મેથીના ફાયદાતો આપણે સાંભળ્યા હશે અને તેનો ઉપયોગ ઘણા અલગ અલગ શાકમાં કરવામાં આવે છે. તેનાથી શાકનો સ્વાદ પણ વધે અને શરીર માટે મેથી ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે, પણ તમે મેથીને પલાળીને તેના પાણી વિષે નહીં સાંભળ્યુ હોય કે, મેથી કરતાં પણ તેને પલાળેલા પાણીમાં વધારે ફાયદાકારક શક્તિ રહેલી છે મેથીને પલાળીને રાખેલું પાણી શરીરમાં કરે છે અનોખા ફાયદાઓ ચાલો જાણીએ મેથીના પાણીથી શરીરમાં કેટલા ફાયદા કરે છે.
મેથીનું પાણી અનેક રોગોમાં લાભદાયી છે, તે અનેક રોગો જડથી મટાડવાની પણ ક્ષમતા રાખે છે. મેથીનું પાણી બનાવવાની રીત લેખમાં અંતે આપી છે તે ધ્યાનથી વાંચીને તે મુજબ પાણી બનાવીને તેને પીજો, જે તમારા શરીરમાં બેસ્ટ લાભ આપશે. આવો, પ્રથમ જાણીએ કે તે પાણી કેટલા રોગોમાં ફાયદાકારક છે.
- શરદી અને ઉધરસ
શરદી અને ઉધરસ મોસમના બદલતાની સાથે થવા તે એક સમાન્ય કારણ છે પણ ઘણા લોકોને લાંબા સમયથી શરદી અને ઉધરસ રહેતી હોય છે અને કોઈ દવા તેના પર અસરના કરતી હોય તેની માટે આ કાર્ય ફાયદાકારક થશે રોજે નિયમિત સવારે ભૂખ્યા પેટે મેથીનું પાણી પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે મેથીમાં એંટીબેક્તિરિયલ ગુણો હોય છે જે શરદીમાં જલ્દીથી રાહત આપે છે.
- પથરી
પથરીનું પ્રમાણ પેલના સમય કરતાં અત્યારે વધુ જોવા મળે છે કેમકે, અત્યાના સમયમાં લોકોની પાસે તેની હેલ્થનું ધ્યાન રાખવાનો સમય નથી અને પૂરતું પાણી કે પેશાબનું સમયસર નિકાલ નથી કરતાં જેનાથી તે પેશાબના કારણે કિડનીમાં ખાર જામે છે અને તેને પથરીમાં રૂપાંતર કરે છે તેની માટે પણ આ મેથીનું પાણી ખુબજ લાભદાયી છે અને ઘરેલુ ઉપાયમા આ સૌથી સારો અને સરળ ઉપાય છે પથરીની સમસ્યા દૂર કરવા માટે.
- ચરબીમાં ઘટાડો
વધારે કોલોસ્ટ્રોલ વાળો ખોરાક અને અનિયમિત ખોરાક તે સૌથી મોટું કારણ છે ચરબી વધારવાનું તેથી હવે આ પ્રયોગ રોજે કરવો જોઈએ કેમકે મેથીમાં વધારે માત્રમાં ફાઈબર રહેલું છે જેનાથી વારંવાર ભૂખ નહીં લાગે અને કોલોસ્ટ્રોલ વાળો ખોરાક વધારે ખાવાનું અટકી જશે અને ચરબી ઓછી કરવામાં મદદ કરશે.
- ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે.
ડાયાબિટીસ વૃદ્ધથી માંડીને યુવાનોને પણ અત્યારના સમયમાં સમાન્ય ગણાય છે તેને કંટ્રોલ કરવા લોકો ઘણી કસરત અને દવાઓ લેતા હોય છે અલગ અલગ દવાઓના કારણે શરીરને ઘણું નુકસાન પણ થાય છે પણ ડાયાબિટીસ કંટ્રોલમાં આવતી નથી તો ચાલો જાણીએ કે ડાયાબિટીસને આસાનીથી કંટ્રોલમાં કેવી રીતે આવે છે. મેથીમાં ગ્લેક્ટોમનન નામનું તત્વ લોહિમાથી શુગરનું પ્રમાણ ઓછું કરે છે અને આ મેથીના પાણીનું નિયમિત સેવનથી ડાયાબિટીસમાં ખુબ રાહત મળે છે.
- પેટની બળતરા
જ્યારે પણ વધારે વજન વાળો ખોરાક ખાઈએ ત્યારે પેટમાં ગેસ અને અપચાની સમસ્યા ઊભી થતી હોય છે જેના કારણે પેટમાં બળતરા અથવા દુખવાનું ચાલુ રહેતું હોય છે તેની માટે સૌથી સારો ઉપાય છે કે સવાર કઈ પણ ખાધા વગર એક ગ્લાસ મેથીનું પાણી પીવું જોઈએ જેનાથી પેટમાં જમ્યા પછી થતી તકલીફ ઓછી કરે છે અને રોજે આ પાણીના સેવનથી તે તકલીફ ઝડથી કાઢી શકે છે.
- મેથીનું પાણી બનાવવાની રીત
સવારે રોજે તમે મેથીના પાણીનું સેવન ચાલુ કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. સાંજે થોડી મેથી (અડધી કે એક ચમચી) એક ગ્લાસ પાણીમાં નાખી અને સવારે તે મેથી પાણીમાંથી કાઢી અને તે પાણીના સેવનથી પેટની સમસ્યા થોડા સમયમાં દૂર થાય છે અને તેવું રોજે કરવાથી પેટની ઘણી સમસ્યા જડથી નાબૂત થાય છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.