👩દરેક ટિનએજ છોકરી એવું ઇચ્છતી હોય છે કે તે સુંદર દેખાય. તેના માટે અઢળક બ્યુટી પ્રોડક્ટ, ક્રિમ, ફેશિયલ, શોપ, ફેસ વોશ વગેરે નવા નવા પ્રયોગો કરતી હોય છે. પણ બજારમાં મળતી આ બધી વસ્તુ તમને લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે.
👩તેના માટે તમારે રોજ સવારે વહેલા ઉઠી પથારીમાં જ આ ખાસ પ્રકારનો પ્રયોગ કરવાનો છે. અને તમારો ફેસ નિખરવા લાગશે. આ પ્રયોગ માટે રોજની 10 મિનિટ જેટલો સમય આપવાનો છે.
👩ઘણી છોકરીઓ સોશિયલ મીડિયા પર જોઈ અવનવા પેક બનાવી ચહેરા પર લગાવતી હોય છે. પરંતુ તેનાથી ઘણી વખત આડઅસર પણ થઈ શકે છે. પણ આ એક્સસાઈઝથી તમને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય. ચહેરો તો નિખાર આપશે જ સાથે આંખની નીચેના કુંડાળા પણ દૂર થઈ જશે.
👩-સૌથી પહેલા સવારે જ્યારે પથારીમાં ઉઠો ત્યારે બંધ આંખે પથારીમાંથી બેઠું થવાનું છે. અને હાથની બંને હાથની હથેળી એકબીજા સાથે ઘસવાની રહેશે. આ કામ એકથી બે મિનિટ સુધી કરવું. પછી તે બંને હથેળી આંખો પર મૂકવી અને હાથ ગાલ પર ઘસવા.
👩-હથેળી આ રીતે ઘસવામાં આવે તો હાથમાં ગરમાવો ઉત્પન્ન થાય છે અને તે નિયમિત ચહેરા પર ઘસવાથી ફેસ સુંદર પણ બને છે. એટલું જ નહીં આંખની આસપાસના ડાર્ક સ્પોટ દૂર થાય છે અને જેને સવારે આંખની આજુબાજુ સોજો આવી જતો હોય તેમાંથી છુટકારો મળે છે.
👩-સાથે આંખનું તેજ વધે છે. હથેળી ગાલ પર ઘસવામાં આવે તો દિવસેને દિવસે ગાલ હાઈલાઈટ થાય છે. અને ફેસ ખૂબસૂરત બની જાય છે.
👩-જો તમારા ચહેરા પર ચરબીના થર વધી ગયા હોય તો આ સરળ કસરતથી દૂર કરી શકાય છે. તેનાથી ચહેરો સુંદર બનશે અને ગ્લો પણ વધવા લાગશે. પાઉટ કરવું એટલે કે તમારા ગાલને અંદરની બાજુ ખેંચવા. આ ક્રિયા એક સેકંડ સુધી એમ જ રાખવું ફરી પાછાં સામાન્ય સ્થિતિમાં આવી, ફરી ગાલને ખેંચવા. આ રીતે 10થી 12 વખત કરવું. નિયમિત આ રીતે કરવાથી તમારા ચહેરાની ચરબી ધીમેધીમે ઘટવા લાગશે.
👩-બીજી એક કસરત છે. તેમાં તમારે ગાલને આપણે નાનાપણમાં મસ્તીમાં ફુલાવતા હતા તેને અત્યારે ચહેરો સુંદર બનાવવા માટે કરવાનું છે. મોંમાં હવા ભરી ગાલ ફુલાવવા. થોડી સેકંડ બાદ તે હવા મોં ખોલી બહાર કાઢી નાખવી. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને ચહેરા પર નિખાર પણ આવવા લાગે છે. આ રીતે 10થી 12 વખત રોજ સવારે કરવું.
👩-ઘણા લોકોનું શરીર વધવાથી ચહેરાની નીચેની બાજુ ડબલચીન થવા લાગતી હોય છે. ચહેરા પર પણ ચરબી વધવા લાગતી હોય છે. તેના માટે તમારે મોંઢાને ઉપરની તરફ લઈ જવું. તે પછી જે રીતે ઉપરથી પાણી પીતા હોવ એ રીતે મોં હલાવવું.
👩-આ ક્રિયા 4થી 5 મિનિટ સુધી કરવાની રહેશે. જેનાથી ચહેરાના મસલ્સ પણ મજબૂત અને ટાઈટ બનતા હોય છે. તે સિવાય તમારો ફેસ એક શેપમાં આવશે અને વધારાની ચરબી પણ દૂર થશે.
👩-છેલ્લી કસરત એકદમ સરળ છે. તમારા બંને હોઠને અંદરની બાજુ લઈ જવા અને બહાર લાવવા. ધ્યાન રહે બંને હોઠ એક સાથે અંદર બહાર કરવા. થોડી સેકન્ડ અંદર રાખી એ પછી જ બહાર લાવવા. આ કરવાથી ચહેરાના દાઢીના ભાગ પર જેને ચરબી હોય છે તેમાં ઘટાડો થશે. આ કસરત 10થી 12 વખત કરવી. તમારો ફેસ પણ ખૂબસૂરત દેખાવા લાગશે.
👩માત્ર રોજની 10 મિનિટ તમારા ચહેરા માટે કાઢવાની છે. તેનાથી પાર્લરનો ખર્ચ, ડાર્ક સ્પોટ દૂર થઈ જશે. ચહેરા પણ ગ્લો આવશે તમે સુંદર દેખાવા લાગશો.
જો ફેસ એક્સરસાઈઝ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.