🍍 જે લોકોનો એક વાર વજન વધે છે તે લોકો પોતાનો વજન ઉતારવા માટે ઘણી જ પરેશાની ઉઠાવતા હોય છે. ઘણા એવા લોકો હોય છે જેને પોતાનો વજન તો ઓછો કરવો જ છે પરંતુ તેઓ પોતાની દૈનિક પ્રવૃતિમાંથી કસરત માટે સમય કાઢી શકતા નથી. જે લોકોને પોતાનો વજન ઓછો કરવો છે અને તે પણ ખૂબ જ ઓછા સમયમાં વધારે વજન ઘટાડવો છે તો તેના માટે પાયનેપલ ડાયેટ ખૂબ જ સારો એવો ઉપાય છે.
🍍 પાયનેપલ ડાયેટ એ એક મનોવૈજ્ઞાનિક સ્ટેન હેગ્લરે 1970માં બનાવી હતી. આ ડાયેટ મુજ્બ તમારે 2 કિલો પાયનેપલને બીજા સ્વાસ્થ્ય વર્ધક ખોરાકની સાથે કુલ 5 દિવસ ખાવાના છે. આ ડાયેટ ચાર્ટને કીલો કરવાથી તે માત્ર 5 દિવસમાં જ તમારા શરીરની 5 કિલો જેટલો વજન ઘટાડે છે. પાયનેપલ શરીરમાં રહેલા પાણીને જડપથી ઘટાડે છે અને સાથે તે શરીરમાં રહેલા ઝેરી,બિનજરૂરી એવા તમામ તત્વોને બહાર કરે છે.
🍍 પાયનેપલ ડાયેટ જે લોકો પોતાનો વજન ઓછો કરવા માંગતા હોય તેમને ખૂબ જ રસ પડે તેવો ચાર્ટ છે કઈક નવું લાગે તેવો છે. પાયનેપલ ડાયેટ કરતાં શરીરને કોઈ જ કમજોરી જણાતી નથી કેમ કે પાયનેપલમાં એન્જાઈમ અને ફાઇટોન્યુટ્રી એટ્સ સમાયેલ છે જે હેલ્થ માટે ઉત્તમ છે. પાયનેપલ ડાયેટ વજન તો ઘટાડે જ છે સાથે શરીરના સોજાને પણ દૂર કરે છે.
🍍 પાયનેપલ ડાયેટ માં તમારે 5 દિવસ માત્ર પાયનેપલ જ ખાવાનું છે. પાયનેપલમાં ડાયસ ફાયબર, ભરપૂર પાણી અને સાથે તેમાં બ્રોમેલેન પણ રહેલું છે તેના કારણે તમને ભૂખ પણ ઓછી લાગશે. ડાયેટ દરમ્યાન નબળાઈ કે કમજોરી જરા પણ લગતી નથી.
🍍 પાયનેપલ એક એવું ફ્રૂટ છે કે તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોવા છતાં પણ ખૂબ જ પૌષ્ટિક અને રસીલું છે. એક વાટકી પાયનેપલમાં મેક્સિમમ 82 જેટલી કેલેરી સમાયેલી હોય છે. પાયનેપલ ખાવામાં સ્વાદિષ્ટ અને રસીલું છે તેથી સૌને તેનો સ્વાદ પસંદ છે.
🍍 જો તમારું શરીર એક્ટિવ રહે તો તેમાં ઓછા વિષાક્ત પદાર્થ પેદા થાય છે અને તેથી તમારું મેટાબોલીઝમ પણ એક્ટિવ રહે છે. પાયનેપલ ખાવાથી શરીર વધારે એનર્જીવાળું અને સક્રિય રહે છે. આ તમામ પ્રક્રિયાની સાથે સાથે તમારું વજન ખૂબ જ તેજ ગતિથી ઘટવા લાગે છે.
🍍 5 દિવસ માટેનો પાયનેપલ ડાયેટ પ્લાન : શું તમે તમારું વજન ઘટાડવા માંગો છો તો આ પાયનેપલ ડાયેટ પ્લાનને ફોલો કરીને તમે ખૂબ જ સ્વસ્થ રીતે તમારા વજનને ઘટાડી શકો છો. આ પ્લાનમાં તમારે સવારે બપોરે અને સાંજે પાયનેપલને ખાવાની સાથે અન્ય પણ પૌષ્ટિક ચીજને પણ ખાવી આ સાથે ખૂબ જ પાણી પીવો અને એક વાત ખાસ યાદ રહે કે રાતનું ભોજન સુવાના 3 કલાક પહેલા જ લઈ લેવું.
🍍 નાસ્તો : સવારે નાસ્તામાં તમે 1 વાટકો પાઈનેપલ, 1 નાની વાટકી ફેટ લેસ યોગર્ટ, એક હોલ બ્રેડ. આ મુજબ તમે 5 દિવસ નાસ્તામાં લઈ શકો છો. સવારના નાસ્તાથી જ તમારે પાઈનેપલ લેવું તેનાથી ઘણો જ ફાયદો થાય છે.
🍍 બપોરનું ભોજન : 100 ગ્રામ પાઈનેપલ સાથે પૌષ્ટિક એવું કઠોળ જો તમે ફણગાવીને બપોરના ભોજનમાં લો તો તે વધારે સારું. પાઇનેપલ, કઠોળ સાથે વેજીટેબલ સૂપ પણ લઈ શકાય.
🍍 સાંજનું ભોજન : પાઈનેપલ સલાડ, 100 ગ્રામ રાઈસ અને 100 ગ્રામ કઠોળ.
🍍 પાઈનેપલ ડાયેટમાં કસરતનું સ્થાન : આપણે વાત જ્યારે વજન ઘટાડવાની કરતાં હોઈએ તો હેલ્ધી ખોરાકની સાથે સાથે ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા શરીરની પાસેથી કેટલું કામ લઈએ છીએ. જો શરીર પોતાની ઉર્જાને ખર્ચ જ નહિ કરે તો શરીર કેવી રીતે ઓછું થશે તો પાઈનેપલ ડાયેટની સાથે થોડી કસરત પણ જરૂરી છે.
🍍 પાયનેપલ ડાયેટ સાથે કસરત : નેક રોટેશન, શોલ્ડર રોટેશન, આર્મ રોટેશન, સ્ટ્રોંગ જોગિંગ, જમ્પિંગ અને પુશઅપ્સ જેવી કસરત તમે કરી શકો.
🍍 પાચન સુધારક : પાઈનેપલમાં પાણીની માત્રા વધારે હોય છે તે ખાધેલા ખોરાકને સારી રીતે પચાવવાની શક્તિ ધરાવે છે. પાઈનેપલ ખાવાથી ક્યારેય કોઈ પાચનને લગતી તકલીફ થતી નથી.
🍍 હાર્ટ માટે ઉત્તમ : પાઈનેપલમાં બ્રોમેલેન નામક એક એવું તત્વ હોય છે કે જે હાર્ટ માટે ઉત્તમ છે. આ તત્વ બ્લડને જાડું થવા દેતું નથી અને તેથી જ હાર્ટને કોઈ પણ બીજી તકલીફ થતી નથી.
🍍 પાઈનેપલ ડાયેટનું નુકશાન : આમ અચાનક જ ખોરાકમાં ફેરફાર થવાના કારણે તમને એસિડિટી કે અન્ય કોઈ તકલીફ પણ થઈ શકે છે. જો આવું સહેજે જણાય તો તમે આ ડાયટ છોડીને તરત જ નિષ્ણાંતની સલાહ લો અથવા ડાયટ ચાર્ટ સ્ટાટ કરતાં પહેલા જ ડૉક્ટરની સલાહ લઈ શકો છો.
જો પાઈનેપલ ડાયેટ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.