🌰આપણાં માના સૌ કોઈ જાણે છે કે સૂકો મેવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ડૉક્ટરો પણ રોજ સૂકો મેવો ખાવાની સલાહ આપે છે. બદામ, કાજુ, પિસ્તા, કિસમિસ તેમજ અખરોટ રોજ યોગ્ય પ્રમાણમાં ખાવામાં આવે તો શરીરને અગણિત ફાયદા થાય છે. તેમાં ખાસ કરીને અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાયફ્રૂટ છે. બહારથી લાકડાં જેવું સખત લાગતું હોય છે.
🌰આ અખરોટનું ઉત્પાદન ખાસ કરીને કાશ્મીર પ્રદેશમાં વધારે થાય છે. અખરોટમાં ફાઈબર, વિટામિન-બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સીડેન્ટની માત્રા રહેલી હોય છે. જેનાથી શરીરને અનેક રીતે ગુણદાયી બનાવે છે. હવે જો આ અખરોટનું સેવન પલાળેલી બદામની જેમ કરવામાં આવે તો તેનાથી ડબલ લાભ થાય છે.
🌰અખરોટને રોજ રાત્રે પલાળી રાખવા અને સવારે તેનું સેવન કરવાથી ફાયદો વધી જાય છે. પલાળેલા અખરોટ શરીરને ચમત્કારીક લાભ પૂરો પાડે છે. તે ડાયાબિટીસ, હાડકાં, માનસિક ક્ષમતાથી પરેશાન પુરુષ વગેરે માટે અખરોટનું સેવન અચૂક ઇલાજ સમાન ગણાય છે. તો ચાલો જાણીએ પલાળેલી અખરોટ ખાવાના ફાયદા.
🌰પલાળેલા અખરોટમાં રહેલા પોષક તત્વો- કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાડ્રેટ, પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, મોનો અનસેચ્યુરેડેટ એસિડ, ફોસ્ફરસ, સેલેનીયમ, ઝિંક, એન્ટી ઓક્સીડેન્ટ વગેરે જેવા ગુણ રહેલા છે. જે શરીરને તંદુરસ્ત બનાવે છે.
🌰પલાળેલા અખરોટ કયા સમયે ખાવા- રોજ રાત્રે સૂતાં પહેલા એક બાઉલમાં પાણી ભરી તેમાં બે અખરોટ નાખવા. આખી રાત પલળી ગયેલા અખરોટનું સવારે ઉઠો ત્યારે સેવન કરવું. હવે જોઈએ તેના ફાયદા વિશે…
🌰બ્લડ શુગર નિયંત્રિત થાય- બ્લડ શુગરમાં વધઘટ ડાયાબિટીસની સમસ્યાનું કારણ બની શકે છે. આ સમસ્યાથી બચવા માટે પલાળેલા અખરોટનું સેવન કરવું, જે ફાયદો કરશે. સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે રોજ 2-3 ચમચી અખરોટનું સેવન કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટવા લાગશે.
🌰દાંત અને હાડકાં- દરરોજ બે પલાળેલા અખરોટનું સેવન તમારા શરીરની બે મુખ્ય વસ્તુ માટે ફાયદાકારક છે. પલાળેલાં અખરોટમાં અઢળક પોષક તત્વો રહેલા છે. જે હાડકાં અને દાંતને મજબૂત કરવાનું કામ કરે છે. તે સિવાય અખરોટમાં આલ્ફા-લિનોલેનિક એસિડની માત્રા વધારે હોય છે. જે હાડકાં જ નહીં દાંતને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે.
🌰વજન ઘટાડે- ઘણા લોકો વજન વધવાના કારણે પરેશાન થઈ જાય છે. તો તેમના માટે પલાળેલા અખરોટનું સેવન બેસ્ટ ઓપ્શન છે. નિયમિત પલાળેલા અખરોટનું સેવન કરવું અને બની શકે તો આહારમાં તમે પલાળેલા અખરોટ લેવાનું ચાલુ કરશો તો ઘણો લાભ થશે. જેનાથી તમારું વજન ઘટશે અને ભૂખ પણ લાગશે નહીં. કેમ કે તેમાં કેલ્શિયમ, આયર્ન, અને પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં રહેલી છે.
🌰કબજિયાત માટે- ઘણી વખત વધારે પડતું બહારનું ફાસ્ટ ફૂડ, તળેલું, તીખું, મેંદો ખાવાના કારણે કબજિયાતની સમસ્યા થાય છે. તેના લીધે પાચન ક્રિયા મંદ પડી જાય છે. તો તેના માટે ફાઇબર યુક્ત ખોરાક ખાવો જરૂરી છે. અખરોટમાંથી તમને પૂરતું ફાઈબર મળી રહે છે. તો જ્યારે પણ પેટને લગતી કોઈ તકલીફ થાય ત્યારે પલાળેલા અખરોટ ખાવા જોઈએ. જેનાથી તમારી પાચનક્રિયા ઝડપી બનશે અને કબજિયાતમાંથી પણ છુટકારો મળશે.
🌰સ્ટ્રેસ દૂર કરે- અખરોટની અંદર મેલાટોનિન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે આપણું બ્લડ શુગર કંટ્રોલ કરે છે સાથે સ્ટ્રેસ ઓછું કરવાનું કામ કરે છે. એટલું જ નહીં થાક ઓછો કરે અને યાદશક્તિમાં પણ વધારો કરે છે.
🌰હૃદય- હૃદય માટે બેસ્ટ ઇલાજ છે પલાળેલા અખરોટનું સેવન કરવું. જે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલનો વધારો કરવામાં મદદ કરે છે. માટે અખરોટના દરરોજ સેવનથી હાર્ટ-એટેક અને હૃદયને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા જોવા મળતી નથી. દરરોજ કોઈપણ વ્યક્તિએ પલાળેલા અખરોટ ખાવા જોઈએ.
જો અખરોટ ખાવાથી થતાં લાભ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.