👉દરેક ડૉક્ટરો રોજ સવારે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપતાં હોય છે. તેમાં પણ ખાસ કરીને શિયાળાની સીઝનમાં ભૂલ્યાં વગર રોજ કાજુ, બદામ, અંજીર, અખરોટ, પીસ્તા ખાવા જોઈએ. કેમ કે આપણાં શરીર માટે ઘણાં ગુણકારી હોય છે.
👉બધા જ ડ્રાયફ્રૂટ્સમાં અંજીર આપણાં શરીર માટે વધારે ફાયદાકારક હોય છે. તે એક બેસ્ટ ડ્રાયફ્રૂટ્સ છે. જો તમે તેને રેગ્યુલર ખાવાનું રાખશો તો વધારે ફાયદાકારક સાબિત થશે. તેમાં પણ જો તેને પલાળીને ખાવામાં આવે તો હેલ્થને અનેક રીત ફાયદો કરે છે. તો ચાલો જોઈએ પલાળેલું અંજીર શરીરને કઈ રીતે ફાયદાકારક હોય છે.
👉અસ્થમા- અસ્થમાની તકલીફવાળા દર્દીએ અંજીર ખાવું લાભદાયી છે. તે કફ બહાર કાઢવાનું કામ કરે છે. જેથી દર્દી જલદી સાજો થઈ જાય છે. 2 થી 4 સૂકાયેલા અંજીર સવારે અને સાંજે દૂધમાં ગરમ કરીને ખાવામાં આવે તો કફની માત્રામાં ઘટાડો થાય છે. એટલું જ નહીં તમારા શરીરમાં જાણે નવી શક્તિનો સંચાર થયો હોય તેમ લાગશે.
👉ફિવર- 5 અંજીર પાણીમાં નાખીને ઉકાળો. ત્યાર બાદ આ પાણીને ગાળી ગરમ ગરમ સવાર સાંજ પીવાથી તાવમાં તમને રાહત મળશે.
👉માથાનો દુખાવો- અંજીરની છાલ અથવા પાણીમાં અંજીરના વૃક્ષની છાલની ભસ્મ બનાવીને તમે માથા પર તેની પેસ્ટ એટલે કે લેપ જેવું બનાવીને લગાવવું. માથાનો દુખાવો દૂર થઈ જશે.
👉કોલેસ્ટ્રોલ નિયંત્રિત- અંજીર ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત રહે છે. તેમાં ખાસ કરીને પલાળેલા અંજીરમાં પેક્ટિન નામનું ફાઇબર હોય છે, જે લોહીમાં મળતા બેડ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
👉હાડકાં મજબૂત- રોજ સવારે ખાલી પેટે અંજીર ખાવાથી હાડકાં મજબૂત થાય છે. પલાળેલા અંજીર તમારે બાળકોને રોજ સવારમાં આપવા જોઈએ. શરીરને અનેક બીમારીઓથી દૂર રાખવાનું કામ કરે છે. પલાળેલા અંજીરમાં મેગ્નેશિયમ, આર્યન, કેલ્શિયમ જેવા ઘણાં પોષક તત્વો રહેલા હોય છે. જે બાળકના હાડકાં મજબૂત બનાવે છે.
👉હાઈપર ટેન્શન- શરીરમાં ઘણી વખત પોટેશિયમ ઓછું અને સોડિયમનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે હાઈપર ટેન્શનની સમસ્યા થાય છે. તો અંજીરમાં પોટેશિયમ વધુ હોય છે. અને સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. જે આ બીમારીથી કોઈપણ વ્યક્તિને બચાવવાનું કામ કરે છે.
👉કમરનો દુખાવો– આજકાલ દરેક વ્યક્તિને કમરનો દુખાવો જોવા મળે છે. તેના માટે અંજીર બેસ્ટ ઉપચાર છે. અંજીરની છાલ, સુંઠ, કોથમીર આ ત્રણેય વસ્તુ સરખી માત્રામાં લેવી અને તેને ક્રશ કરી રાત્રે પાણીમાં પલાળી રાખવી. સવારે વધેલા રસને ગાળીને પી જવો, તેનાથી કમરના દુખાવામાં આરામ મળશે.
👉કબજિયાત- મોટાભાગના લોકો વધારે ફાસ્ટફૂડનું સેવન કરતાં થઈ ગયા છે, જેના કારણે કબજિયાતનો પ્રોબ્લેમ વધી રહ્યો છે.તો 3થી 4 અંજીરને દૂધમાં ઉકાળવા તેને રોજ રાત્રે સૂતા પહેલા ખાવા અને પછી તે વધેલું દૂધ પણ પી જવું. તેનાથી તમારી આ સમસ્યા દૂર થઈ જશે. તમે દૂધના બદલે પાણીમાં રાત્રે અંજીર પલાળીને મૂકો, સવારે તે પાણીમાં મસળીને પી જવું. કબજિયાતની તકલીફ ગાયબ થઈ જશે.
👉બવાસીર- ઘણાં લોકોને મસાની તકલીફ હોય છે. તો તેમાં રોજ સાંજે 3થી 4 નંગ અંજીર પાણીમાં પલાળવા, સવારે ખાલી પેટે તેનું સેવન કરવું. તમારી આ સમસ્યાનું નિરાકરણ આવી જશે.
👉લોહી સંબંધી સમસ્યા- અમુક લોકોને લોહી સંબંધી સમસ્યા જોવા મળે છે. જેમાં રક્ત વૃદ્ધિ અને રક્ત વિકાર હોય છે. તો 10 મખના અને 8 અંજીર 200 મિલી દૂધમાં ઉકાળવા. તે દૂધ પી જવું. તમારે રક્ત સંબંધી જે કોઈ સમસ્યા હશે દૂર થઈ જશે. પછી બે અંજીરને વચ્ચેથી કાપી અને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવા. સવારે તેનું પાણી પી જવું, જેથી રક્તના સંચારમાં વધારો થશે.
👉બજારમાં અંજીરની કિંમત 800 રૂપિયાથી લઈ 1000 રૂપિયા કિલોગ્રામ હોય છે. તેનાથી મોટા અંજીરની કિંમત 1300થી 1500ની આસપાસ કિલોગ્રામ રહેલી હોય છે. આમ તમે અંજીરનું સેવન કરશો તો શરીરને અનેક રીતે ગુણ કરશે. તમને અનેક બીમારીઓ સામે રક્ષણ આપવાનું પણ કામ કરશે.
જો આ અંજીર વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.