🤰 ગર્ભસ્થ મહિલાને ડૉક્ટર એવી સલાહ આપે છે કે તેને સંપૂર્ણ ખોરાક લેવો જોઈએ. કેમ કે એ અવસ્થામાં તેણે બે શરીરનું પોષણ કરવાનું હોય છે. તેથી ગર્ભવતી મહિલાએ તમામ પ્રકારનો ખોરાક લેવો જોઈએ. આ અવસ્થામાં શિંગદાણા ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
🤰 ગર્ભાવસ્થા દરમ્યાન શીંગદાણા ખાવાથી માતા અને બાળક બંનેને ફાયદો થાય છે. ગર્ભાવસ્થા દરમ્યાન ડાયેટમાં ઘણી એવી ચીજોનો સમાવેશ કરવો જોઈએ જે માતા અને તેના આવનાર બાળક માટે ફાયદેમંદ હોય તો એવી જ એક ચીજ છે શીંગદાણા. શીંગદાણા માતાને એનીમિયા તેમજ હાડકાના દર્દથી બચાવે છે અને બાળકના મસ્તિષ્ક તેમજ તેના શરીરના વિકાસ માટે લાભકારી છે. તો ચાલો જોઈએ શીંગદાણાના સેવનના ફાયદા.
🥜 મગફળીમાં રહેલા પોષક તત્વો : મગફળી પ્રોટીનનો સ્ત્રોત છે તે સાથે તેમાં કેલ્શિયમ, ટ્રીપટોફાન નામક એમીનો એસિડ, પોલીફેનોલ, પોલિયનસેચ્યુરેટેડ ફેટ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, ફાયબર જેવા તત્વો વિશેષ માત્રામાં હોય છે. તે સાથે તેમાં વિટામિન બી 6, કોલીન, ફોલેટ, મેગ્નેશયમ, જિંક, સેલેનિયમ તેમજ આયર્ન જેવા તત્વો મળી રહે છે.
🥜 જાણો કે 100 ગ્રામ શીંગદાણામા કેટલા પ્રમાણમાં પોષક તત્વો હોય : પ્રોટીન- 26 ગ્રામ, ફાયબર- 9 ગ્રામ, ખાંડ- 4 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ- 16 ગ્રામ, પોટેશિયમ- 705 ગ્રામ, સોડિયમ- 18 ગ્રામ, કેલેરી- 567 ગ્રામ, કુળફેટ- 49 ગ્રામ હોય છે.
🤰 પ્રેગ્નેન્સીમાં શીંગદાણાના ફાયદા
🤰 (1) બાળકના મસ્તિષ્કના વિકાસ માટે : પ્રેગ્નેન્ટ મહિલા જો સીમિત માત્રામાં શીંગદાણાનું સેવન કરે તો તેના બાળક માટે ખૂબ જ ફાયદાકારક છે. શિંગદાણામાં રહેલ ફોલિક અને ફોલેટ એસિડ બાળકના મસ્તિષ્કના માટે સારા છે. તેનાથી તેના મગજનો સારો એવો વિકાસ થાય છે.
🤰 (2) હાડકાઓ માટે : શિંગદાણામાં સારી માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બાળકના હાડકાના નિર્માણ માટે ઉપયોગી બને છે. શીંગદાણા ખાવાથી પ્રેગ્નેન્ટ લેડીને પણ હાડકાના દુખાવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. આથી શીંગદાણા ખાવા ખૂબ જ બેસ્ટ છે.
🤰 (3) એનીમિયા : શીંગદાણા પ્રેગ્નનેન્સીમાં એનીમિયાને રોકવામાં મદદ કરે છે. શીંગમાં રહેલું આયર્ન શરીરમાં નવું લોહી બનાવવા માટે ઉપયોગી છે. શીંગદાણા એનીમિયાની સમસ્યાને દૂર કરે છે. તો ગર્ભાવસ્થા દરમ્યાન શીંગદાણા ખાવા જોઈએ.
🤰 (4) કબજિયાત : પ્રેગ્નેન્સીમાં કબજિયાતનો પ્રોબ્લેમ રહેવો સામાન્ય છે. ગર્ભાવસ્થામાં શીંગદાણા કબજિયાતના પ્રોબ્લેમને હલ કરે છે. શિંગદાણામાં રહેલ ફાયબર મળને દૂર કરે છે. આમ શીંગદાણા આ અવસ્થામાં ખાવા લાભકારી છે.
🤰 (5) પ્રિ-એક્લેમ્પસિયા : પ્રેગ્નેન્સીમાં ઘણી મહિલાઓને હાઇ બ્લડ પ્રેશર પ્રિ-એક્લેમ્પસિયાનું કારણ બની શકે છે. આવામાં જો શીંગદાણા ખાવામાં આવે તોનાથી બચી શકાય છે. શિંગમાં વિટામિન ઇ રહેલું છે જે રક્તચાપને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
🤰 (6) પ્રેગ્નેન્સીમાં કેટલી માત્રામાં શીંગ ખાઈ શકાય : આ અવસ્થામાં મહિલાઓએ વધીને રોજની 60 ગ્રામ જેટલી શિંગનું સેવન કરવું જોઈએ. જો તેનાથી વધારે માત્રામાં શિંગનું સેવન તમને હાનિ પણ પહોંચાડી શકે છે. તેથી આ અવસ્થામાં ખાસ તબિયતને રુચે તેવો જ ખોરાક લેવો જોઈએ. કોઈ પણ વસ્તુ જો વધારે માત્રામાં લઈએ તે ક્યારેય ફાયદો પહોંચાડી શકતી નથી. તો શીંગ પણ યોગ્ય માત્રામાં જ લેવી હિતાવહ છે.
જો આ શિંગદાણા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.