈ શકો છો.
🧅સોજા- આપણાં શરીરમાં અમુક સમયે કારણ વગર સોજા આવી જતાં હોય છે. તો સફેદ ડુંગળીમાં કેટલાક એવા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે સોજાને ઓછા કરે છે. માટે સફેદ ડુંગળીના મુરબ્બાનું સેવન કરવાથી શરીરને અનેક લાભ મળે છે.
🧅ડુંગળીનો મુરબ્બો બનાવવાની રીત- આ મુરબ્બો તમે શિયાળામાં અને ગરમીમાં લૂથી બચવા ખાઈ શકો છો. સૌથી પહેલા સફેદ ડુંગળી લેવી. તેમાં 10થી 12 કાંણા પાડવા. કોઈપણ સોય અથવા પાતળા સળિયા જેવી વસ્તુ વડે તમે કાંણા પાડી શકો છો. હવે આ ડુંગળીને એક કાચના વાસણમાં ભરો. તે વાસણમાં મધ નાખો. તેને 40 દિવસ સુધી સ્ટોર રહેવા દો. મધ તેમાં ખાલી થાય કે ફરી ઉમેરો. તૈયાર છે સફેદ ડુંગળીનો મુરબ્બો. જે તમે આખું વર્ષ ખાઈ શકો છો.
જો આ સફેદ ડુંગળીના ફાયદા માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.