નાનપણમાં લગભગ છોકરીઓને તેમની માતા ચોટલો વાળી દેતા હોય છે. અને તે સમયે છોકરીઓને તે ખરાબ લાગતું હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે વાળમાં ચોટલો વાળવાથી વાળને તો ખુબ જ ફાયદો થાય છે પરંતુ તેની સાથે સાથે શરીરને પણ અમુક સ્વાસ્થ્ય લાભ થાય છે.
આજના મોડર્ન સમયમાં છોકરીઓ પોતાના વાળમાં તેલ નાખવાનું પસંદ કરતી નથી. આ ઉપરાંત લગભગ છોકરીઓ પોતાના વાળ ખુલ્લા રાખવાનું પસંદ કરે છે. તેના કારણે વાળ તૂટવાની તેમજ વાળ બેજાન થવાની સમસ્યા થવા લાગે છે. જયારે પહેલાના સમયમાં લગભગ મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખતી હતી તેથી તેમના વાળ લાંબા રહેતા હતા. આજે અમે તમને ચોટલો વાળીને રાખવાથી થતા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ ચોટલો વળવાનું શરુ કરી દેશો.
ચોટલો વાળવાથી વાળ વધે છે
આપણે નાનપણથી જ આપણા દાદી અને નાનીના મોંથી સાંભળતા આવ્યા છીએ કે ચોટલો વાળવાથી વાળ લાંબા થાય છે. પરંતુ ઘણા ઓછો લોકોને ખ્યાલ હોય છે કે ચોટલો વાળવાથી ખરેખર વાળ વધે છે. એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે ચોટલો વાળવાથી વાળ વધે છે. કારણ કે ચોટલો વાળવાથી બધા વાળ ભેગા રહે છે જેથી વાળ ઓછા તૂટે છે. આ ઉપરાંત વાળમાં ઓછો તણાવ રહે છે જેથી વાળનો ઝડપથી વિકાસ થાય છે. માટે જો લાંબા વાળ જોઈતા હોય તો વાળમાં તેલ નાખીને ચોટલો વાળીને રાખવો.
વાળમાં ઘૂંચની સમસ્યા રહેતી નથી
વાળને જો ખુલ્લા રાખવામાં આવે તો તે ઝડપથી ઘુંચવાય જાય છે અને તુટવા લાગે છે. આ ઉપરાંત ખુલ્લા વાળ રાખવાથી વાળમાં ધૂળ-માટી અને ગંદગી સરળતાથી લાગી જાય છે. જેના લીધે વાળ નબળા પડી જાય છે તેમજ વાળમાં ખોળાની સમસ્યા થાય છે. પરંતુ ચોટલો વાળેલો રાખવાથી વાળ ઓછા ઘૂંચવાય છે જેથી વાળનો ગ્રોથ સારો રહે છે.
સુતી વખતે નસોને આરામ મળે છે
રાત્રે સુતા પહેલા વાળને બાંધીને અથવા ચોટલો વાળીને સુવું જોઈએ. કારણ કે તેવું કરવાથી રાત્રે સુતી વખતે ઓશિકા સાથે વાળનું ઘર્ષણ ઓછુ થાય છે. તેના કારણે માથા અને ઓશિકા વચ્ચે એક આરામદાયક પોઝ બને છે. જેના કારણે માથાની નસને આરામ મળે છે. આ પ્રકારે તમારે નસોમાં દબાણ ઓછું થાય છે અને ક્યારેય સુતી વખતે માથાના દુખાવાની સમસ્યા રહેતી નથી. ઘણી સ્ત્રીઓને વાળ ખુલ્લા રાખીને સુવાની ટેવ હોય છે. જો ચોટલો બાંધીને સુવાનું ના ફાવે તો ખુલ્લા વાળ રાખીને પણ સુઈ શકો છો.
વાળને પોષણ મળે છે
ચોટલો વાળવાથી વાળ બંધાયેલા રહે છે તેથી વાળમાં નમી બરકરાર રહે છે જેથી વાળને પોષણ મળે છે. જો વાળને વધારે પોષણ આપવા માંગતા હોય તો વાળમાં બદામ અને નારિયેળ તેલ લગાવી હળવા હાથે માલીશ કરવી અને ચોટલો વાળી લેવો. ચોટલો વાળવાથી બધું પોષણ વાળમાં લોક થઇ જાય છે અને પોષણ વાળના મૂળ સુધી પહોંચે છે અને વાળને આરામ આપે છે. જેથી વાળનો ગ્રોથ પણ સારો રહે છે.
બેજાન અને બેમોઢાં વાળા વાળ દુર થાય છે
જે લોકોના વાળ વચ્ચે વચ્ચેથી તૂટી જાય છે અને બેમોઢાં વાળ બની જાય છે. તો તેવા લોકો માટે જો ચોટલો વાળે તો આ સમસ્યા દુર થાય છે. વાળ ખુલ્લા રહેવાથી તે પ્રદુષિત વાતાવરણ તેમજ ધૂળ માટીના સંપર્કમાં આવે છે. આ ઉપરાંત વાળમાં ઘૂંચ વળે છે જેના કારણે વાળ બેજાન બની જાય છે અને તૂટે છે. એટલું જ નહિ પરંતુ તેનાથી વાળ બેમોઢા થઇ જાય છે જેથી વાળનો ગ્રોથ અટકી જાય છે. ચોટલો વાળવામાં આવે તો આ સમસ્યાઓ સામે રક્ષણ મળે છે.
- ચોટલો વાળતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું
ચોટલો વધારે ટાઈટ વાળવો જોઈએ નહિ. કારણ કે વધારે ટાઈટ ચોટલો વાળવાથી હેયર ફોલ થાય છે. ખોટી રીતે ચોટલો વાળવાથી વાળ અને માથા પર હાનીકારક પ્રભાવ પડે છે. માટે ચોટલો વ્યવસ્થિત વાળવો જોઈએ . વધુ વાળ પર ખેંચાવ આવે તે રીતે માથું ના ઓળવું તેમજ તે રીતે ચોટલો પણ ના બાંધવો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.