આપણે બધા જાણીએ છીએ કે, સવારે વહેલા ઉઠવુ જોઇએ. હિન્દુ ધર્મમાં સવારે વહેલા ઉઠવાનું કહેવામાં આવે છે, તેના અનેક ફાયદા છે. જે વ્યક્તિ વહેલા સવારે ઉઠે છે તેનું મન પ્રફૂલ્લિત રહે છે, સારા વિચારો આવે છે, વગેરે જેવા કારણો તો આપણે જાણીએ જ છીએ પરંતુ આપણા જ્ઞાન અને નિત્ય ક્રમમાં તથા સનાતન ધર્મમાં વહેલા ઉઠવાનો નિર્દેશ શા-માટે કરવામાં આવ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ.
આપણા વેદો-પુરાણોમાં તો સમય ચક્રને જ ઇશ્વર ગણાવવામાં આવ્યો છે. વ્યક્તિ તેના નિર્મિત સમય માટે જ જીવંત હોય છે. ત્યાર બાદ કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. શાસ્ત્રો અને વેદો પ્રમાણે બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી ઈશ્વર (પરમાત્મા) પ્રાપ્તિ સુધીના રસ્તા પણ ખૂલે છે તેવું કહેવામા આવે છે. તો આજે જાણીએ કે બ્રહ્મ મુહુર્ત નો સમય ક્યો કહેવાય અને બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી સામાન્ય માનવીના જીવનમાં કેવા કેવા ફેરફાર આવે છે.
સવારે વહેલા 4.10 વાગ્યાથી 5.30 અમુક લોકો (4 થી 5.15નો સમય ગણે છે) સુધીના સમયને બ્રહ્મ મુહુર્ત કહેવામાં આવે છે. આ સમયે મોટાભાગે વેદોના અભ્યાસ, ધ્યાન, ભક્તિ તેમજ કોઈ ગહન વિચારયુક્ત ક્રિયાઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે ઉઠવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. વેદોમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે જાગતા વ્યક્તિ ક્યારેય રોગી નથી બનતો અને ક્યારેય દુખી પણ નથી બનતો.
- બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી કઈ કઈ અમુલ્ય વસ્તુ પ્રાપ્ત થાય છે તે જાણો.
બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી આ એક ખાસ ફાયદો થાય છે જેને બહુ ઓછા લોકો જાણતા હોય છે. તે સમયે આવતો પવન ચંદ્રના કિરણોથી સજ્જ હોય છે અને અમૃત કણોથી પણ સજ્જ હોય છે, જેને ચાંદની કહેવાય છે તથા તે સમયને અમૃત સમય કહેવામાં આવે છે. તે સમયની હવામાં અંદાજિત 40% ઓક્સિજન, 55% નાઇટ્રોજન અને 05% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. સૂર્યોદયની સાથે જ સમસ્ત વાયુ મંડળમાં પરિવર્તન થઇ જાય છે. તેના ફળ સ્વરુપે માનસિક એકાગ્રતા અને શાંતિનો અનુભવ કરાવે છે.
બાકી પૂરા દિવસ દરમિયાન વાતાવરણમાં આવું વાયુનું પ્રમાણ નહીં હોતું, માટે આ બ્રહ્મ મુહુર્તના સમયે ઉઠનાર વ્યક્તિની માનસિક સ્થિતિ ખૂબ જ ઊંચા લેવલ પર જઇ શકે છે. અને અદ્ભુત માં અદ્ભુત પરિણામો પ્રાપ્ત કરવા માટે સમર્થ છે. એટલા માટે જ ઋષિમુનિઓ તેમજ સમ્રાટ રાજાઓ આ સમયે જાગતા હતા.
- વહેલા ઉઠવાને બનાવો નિત્યક્રમ
એવું કહેવાય છે કે, આપણી ચારેબાજુ એક સમયચક્ર ફરતુ હોય છે. જે સેકંડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયુ, મહિનો અને વર્ષ આમ સમયચક્ર આપણી માનસિક અને શારિરીક બંને પ્રકારની શુદ્ધિ માટે ખૂબ જ અસરકારક છે. તેવું પણ કહેવાય છે કે, આ રીતે નિયમિત જો કોઈ બ્રહ્મ મુહુર્તમાં ઊઠવાનો નિત્યક્રમ કરે તો તેને ખૂબ જ સારું પરિણામ મળી શકે છે.
જે લોકો બ્રહ્મ મુહુર્તમાં ઉઠે તો તેના શરીરને શુદ્ધ ઓક્સીજન મેળવી શકે છે, તે સમયે ચંદ્રની ચાંદની શરીર પર તેનો પ્રભાવ પાડે છે. આ કારણે મનુષ્ય 100 વર્ષ સુધી પોતાનું આયુષ્ય ભોગવી શકે છે. અને ઘણા કિસ્સામાં આ આયુષ્ય 125 વર્ષ સુધી પણ થઇ શકે છે.
આજકાલની જીંદગીના કારણે લોકો 8-9 વાગે ઉઠતા હોય છે અને અમુક તો 10-12 વાગ્યે પણ ઉઠતાં હોય છે મતલબ કે બ્રહ્મ મુહુર્ત કરતાં 5-7 કલાક મોડા જાગતા હોય, તેના કારણે તેમના શરીરમાં આળસ અને ક્રોધનો પ્રભાવ વધુ જોવા મળે છે. અને લાંબાગાળે જિંદગી માં ખૂબ નિષ્ક્રિય અને નિષ્ફળ રહેતા હોય છે.
ઉપર જણાવેલા અદ્ભુત ફાયદા બ્રહ્મ મુહુર્તમાં જાગવાથી થાય છે, જો આ ફાયદા તમે પણ મેળવવા માંગો છો? તમારું પણ જ્ઞાન, બળ અને તેજ વધે તેવી ઈચ્છા છે? તો કોમેન્ટ માં “yes” લખીને અમને મેસેજ કરો, જેથી અમે બ્રહ્મ મુહુર્તમાં કેવી રીતે ઊઠવું તેની વિધિ જણાવીશું, તે વિધિ ફોલો કરવાથી તમે કદાચ 8 વાગ્યે ઉઠતાં હશો તો પણ તમે આસાનીથી બ્રહ્મ મુહુર્તમાં ઉઠી શકશો. તો જલ્દીથી કોમેન્ટ કરો.