🥜 સૌ કોઈ રોજ સવારે શિયાળામાં બદામનું સેવન કરતું હશે અને તેમાં ખાસ કરીને પલાળેલી બદામનું સેવન શરીરને વધારે ગુણ કરે છે. તેથી હંમેશાં લોકોએ બદામને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત રાખવી જોઈએ. આપણા શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. પરંતુ માર્કેટમાં બદામનાં ભાવના કારણે કેટલાક લોકો રોજ બદામનું સેવન કરી શકતાં નથી.
🥜 એક વસ્તુ એવી છે જે બદામ કરતાં અનેક ગણો ફાયદો આપે છે. જેનો ભાવ પણ વ્યાજબી હોવાથી કોઈપણ વ્યક્તિ તેનું સેવન કરી શકે છે. તમને તેનું નામ જાણીને નવાઈ લાગશે કે મગફળીના શીંગદાણા ખાવાથી એટલો ફાયદો થાય છે, જેટલો બદામ ખાઈને થાય છે.
🥜 ખરેખર બદામની જેમ જ શીંગદાણા પણ શરીર માટે ઘણા ગુણકારી સાબિત થાય છે. તો આજે તમને તેનાથી થતાં ફાયદા વિશે જણાવીશું. શીંગદાણાને ગરીબોની બદામ કહેવામાં આવે છે. તો ચાલો એક નજર કરીએ પલાળેલા શીંગદાણાના ફાયદા પર…
🥜 મગફળીમાંથી ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર, પ્રોટીન રહેલું હોય છે. જે બદામમાં પણ મળી રહે છે. એટલે તમે શીંગદાણાનું સેવન કરશો તો તંદુરસ્ત રહેશો.
🥜 ડાયજેસ્ટ- મગફળીમાં સારા પ્રમાણમાં ફાયબર અને પોષકતત્વો હોય છે, જે પાચન શક્તિ અને ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. માટે શીંગદાણાના સેવનથી કબજિયાત જેવી પેટની તકલીફ રહેતી નથી.
🥜 પોટેશિયમ, મેગેનીઝ, કોપર, આયર્ન જેવા ગુણો હોવાથી મગફળી પલાળીને સવારે ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો ગેસ અને એસિડિટી જેવી તકલીફ દૂર થાય છે.
🥜 હેલ્ધી હાર્ટ- પલાળેલી મગફળી નિયમિત ખાવાથી હાર્ટને તંદુરસ્ત રાખી શકાય છે. પલાળેલા શીંગદાણા બ્લડ સર્ક્યુલેશનને કંટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચાવે છે. માટે હૃદયની બીમારીવાળા વ્યક્તિઓએ નિયમિત પલાળેલી મગફળીનું સેવન કરવું જોઈએ.
🥜 સ્નાયુ- ઘણા લોકો નિયમિત જીમ કરતાં હોય છે. તેમના માટે પલાળેલા શીંગદાણા ઘણા ફાયદાકારક સાબિત થાય છે. જિમ કર્યા બાદ પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે. તે પલાળેલા શીંગદાણામાંથી મળે છે. એટલું જ નહીં સ્નાયુઓ પણ મજબૂત કરવાનું કામ કરે છે.
🥜 સ્કીન- પલાળેલી મગફળી ખાવાથી સ્કીનની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે દૂર થાય છે. કેમ કે પલાળેલી બદામમાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે. જે તમારી સ્કીનનો રંગ ગોરો રાખે અને સ્કીનની ચમક વધારવાનું કામ પણ કરે છે. શીંગદાણા ચામડીને કોશિકાઓના ઓક્સીડેશનને રોકે છે સાથે જ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવાનું કામ કરે છે.
🥜 બાળકોની યાદશક્તિ- બાળકોને રોજ સવારે પલાળેલી મગફળીના થોડાં દાણા ખવડાવવાથી તેમાં રહેલું વિટામિન આંખની રોશની તેજ બનાવે છે સાથે મેમરી શાર્પ કરવાનું પણ કામ કરે છે. કેમ કે તેમાં વિટામિન બી6નું પ્રમાણ હોય છે. જે મગજની તાકાત વધારે છે. સાથે મગફળીના સેવનથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. જેથી શરીરમાં ઉર્જા અને સ્ફ્રૂર્તિ બની રહે છે.
🥜 ડાયાબિટીસ માટે- રોજ પલાળેલી મગફળી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેનાથી તમે ડાયાબિટીસથી બચી શકો છો. જો તમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે તો રોજ રાત્રે 50 ગ્રામ જેટલા શીંગદાણા પલાળી સવારે તેનું સેવન કરવું. તમને આ બીમારી સામ રક્ષણ મળશે.
🥜 કેન્સર સામે રક્ષણ- રોજ તેને ખાવાથી કેન્સર પણ દૂર રહે છે. મહિલાઓએ ખાસ તેનું સેવન કરવું જોઈએ, તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ, આયર્ન, કેલ્શિયમ અને ઝિંક શરીરમાં કેન્સર સેલ્સ સામે લડવામાં મદદ કરે છે.
🥜 સેવન કરવાની રીત- સાંજના સમયે મગફળીના થોડા દાણા પાણીમાં પલાળીને મૂકી દો. સવારે ઉઠીને ખાલી પેટે સેવન કરવું. આમ કરવાથી શરીરને અનેક રીતે ફાયદા થશે.
જો પલાળેલા શીંગદાણાના સેવન વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.