👉કમરનો દુખાવો દિવસે દિવસે સામાન્ય સમસ્યા બની રહ્યો છે. જેને પણ જુઓ કમરના દુખાવાની બૂમો પાડતા જ હોય છે. કેમ કે મોટાભાગની મહિલાઓ અત્યારે ઘરના કામ ઉપરાંત જોબ પણ કરતી હોય છે જેના કારણે તે પોતાના શરીર પ્રત્યે ધ્યાન આપી શકતી નથી. આખો દિવસ કામમાં વ્યસ્ત હોવાના કારણે તે શરીરનો ખ્યાલ રાખી શકતી નથી. જેના કારણે પગનો દુખાવો, કમરનો દુખાવો સામાન્ય બની ગયા છે.
👉પરંતુ આ કમરના દુખાવાને તમે કસરત કે યોગ દ્વારા દૂર કરી શકો છો. તમારા બીઝી શિડ્યુલમાંથી પણ થોડો સમય કાઢીને થોડો સમય યોગ કરશો તો જરૂર ફાયદો થશે. આ આસન એવું છે જે બેડ પર સુતા સુતા કરી શકો છો. તેમાં બહાર જવાની પણ જરૂર નહીં પડે. આ આસન છે મત્સ્ય ક્રિડાસન. બધા યોગમાં આ આસન સૌથી આરામદાયક અને અસરકારક ગણાય છે. તેને ખૂબ જ સરળતાથી કરી શકો છો.
👉આ આસનને સંસ્કૃતમાં મત્સ્ય કહેવાય છે. જેનો અર્થ માછલી થાય અને ક્રિડા એટલે ક્રિયા કરવી. અંગ્રેજીમાં તેને ફ્લેપીંગ ફીશ પોસ કહે છે. મત્સ્ય ક્રિડાસન કરો ત્યારે તમારે શરીર પાણીમાં રમતી માછલી જેવું બનાવવાનું છે.
👉સૌથી વધારે ફાયદો ગર્ભવતી મહિલાને થતો હોય છે. જો કોઈ મહિલાને 3 મહિનો શરૂ થાય અને આ આસન કરવાનું શરૂ કરે તો તેને માનસિક અને શારીરિક શાંતિ મળતી હોય છે. તે સિવાય જે લોકો ડિપ્રેશન અથવા સાયટીકાની તકલીફ હોય તેમના માટે ઘણું લાભદાયી છે. મત્સ્ય ક્રિડાસન સામાન્ય માણસ માટે પણ અત્યંત લાભદાયી છે. તે શરીરમાં અનેક ફાયદા આપશે.
👉કરવાની રીત- કોઈપણ યોગ હોય તેને કરવાની એક રીત હોય છે. તેને તે પ્રમાણે કરવામાં આવે તો વધારે ફાયદાકારક સાબિત થાય છે. સૌથી પહેલા શવાસનમાં સૂઈ જવું. અને જમણી બાજુ ફરવું. ત્યાર બાદ બંને હાથથી પોતાના મસ્તકને સહારો આપવો. પછી તમારો ડાબો પગ આગળની તરફ ઉંધો L બનાવતા હોય એમ રાખવો. જેમ મત્સ્યનો આકાર હોય એમ. હવે બંને હાથની આંગળીઓ એકબીજા સાથે ભેગી કરી, જમણા ખભાનો સહારો લઈ તેના પર માથું રાખી સૂઈ જવું.
👉મત્સ્ય ક્રિડા કરતી વખતે ધ્યાન રહે કે ડાબા હાથની કોણી, ડાબા પગના ઘૂંટણને સ્પર્શ થાય તેમ કરવું. જયાં સુધી થઈ શકે આ આસન કરવું અને સાથે લાંબા ઉંડા શ્વાસ લેતા રહેવું. હવે જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે વિશ્રામ કરો. 2થી 3 મિનિટ સુધી આ સ્થિતિમાં રહેવું. હવે ફરી ડાબી બાજુથી આ આસન કરો.
👉મત્સ્ય ક્રિડાસનના ફાયદા- તમારું શરીર વધારે ફ્લેક્સિબલ બનાવે છે. સાથે પાચનતંત્રની પ્રક્રિયા વધારે સારી કરે છે. કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો દૂર કરે છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે. કમરની ચારે તરફ જામેલા ચરબીના થર ઓછા કરશે. સાથે પીઠ દર્દમાંથી પણ છુટકારો મળશે. એટલું જ નહીં મગજને સંતુલિત રાખવાનું કામ કરે છે. જેનાથી એકાગ્રતા શક્તિ વધે છે. વિચારની પ્રક્રિયા પણ ખૂબ જ સટીક અને સ્પષ્ટ બનશે.
👉આવી સ્થિતિમાં ક્યારેય ન કરવું- માઈગ્રેન અને ઇન્સોમનિયાના દર્દીએ આ યોગ ન કરવો. ગંભીર પીઠનો દુખાવો રહેતો હોય ત્યારે પણ મત્સ્ય ક્રિડાસન ન કરવું જોઈએ. ઘૂંટણમાં ગંભીર ઇજા થઈ હોય તો યોગાસન કરતી વખતે કુશનનો ઉપયોગ કરવો.
👉મસ્ત્ય ક્રિડાસન કરતી વખતે તમારા શરીરમાં દુખાવો થવા લાગે તો ક્યારેય ન કરવું. સાથે જો શરીરમાં આ યોગને લઈ કોઈ વાત હોય તો ડૉક્ટર પાસે જરૂર જવું જોઈએ. અથવા આ યોગ કરતાં પહેલા એક વખત ડૉક્ટરની સલાહ જરૂર લેવી, કોઈ પ્રશિક્ષિત યોગ વિશેષજ્ઞ હોય તો એમની સાથે સલાહ લેવી.
👉ધ્યાન રહે કે આસન કરતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ. જેથી શરીરને કોઈ પ્રકારનું નુકસાન ન થાય. કોઈપણ યોગ કરો ખૂબ જ આરામ સાથે અને ધીમેધીમે કરવા જોઈએ. ગર્ભવતી મહિલા આ આસન ઉંધા સૂઇ ન કરવું જોઇએ. મત્સ્ય ક્રિડાસન શરીરને તંદુરસ્તી આપવાનું કામ કરશે.
જો આ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.