👉 આપણા વડીલો પહેલા કહેતા હતાં કે શિયાળામાં ભરપૂર પોષણયુક્ત તત્વોનું સેવન કરશો તો આખું વર્ષ રહેશો તાજા. શિયાળાની ઋતુ એવી છે જેમાં તમે જે પણ વિટામિન કે પોષક તત્વો વાળા ખોરાકનું સેવન કરશો સ્વાસ્થ્યને ફાયદો થતો હોય છે. તેમાં ખાસ કરીને ગરમ વસ્તુનું સેવન કરવામાં આવે તો શરીરને વધારે તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.
👉 શિયાળાની ઋતુ એવી છે જેમાં દરેક વ્યક્તિને ટેસ્ટી અને ગરમા-ગરમ વસ્તુ ખાવાની ઇચ્છા થતી હોય છે. ખાસ કરીને દરેકના ઘરમાં ગુંદ, પેંદ, કચરિયું, ગાજરનો હલવો, મેથીની વાનગી કે મગની દાળનો હલવો પણ બનતો હોય છે.
👉 તે સિવાય પણ બીજી ઘણી બધી વાનગી છે જેનું સેવન તમે ઠંડીની સીઝનમાં કરી શકો છો. અને તે હેલ્ધી ખોરાકનું નામ છે. લોટની પંજરી. આ વાનગી લોટ અને ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર બનાવવામાં આવે છે. તે શરીર માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તો ચાલો આજે તે કેવી રીતે બનાવાય તે શીખીએ. સાથે તેનાથી થતાં લાભ વિશે પણ જાણીએ…
👉 જોઈતી સમાગ્રી- 3 કપ લોટ (ઝિણો), ઘી જરૂર હોય તેટલું લેવું, કાજુ, બદામ, કિશમિશ, અખરોટ , ઇલાયચી 1/2 ચમચી પાઉડર..
👉 બનાવવાની રીત : એક વાસણ લો, તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ સૂકા શેકી નાખવા. તે ક્રિસ્પી થવા લાગે એટલે તેને એક બાજુ મૂકી દેવા. હવે બીજું વાસણ લો તેમાં થોડું ઘી લો. તેમાં ઝીણો ઘઉંનો લોટ શેકવો. આ લોટ ત્યાં સુધી શેકો જ્યાં સુધી તેનો રંગ બદલાય ન જાય. જરૂર પડે તો થોડું ઘી એડ કરવું.
👉 – હવે આ મિશ્રણમાં દળેલી ખાંડ સરસ રીતે મિક્સ કરી લો. તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરો. પછી પંજરી ઠંડી થાય એટલે તેને એક ટાઈટ ડબ્બામાં ભરી મૂકી દો. તૈયાર છે તમારી હેલ્ધી અને ગુણોથી ભરપૂર એવી પંજરી…
👉 આ પંજરીમાં ડ્રાયફ્રૂટ્સ હોવાથી શરીરને ગરમાવો આપવાનું કામ કરે છે. સાથે ઇમ્યુનિટી પણ વધારે છે. લોટની પંજરીનું સેવન ડાયેટિશિયન પણ કરવાનું કહેતા હોય છે. કેમ કે તે શરીરને ઘણાં લાભ આપે છે. તે ઉપરાંત ઘી લુબ્રિકેટનું કામ કરે છે. તેના સેવનથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે.
👉 તેનાથી થતાં અન્ય લાભ- ઠંડકમાં આપણે કંઈકને કંઈક ગરમ ખાતા હોઈએ છીએ. જેના લીધે આપણા શરીરમાં ગરમાવો રહેતો હોય છે. જો તમે આ લોટની પંજરી ખાશો તો આખો દિવસ શરીર ગરમ અને ઉર્જાવાન રહેશે.
👉 -ઠંડક થાય એટલે મોટાભાગની મહિલાઓને ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો કે શરીરમાં અન્ય દુખાવો થવા લાગતો હોય છે. તો આ પંજરીનું સેવન તમારી બધી તકલીફમાં રાહત આપશે.
👉 -આ પંજરી ઘી અને ડ્રાયફ્રૂટની બનેલી હોવાથી એકદમ હેલ્ધી ખોરાક સાબિત થાય છે. તેના સેવનથી તમારા હાડકાં અને સ્નાયુઓ મજબૂત બનશે. સાથે શરીરમાં એનર્જી લાવવાનું પણ કામ કરશે.
👉 -આ પંજરીનું સેવન તમે શિયાળામાં સરળતાથી કરી શકો છો. તે ઉપરાંત બીજી કોઈ સ્વાસ્થ્યને લગતી બીમારી કે તકલીફ હોય તો ખોરાકમાં તેનો સમાવેશ કરતાં પહેલાં એક વખત ડૉક્ટરની સલાહ અચૂક લેવી.
જો આ પંજરીનું સેવન માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.