જ્યારે વાત ડ્રાઈ ફ્રુટ્સની આવે ત્યારે અખરોટને વિટામિન્સનો રાજા કહેવામાં આવે છે. અખરોટ ખાવામાં જેટલું ટેસ્ટી હોય છે તેટલા જ તેના સ્વાસ્થ્ય લાભ પણ છે. એવામાં પણ તમે અખરોટને પલાળીને તેનું સેવન કરો છો તો તેના ફાયદા બમણા થઇ જાય છે. અખરોટમાં પ્રોટીન,કેલ્શિયમ,મેગ્નેશિયમ,આયરન,ફોસ્ફરસ,કોપર,સેલેનીયમ,ઓમેગા-3 ફેટી એસીડ જેવા ઘણા પોષક તત્વો રહેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાય છે.
અખરોટને કાચી ખાવાના બદલે જો તેને પલાળીને ખાવામાં આવે તો તેના અનેક ગણા સ્વાસ્થ્ય લાભો થાય છે. તેના માટે રાત્રે 2 અખરોટ પાણીમાં પલાળી દેવી. ત્યાર બાદ સવારે ઉઠતાની સાથે ખાલી પેટે તે પલાળેલી અખરોટ ખાઈ લેવી. આ રીતે અખરોટના સેવનથી તમે અનેક બીમારીઓથી છુટકારો મેળવી શકો છો.
- ડાયાબીટીશ માટે
બ્લડ સુગર અને ડાયાબીટીશથી બચવા માંગો છો તો અખરોટનું સેવન અવશ્ય કરવું જોઈએ. એક અભ્યાસ અનુસાર જાણવા મળ્યું છે કે જે લોકો સવારે ખાલી પેટ બે પલાળેલી અખરોટનું સેવન કરે છે તે લોકોમાં ટાઈપ-2 ડાયાબીટીશનું જોખમ ઓછું જોવા મળ્યું છે. અખરોટ બ્લડ સુગરના લેવલને નિયંત્રણ કરે છે. જેના કારણે ડાયાબીટીશથી બચી શકાય છે.
- કબજીયાત દુર કરી પાચન શક્તિ બનાવે છે મજબુત
અખરોટ ફાયબરનો ભરપુર સ્ત્રોત છે જે પાચનશક્તિની પ્રણાલીને તંદુરસ્ત બનાવે છે. જો પેટને સારું રાખવું હોય અને કબજીયાતથી બચવું હોય તો નિયમિત ફાયબરયુક્ત વસ્તુઓનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. એવામાં તમે રોજે પલાળેલી અખરોટનું સેવન કરો છો તો તમારું પેટ પણ સારું રહેશે અને કબજીયાતથી છુટકારો મળશે.
- વજન ઘટાડે છે અને હાડકા અને દાંતને મજબુત બનાવે છે
અખરોટ વજન ઘટાડવામાં મહત્વનું કાર્ય કરે છે. તે તમારા શરીરમાં મેટાબોલીઝમને વધારે છે અને તમારી બોડીમાંથી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. અખરોટમાં ભરપુર માત્રામાં એવા પ્રોટીન હોય છે જે વજનને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. એક શોધ દ્વારા એ વસ્તુ સાબિત કરવામાં આવી છે કે અખરોટ વજન તો ઘટાડે છે પરંતુ તેની સાથે સાથે તે વજનને નિયંત્રણમાં પણ રાખે છે. અખરોટમાં એવા ઘણા ઘટક અને પોષક તત્વો રહેલા છે જે તમારા હાડકા અને દાંતને મજબુત બનાવે છે. અખરોટમાં આલ્ફા-લીનોલેનીક એસીડ રહેલું છે. જે હાડકાને મજબુત બનાવવામાં મદદ કરે છે.
- હૃદય સ્વસ્થ રાખે છે
અખરોટ હૃદયને સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદ કરે છે. અખરોટમાં પ્રચુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસીડ હોય છે, જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે. ઓમેગા-3 ફેટી એસીડ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોનું પ્રમાણ વધારે છે જેનાથી હૃદય તંદુરસ્ત રહે છે. જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેણે તો અખરોટનું સેવન અવશ્ય કરવું જોઈએ.
- કેન્સરનું જોખમ ઘટાડે છે
ઘણા અભ્યાસમાં એ વાત સાબિત થઇ છે કે અખરોટનું સેવન બ્રેસ્ટ કેન્સર,પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર જેવી ગંભીર બીમારીઓના જોખમને ઘટાડે છે. અખરોટમાં પોલીફેનોલ ઈલાગીટેનીન્સ હોય છે જે કેન્સર સામે સુરક્ષા પ્રદાન કરે છે. આ ઉપરાંત અખરોટ હોર્મોન્સ સંબંધી કેન્સરના જોખમને ઘટાડે છે. અખરોટમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટસ શરીરમાં કેન્સરના સેલ્સના વિકાસને અટકાવે છે.
- ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ લાભદાયી
મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન અખરોટનું સેવન અવશ્ય કરવું જોઈએ તેનાથી ખુબ જ ફાયદો થાય છે. અખરોટમાં રહેલ ઓમેગા-3 ફેટી એસીડ ગર્ભમાં રહેલા બાળકના માનસિક વિકાસમાં ખુબ જ મદદ કરે છે. માટે ડોક્ટરની સલાહ લીધા બાદ ગર્ભવતી મહિલાએ ડોક્ટર જે પ્રમાણ જણાવે તે પ્રમાણમાં અખરોટનું સેવન કરવું જોઈએ.
- તણાવ દુર કરે છે અને સારી ઊંઘ આપે છે
અખરોટનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે તેમજ તણાવ દુર થાય છે. અખરોટમાં મેલાટોનીન હોય છે જે એક સારી ઊંઘ પ્રદાન કરવામાં મદદ કરે છે. ઓમેગા-3 ફેટી એસીડ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવીને તાણવને દુર કરે છે. પલાળેલી અખરોટનું નિયમિત સેવન કરવાથી તમારો મૂડ પણ સારો રહેશે અને તણાવ પણ દુર થશે.
- પુરુષોમાં ફર્ટીલીટી શ્રેષ્ઠ બનાવે છે
પ્રોસ્ટેટ ફૂડ,સુગર અને રીફાઈન્ડ અનાજના સેવનના કારણે પુરુષોનું સ્પર્મ ફંક્શન બગડી જતું હોય છે. એવામાં અખરોટનું સેવન કરવામાં આવે તો પુરુષોમાં રહેલા સ્પર્મનો શેપ, ગતિશીલતા વગેરે શ્રેષ્ઠ બને છે. આ ઉપરાંત અખરોટ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. માટે જો તમે શરદી ઉધરસ તાવ જેવી બીમારીઓથી બચવા માંગતા હોય તો રોજ સવારે ખાલી પેટે પલાળેલી અખરોટનું સેવન અવશ્ય કરવું.
આ માહિતી કેવી લાગી? આવા બીજા આયુર્આવેદિક અને હેલ્થ ટીપ્સ વાળા બીજા સુંદર આર્ટીકલ માટે નીચેનું બ્લુ કલરનું LIKE નું બટન દબાવી દેજો. જેથી આવા બીજા સુંદર આર્ટીકલ તમે વાંચી શકો. – ધન્યવાદ. નીચે એક કોમેન્ટ પણ કરી દેજો કે આર્ટીકલ કેવો લાગ્યો.