🧄 આપણાં ગુજરાતીઓની રસોઈમાં લસણવાળી ચટણી અથવા વઘારની અંદર લસણનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જેથી લસણ વગર રસોઈમાં જોઈ એવો સ્વાદ આવતો નથી. તેથી લસણને વધારે ઉપયોગમાં લેવામાં આવે છે.
🧄 આપણે બધા લસણને અલગ-અલગ વાનગીઓમાં નાખી અને સેવન કરતાં હોય છીએ. જે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. ઉપરાંત આપણા આયુર્વેદમાં પણ લસણના ઘણા ફાયદાઓ જણાવ્યા છે. પરંતુ લસણને શેકીને ભૂખ્યા પેટે રોજ સેવન કરવામાં આવે તો ફાયદા ડબલ થઈ જાય છે. જેથી આજે આપણે આ આર્ટીકલમાં જાણીશું. શેકેલા લસણના સેવનથી થતાં ફાયદાઓ
🧄 લસણને શેકવાની રીત :- લસણને શેકવા માટે સૌપ્રથમ તમારે એક પાત્ર લેવાનું રહેશે. ત્યાર બાદ તમારે આ પાત્રમાં 2-3 ચમચી ઘી ઉમેરવું અને આ પાત્રને ગેસ પર ગરમ થવા મૂકવું. હવે તેમાં 5-7 કળી લસણ ઉમેરી અને સરખી રીતે હલાવતા રહેવું. લસણ જ્યારે શેકાઈને લાલ થઈ જાય ત્યારે તમારે ગેસ બંધ કરી અને આ પાત્રમાંથી લસણ લઈ અને એક વાટકીમાં નાખવું. ત્યાર બાદ તમે તેનું સેવન કરી શકો છો.
🧄 લસણનું સેવન કરવાની રીત :- શેકેલા લસણનું સેવન તમારે રોજ સવારે ભૂખ્યા પેટે માત્ર 2 કળીનું સેવન કરવું અને ત્યાર બાદ તમારે 2 કલાક બાદ નાસ્તો કરવાનો રહેશે.
🧄 શેકેલા લસણના સેવનથી થતાં ફાયદાઓ :-
🧄 હદયને સ્વસ્થ રાખે છે :- શેકેલા લસણનું સેવન કરવાથી હદયને ખૂબ ફાયદો થાય છે. કારણ કે, લસણ શરીરમાં રહેલું ખરાબ અને વધારાનું કોલેસ્ટેરોલ દૂર કરે છે. જેથી હદયની બીમારીઓ થતી નથી. ઉપરાંત લસણમાં ઓમેગા- 3 ફેટી એસિડ મળી આવે છે. જે હદય માટે ખૂબ ગુણકારી સાબિત થાય છે.
🧄 હેલિટોસિસ :- જે લોકોને હેલિટોસિસની બીમારી હોય તે લોકો જો લસણનું સેવન કરે તો આ સમસ્યા દૂર થાય છે. હેલિટોસિસનો મૂળ અર્થ થાય છે. મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવવી. આ સમસ્યાથી લોકો બહાર જતાં અથવા કોઈ સાથે નજીકથી વાત કરતાં અચકાતા હોય છે. આ સમસ્યાને લસણ જડ-મૂળમાંથી દૂર કરે છે.
🧄 પુરુષો માટે ફાયદાકારક :- અમુક પુરુષોને પોતાના લગ્ન જીવનમાં અમુક શારીરિક રીતે સમસ્યા આવતી હોય છે. જેમાં લસણનું સેવન કરવામાં આવે તો બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. કારણ કે, લસણના સેવનથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સની માત્રામાં વધારો કરે છે.
🧄 શ્વસનતંત્રના ચેપી રોગો સામે રક્ષણ :- રોજ લસણના સેવનથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેના કારણે શ્વસનતંત્રના ચેપી રોગો જેવાકે શરદી, ઉધરસ અને અમુક વાર તાવ પણ આવી જાય છે. આ બધી સમસ્યા લસણના સેવનથી દૂર થાય છે.
🧄 શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે :- જે લોકોને શરીર મોટાપાને કારણે બેડોળ થઈ ગયું હોય તે લોકો જો લસણનું સેવન નિયમિત રૂપે કરે તો શરીરનો વજન કંટ્રોલમાં આવે છે અને તમારું શરીર સ્વસ્થ પણ રહે છે. શરીરમાં મોટાપાને કારણે અનેક સમસ્યાઓ થતી હોય છે. તે પણ લસણના સેવનથી દૂર થાય છે.
🧄 આ રીતે જો તમે નિયમિત રૂપે સવારે ભૂખ્યા પેટે લસણનું સેવન કરો તો તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. ઉપરાંત અમુક ચેપી બીમારીઓથી પણ રક્ષણ મળી રહે છે. લસણના સેવનથી પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે. જેમાં કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાને દૂર કરે છે.
જો આ શેકેલા લસણ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.