અત્યારના સમયમાં અલગ અલગ બીમારીથી માણસો પીડાઈ રહ્યા છે, તે પીડાતી રાહત મેળવા માટે લોકો દવા તરફ જતાં રહે છે પણ દવાની અસર થોડા સમય માટે જ હોય છે દવાથી કોઈ રોગ બહાર નથી નીકળતો. દવાનો પાવર જ્યા સુધી શરીરમાં રહે છે ત્યાં સુધી સારું રહે છે અને દવાનો પાવર પૂરો થતાં તબિયત ખરાબ થવા લાગે છે.
પણ આજે આ આયુર્વેદિક ઉપાય વિષે જણાવીશું તે એકદમ સરળ અને બીમારીને જડથી કાઢવામાં મદદ કરશે. લોકો દવાની સાથે રોજે દૂધનું સેવન કરતાં હોય છે. આજે આ દૂધ અને તેમાં થોડી વસ્તુ મિક્સ કરીને પીવા વિષેની વાત કરવાની છે જેનાથી મોટા મોટા રોગો દૂર રહે છે.
શારીરિક નબળાઈ, મગજની નબળાઈ અને વૃદ્ધો માટે સૌથી વધારે ફાયદો ઘી થી થાય છે. એક ચમચી ઘી રોજે એક ગ્લાસ દૂધમાં મિક્સ કરી પીવાથી શરીરની નબળાઈ, મગનની નબળાઈ જલ્દીથી દૂર થાય છે. ગર્ભવતી સ્ત્રી માટે પણ એક ગ્લાસ દૂધની અંદર એક ચમચી ઘી મેળવી પીવાથી ગર્ભમાં રહેલા બાળકને પોષણ મળે છે અને બાળક તંદુરસ્ત રહે છે અને બાળક વધારે બુદ્ધિશાળી બને છે.
ગુંદર વિષે તમે સંભાળ્યું હશે તે ઘણા રોગમાં ઉપયોગી સાબિત થાય છે. તો ચાલો જાણીએ દૂધ સાથે ગુંદર ખાવાથી કેટલા ફાયદાઓ થાય છે. શરીરમાં કમજોરી રહેતી હોય છે અથવા બ્લડપ્રેશર રહેતું હોય છે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને ચક્કર આવવાની તકલીફ રહેતી હોય તેવા લોકોને રોજે એક ગ્લાસ દૂધની અંદર 1 નાની ચમચી ગુંદર મિક્સ કરીને સવારે પીવું જોઈએ અથવા ગુંદરનો લાડવો બનાવી ખાવો અને પછી તેની ઉપર એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. ગુંદર વાળું દૂધ પીવાથી ઉપર આપેલી સમસ્યા જલ્દીથી ઠીક થવા લાગે છે. પણ પહેલા તમારી તાસીર ને ગુંદર માફક છે કે નહિ તે જાણવું.. નહિ તો અહીં આપેલા બીજા પ્રયોગ કરવા. આ ગુંદરનો પ્રયોગ રાત્રે તેમજ સવારે બંને સમય કરી શકો છો.
શરીરના કોઈ પણ અંગમાં દુખાવો થાય અથવા કોઈ અંગ પર ઘા વાગેલો હોય તો હળદર અને દૂધના સેવનથી તે દુખાવામાં રાહત થાય છે. દુખાવાના કીટાણુને મારવા માટે હળદર અને દૂધ ખુબજ ઉપયોગી છે. શરીરને ઇજા થાય તે દિવસ રાત્રે એક ગ્લાસ દૂધ અને તેની અંદર એક ચમચી હળદર મિક્સ કરી તેને થોડું ગરમ કરી પીવું.
શિયાળામાં ગુંદરનું સેવન કરવું વધારે સારું રહે છે. ગુંદર અને તેનાથી બનેલી વસ્તુ ખાવાથી હ્રદય રોગ દૂર રહે છે. શિયાળામાં દિવસ દરમિયાન એક વાર દૂધ અને ગુંદરનું સેવન જરૂર કરવું જોઈએ, તેનાથી વૃદ્ધોને હાર્ટઅટેક આવવાની સંભાવના દૂર થાય છે અને માંશપેશીઓ મજબૂત બનાવે છે. વધારે દવા લેવાના કારણે શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે, તે ગરમીને બહાર કાઢવાનું કામ પણ કરે છે.
વજન ઘટાડવા માટે દૂધ અને વરિયાળી ખુબજ ઉપયોગી સાબિત થાય છે. શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રોજે એક ગ્લાસ દૂધની અંદર અર્ધી ચમચી વરિયાળી મિક્સ કરી પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટઅટેક આવવાની સંભાવના ઓછી કરે છે. વધારે ચરબી વાળા વ્યક્તિઓને પણ રોજે નિયમિત વરિયાળી અને દૂધનું સેવન કરવું જોઈએ. આ વસ્તુના સેવનથી પાચનશક્તિ વધે છે અને ખાધેલો ખોરાક જલ્દીથી પચવામાં મદદ કરે તેથી વજન કંટ્રોલમાં રહે છે.
આ વસ્તુના સેવનથી ઉલ્ટી કે ઊબકા પણ ઘટી જાય છે. ખાતા ઓડકાર પણ આવતા બંધ થઈ જશે. શરીરમાં બળતરા થાય છે તો, વરિયાળી અને કોથમીર બરાબર લેવી તેને વાટી તેનું જ્યુસ બનાવી તેને ગાળી લેવું પછી અંદર થોડી સાકર મિક્સ કરવી. પછી રોજે જમ્યા પછી 3 થી 4 ગ્રામ જેટલું આ વસ્તુ લેવું અને તેનું સેવન કરવું શરીરમાં થતી બળતરા અટકી જશે.
આંખોને નુકસાનથી બચવા માટે વરિયાળી અને સાકરની એક માપે લેવા તેને વાટીને તેનો પાવડર બનાવવો અને રોજે સવારે અને રાત્રે એક ગ્લાસ પાણીમાં આ વાટેલો પાવડર એક ચમચી મિક્સ કરી પીવાથી આંખોને દ્રષ્ટિ વધે છે અને નંબર આવવાની સંભાવના ઘટે છે. સાથે ખાટા ઓડકાર આવતા બંધ કરવા માટે વરિયાળી પાણીમાં ઉકાળી તેની અંદર થોડી સાકર મિક્સ કરી પીવાથી રાહત મળશે.
ચામડીની કોઈ પણ પ્રકારની સમસ્યા જેવી કે, ખજવાળ, ઇન્ફેક્ષન કે મુહાસો જેવા રોગથી છૂટકારો મેળવવા માટે દૂધ અને હળદરનું સેવન કરવું જોઈએ. હળદર અને દૂધના સેવનથી સ્કીન પ્રોબ્લેમ્સ દૂર રહે છે. હળદર અને દૂધમાં રહેલા એંટીસેપ્ટિક અને એન્ટિબેકટિરિયલ ગુણ ચામડીની તમામ સમસ્યા દૂર રાખે છે. સ્કીન પ્રોબલમથી દૂર રહેવા માટે રોજે એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરી તેને હુફાળું ગરમ કરી તેનું સેવન કરવું જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.