👉 દોસ્તો, આજે આપણે એક એવા બીજની વાત કરવા જઇ રહ્યા છીએ કે જે બીજને એક ઔષધીય બીજ તરીકે ઓળખવામાં આવે છે. આ બીજમાં સારા પ્રમાણમાં ઔષધીય ગુણ સમાયેલા છે. આ બીજનું નામ કૌચ બીજ છે. તમને કદાચ આ બીજની કોઈ પણ માહિતી નહિ હોય પરંતુ આ બીજ ખૂબ જ મહત્વની વસ્તુ જે મહિલાઓ માટે હેલ્થનો ખજાનો છે.
👉 સ્ત્રીઓ માટે આ કૌચ બીજ માંસપેશીઓને સશક્ત બનાવવાનું કામ કરે છે. મહિલાઓ જો આ બીજનું સેવન કરે તો તેનામાં કામઇચ્છા અને જાતીય ઈચ્છામાં વધારો કરે છે. આ કૌચના બીજનું ચૂર્ણ અને તેનો પાઉડર બનાવીને તેમાંથી વિવિધ ઔષધિઓ બનાવવામાં આવે છે. મહિલાઓ માટે આ બીજ પ્રોટીનનો સારો એવો સ્ત્રોત મનાય છે. જે લેડીઝ જિમ જવાનું પસંદ કરતી હોય તેમને માટે આ કૌચ બીજ માંસપેશીઓને મજબૂત બનાવવાનું કામ કરે છે.
👉 આ કૌચ બીજ ચોમાસામાં થાય છે તે વેલાના સ્વરૂપે ઊગે છે. તે મોટા ભાગે મેદાની ભાગમાં થાય છે. તેને કવચના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનું બીજું નામ ભૈરવસિંગ છે. કૌચમાં સોડિયમ, ઝીંક, આયર્ન, મેગ્નેશિયમ, સલ્ફર, કોપર, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વો સમાયેલ છે જે મહિલાને હિમોગ્લોબિનની ઉણપ છે તેને માટે પણ આ કૌચ ખૂબ જ બેસ્ટ છે.
👉 કૌચના બીજના ફાયદાઓ
👉 (1) રોગપ્રતિકારક શક્તિ વધારે : કૌચના બીજ જો નિયમિત સેવન કરવામાં આવે તો તે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘણો જ વધારો કરી શકે છે. સાથે પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે.
👉 (2) ત્રિદોષ નાશક : કૌચના ઘણા જ ગુણ છે તે વાત્ત-પિત્ત અને કફનો નાશ કરવાનો ગુણ ધરાવે છે. કૌચ વાત્ત-પિત્ત ને સંતુલિત કરીને શરીરને જરૂરી એવી ઉર્જા પૂરી પાડે છે. આ જડીબુટ્ટી શરીરની માંસપેશીઓને મજબૂત બનાવી શકે છે.
👉 (3) પિરિયડમાં ખૂબ જ ઉપયોગી : સામાન્ય રીતે 100માંથી 80 મહિલાઓને પિરિયડ દરમિયાન દુખાવો અને નબળાઈનો અનુભવ થાય છે તો તે દિવસોમાં જો કૌચના બીજનું સેવન કરવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે.
👉 (4) ગર્ભાવસ્થામાં ખૂબ જ ઉપયોગી : જે મહિલા ગર્ભવતી છે તે જો આ બીજને રાતભર પલાળીને સવારે તેનું સેવન કરે તો તેને ડિલેવરીમાં થતી તકલીફમાં ઘણો જ ફાયદો થાય છે સાથે જે નવજાત શિશુની માતા છે તે આ બીજનું સેવન કરે તો માતાના દૂધમાં વધારો થાય છે.
👉 (5) પાચન સંબંધી તકલીફ દૂર કરે : કૌચના બીજમાં સારા પ્રમાણમાં વિટામીન્સ, ફાયબર, ઝીંક, આયર્ન, પ્રોટીન જેવા તત્વો સમાયેલ છે. જે લોકોને પાચન સંબંધી કોઈ પણ નાની-મોટી તકલીફ રહેતી હોય તેમને માટે આ કૌચના બીજનું સેવન કરવામાં આવે તો તે સૌથી ઉત્તમ છે. આ બીજનું જો લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો તે પેટ અને આંતરડાના મેટાબોલીઝમમાં વધારો કરે છે.
👉 (6) જાતીય / કામેચ્છામાં વધારો કરે છે : કૌચના બીજનું રેગ્યુલયર અને સવારે જો સેવન કરવામાં આવે તો તે સ્ત્રીઓની કામ શક્તિમાં વધારો કરે છે. આ બીજમાં રહેલા પોષક તત્વો મહિલાના પ્રજનન અંગના રક્ત સંચારને સક્રિય બનાવે છે અને તેથી તેની કામેચ્છામાં પણ વધારો થાય છે.
👉 કૌચ બીજના સેવનમાં રાખવી જોઈતી તકેદારી : જો તમે આ બીજનું સેવન કરો છો અને તેને કારણે તમને જરા પણ તકલીફ જણાય જેમ કે ઊલટી, ઊબકા, અનિંદ્રા, માથામાં દુખાવો જેવી તકલીફ જાણતા જ તે બીજનું સેવન ના કરવું જોઈએ. સાથે જો તમને હાર્ટ, કિડની કે લિવરની તકલીફ હોય તો આ બીજનું સેવન ક્યારેય ના કરવું જોઈએ.
જો આ કૌચ બીજના સેવન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.