👦 આજના દરેક માતા-પિતાને આ પ્રશ્ન સતાવતો હોય છે કે પોતાનું બાળક બરાબર ખાતું નથી અને તેના કારણે તે થોડું નબળું છે. આવા જે બાળકો છે કે જે બરાબર ભોજન લેતા નથી અને થોડા નબળા છે તેવા બાળકોના માતા-પિતા માટે આજે અમે ખાસ એક ખૂબ જ ઉપયોગી એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા બાળકને બનાવશે એકદમ શક્તિશાળી.
👦 દોસ્તો, અમે તમને જે ચીજની વાત કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે સાબુદાણા. જ્યારે પોતાનું બાળક બરાબર જમતું નથી ત્યારે દરેક માતા-પિતા ચિંતામાં પડતાં હોય છે અને તે સમયે તેઓ ડૉક્ટર્સની સલાહ લેતા હોય છે. તો તેના માટે એક્સપર્ટ પણ એવી જ સલાહ આપે છે કે બાળકને સાબુદાણા આપવા જોઈએ. સાબુદાણા હેલ્થ માટે ખૂબ જ ઉત્તમ છે એવું તેઓનું કહેવાનું છે. સાબુદાણામાં શરીરને માટે ખૂબ જ જરૂરી એવા પોષક તત્વો સમાયેલ છે.
👦 એક્સપર્ટના મત અનુસાર તમારે તમારા બાળકને છ મહિના સુધી સાબુદાણા આપવાના છે. આ સાબુદાણામાં રહેલ સ્ટાર્ચમાં સારા પ્રમાણમાં ન્યૂટ્રિશન રહેલું છે જે હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે આનું સેવન બાળક કરે છે તો તેને ખૂબ જ ફાયદો થાય છે. બાળકનું શરીર સારી રીતે વિકાસ પામે છે. તેનું માઇન્ડ એક્ટિવ બને છે. બાળકને સાબુદાણથી ખૂબ જ ફાયદો થાય છે.
👦 (1) બાળકનું વજન વધારવા માટે : જ્યારે કોઈ પણ માતા-પિતાનું બાળક નબળું છે કે તેનું વજન ઓછું છે તો તે વાતને લઈને તે ખૂબ જ ચિંતીત હોય છે તો તે માટે આ સાબુદાણા ખૂબ જ શ્રેષ્ઠ મનાય છે. સાબુદાણામાં રહેલું સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ જેવા તત્વો શરીરને ફેટ આપે છે અને તેના કારણે વજન વધારવા માટે તે ઉત્તમ છે. આમ જરૂરી એવા પોષકનો ખજાનો છે સાબુદાણા.
👦 (2) બ્લડ સર્ક્યુલેશન માટે ઉત્તમ : સબુદાણામાં રહેલું પોટેશિયમ બાળકોને માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. કેમ કે આ સાબુદાણાના સેવનથી હદય પ્રણાલી ખૂબ જ સારી રહે છે. બીજું કે જો તમારા બાળકને તમે સતત છ મહિના સુધી આ સાબુદાણનું સેવન કરાવો તો તેનું બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારી રીતે થઈ શકે છે. અને તેનો બીજો પણ એક ફાયદો એ રહે છે કે તેનાથી બાળક એકદમ એક્ટિવ અને સ્વસ્થ બને છે.
👦 (3) પાંચનતંત્રમાં લાભકર્તા : સબુદાણામાં રહેલું સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ પાંચનતંત્રને તેજ બનાવે છે. સામાન્ય રીતે બાળકો કોઈ પણ સમયે અને કોઈ પણ પ્રકારનો ખોરાક લેતા હોય છે તો આ તમામ પ્રકારના ખોરાકને સાબુદાણામાં કારણે સતેજ બનેલું પાચનતંત્ર સરળતાથી પચાવે છે. બાળકોને માટે સાબુદાણા ખૂબ જ શ્રેષ્ઠ છે તેમ કહી શકાય.
👦 (4) હાડકાની મજબૂતી માટે : આપણા પૂરા શરીરનું બંધારણ હાડકાં વિના શક્ય નથી તો તેવા હાડકાની મજબૂતી શરીરને માટે ખૂબ જ જરૂરી છે. જો બાળપણથી બાળકોના હડકાઓ મજબૂત બનાવવામાં આવે તો તે ખૂબ જ ઉત્તમ વાત છે. તેના માટે આ સાબુદાણા ખૂબ જ ઉત્તમ રહે છે.
👦 સાબુદાણામાં કેલ્શિયમ સારા એવા પ્રમાણમાં સમાયેલું છે. જો બાળકને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમવાળો ખોરાક આપવામાં આવે તો તેના હાડકાઓને મજબૂત બનાવી શકાય છે. જો બાળકને શરૂઆતમાં છ મહિના સુધી આ સાબુદાણા આપાય તો તેના હાડકાની મજબૂતી લાવી શકાય છે. સાબુદાણા એક એવી ચીજ છે કે તેને બાળક ખુશી-ખુશી ખાવાના પણ પસંદ કરશે.
જો આ સાબુદાણા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.