🧄શિયાળાની સીઝનમાં લીલા લસણનું સેવન લોકો શેકીને અથવા તેનો રોટલો બનાવીને ખાતાં હોય છે. શિયાળામાં તો લસણ અનેક રીતે લાભદાયી છે જ. પરંતુ જો તમે નિયમિત શેકેલા લસણનું સેવન કરશો તો અગણિત ફાયદા થશે.
🧄લસણ આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. લસણથી કેન્સર જેવી બીમારીને દૂર રાખી શકાય છે. તે સિવાય પણ અનેક રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. ડોક્ટરો પણ લસણ ખાવાની સલાહ આપતા હોય છે.
🧄લસણ જમવાનો ટેસ્ટ વધારે છે સાથે સાથે આયુર્વેદમાં પણ ઔષધી તરીકે ઉપયોગમાં આવે છે. કેમ કે તે શરીર માટે ગુણકારી છે. ઘણાં વડીલો તો કાચું લસણ ખાવાનું પસંદ કરતાં હોય છે. જેથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
🧄કેટલાક રિર્ચરો દ્વારા લસણ શરીરને કેવી રીતે ઉપયોગી બને છે તે જાણવા મળ્યું છે. 6 કળી લસણ શેકેલું ખાય તેના એક કલાક પછી તે પચવાનું શરૂ થાય છે. પછી તે પોતાનો પૌષ્ટિક પ્રભાવ શરૂ કરે છે. 2થી 4 કલાક બાદ તેમાંથી એન્ટી ઓક્સીડન્ટ તત્વ શરીરને પોષણ આપવાનું કામ શરૂ કરે છે. જેથી કેન્સની કોશિકાઓ ઉત્પન્ન થવા દેતું નથી.
🧄4થી 6 કલાક પછી તે મેટાબોલિઝમ પર કામ કરવા લાગે છે. તે શરીરમાં જે એકસ્ટ્રા કેલરી કે ફેટ હોય તેને બર્ન કરવાનું કામ કરે છે. અને 6 કલાક પછી તે લોહીમાં રહેલા સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે. અંતે 10 કલાક પછી ખરેખર લસણ જે રીતે ગુણ કરવાનું શરૂ કરે છે. તે જાણીએ. પરંતુ તે પહેલા ઘણી ખરી બીમારીઓને દૂર કરી નાખે છે.
🧄વિષાક્ત કાઢે બહાર- શરીરમાં વિષાક્ત નામનો પદાર્થ હોય છે. જે લસણના સેવનથી મળ કે મૂત્ર દ્વારા બહાર આવી જાય છે. તેનાથી કોલેસ્ટ્રોલનો તો ઘટાડો થાય છે. સાથે સાથે હાડકાં પણ મજબૂત થવા લાગે છે.
🧄કોલેસ્ટોલ ઘટાડે- ખરાબ કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં વધી જાય તો હાર્ટની તકલીફ થવા લાગે છે. તેના માટે તમારે ખાલી પેટે શેકેલા લસણનું સેવન કરવું જોઈએ. તેથી કોલેસ્ટ્રોલ ઘટે છે.
🧄કેન્સર- હાલના સમયમાં કેન્સરની બીમારી મોટાભાગે લોકોને થવા લાગી છે. તેમાં પણ બ્રેસ્ટ અને પ્રોસ્ટેટનું કેન્સર વધારે માત્રામાં જોવા મળે છે. તેનાથી બચવા માટે લસણ ખાવું જોઈએ. લસણ આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. જેથી કેન્સરની કોશિકાનો જન્મ થતો નથી. ઠંડીની સીઝનમાં લસણ અચૂક ખાવું જોઈએ.
🧄કબજિયાત- જો તમને પાચન સંબંધિ બીમારી હોય તો રોજ શેકેલું લસણ ખાવું જોઈએ. તેમાં પણ ખાલી પેટે ખાશો તો અદ્દભૂત ફાયદા થશે.
🧄બ્લડ પ્રેશર માટે- જેને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય તેવા લોકોએ ખાસ શેકેલું લસણ ખાવું જોઈએ. જેથી તે કંટ્રોલમાં રહે છે. અને હૃદય પણ સ્વસ્થ રહે. હાઈ બ્લડ પ્રેશર રહેતા વ્યક્તિને ખાસ સેવન કરવું જોઈએ જેથી તેમાં ઘટાડો થાય.
🧄મેલ હોર્મોન વધારે- મર્દાનગીમાં વધારો કરવાનું કામ લસણ કરે છે. કેમ કે તેમાં એલીસીન નામનું તત્વ રહેલું હોય છે. જે આ પ્રકારના હોર્મોનના સ્તરને ઠીક કરી વધારો કરે છે. જેથી કોઈ પણ પુરુષ ઇરેક્ટાઈલ ડીસફંક્શનથી દૂર રહે છે. તે ઉપરાંત સ્પર્મમાં પણ વધારો થાય છે. કેમ કે સેલેનીયમ અને વિટામિનનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે.
🧄આમ આ રીતે નિયમિત લસણનું સેવન કરશો તો ઘણી બીમારો સામે રક્ષણ મળશે. જો તમને તેના સેવનથી ફાયદો ન મળતો હોય તો કોઈપણ બીમારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
જો શેકેલા લસણની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.