👉સમય જતાં આપણે આપણી સંસ્કૃતિ જ ભૂલી ગયા છીએ. હાલના સમયમાં લોકો ખાટલાનો ઉપયોગ ઓછો કરી નાખ્યો છે. અને ડબલ બેડ અથવા પલંગનો ઉપયોગ કરવા લાગ્યા છે. પહેલાના જમાનામાં દરેક લોકો ખાટલા પર સૂવાનું જ પસંદ કરતા હતા. પરંતુ શું તમે જાણો છો ખાટલા પર સૂવાથી શરીરને અઢળક લાભ થાય છે. ઘણા લોકોએ તો અત્યારના સમયમાં જોયું પણ નહીં હોય. કેમ કે ધીમેધીમે વપરાશ ઓછો થઈ ગયો છે. પરંતુ આજે અમે તમને ખાટલા પર સૂવાના ફાયદા વિશે જણાવીશું.
👉આપણે ઘણી જગ્યા પર જોયું છે કે જૂની પદ્ધતિવાળા માણસો હાલ પણ ખાટલામાં સૂવાનું પસંદ કરે છે. આ વસ્તુ જોઈએ ત્યારે આપણને ગમતું નથી હોતું, પણ કેટલીક જૂની પુરાણી વસ્તુઓ છે જે શરીર માટે અનેક રીતે લાભદાયી સાબિત થાય છે. તો ચાલો જોઈએ ખાટલામાં સૂવાના ફાયદા.
👉પહેલા તો કમરનો દુખાવો, સાંધાનો દુખાવો થતો હોતો નથી. ખાટલામાં સુવાથી કરોડરજ્જુ મજબૂત બનાવે છે. સાથે શરીરમાંથી ઘણી બીમારીઓ દૂર કરે છે.
👉ત્વચા માટે- ખાટલામાં સૂવાથી સ્કીન સારી બને છે. તેમાં ખાસ કરીને બાળકને ખાટલામાં સુવાડવામાં આવે તો સ્કીનને લગતાં કોઈ પ્રોબ્લેમ થતાં હોતા નથી. તે સિવાય સ્કીન એલર્જી કે બેક્ટેરિયાથી થતાં નુકસાનથી બચાવે છે. જો તમે ખોટી સ્થિતિમાં સૂવાનું રાખશો તો સ્કીનને નુકસાન પહોંચી શકે છે. તેથી ખીલ કે કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચવું હોય તો ખાટલામાં સુવાની આદત રાખવી જોઈએ.
👉કમર અને ખભાના દુખાવા માટે- કમરનો દુખાવો રહેતો હોય તેવા લોકોને ડૉક્ટર હંમેશાં ખાટલામાં સૂવાની સલાહ આપતાં હોય છે. જો તમારે કમરના દર્દમાંથી છુટવું હોય તો ખાટલામાં સુવું ફળદાયી છે. એટલું જ નહીં કમરનો દુખાવો, ખભામાં દુખાવો, ગરદનમાં દુખાવો ખોટી સ્થિતિમાં સુવાના કારણે થતો હોય છે. લાંબા સમય સુધી તમે એક સ્થિતિમાં સૂઈ જશો તો સ્પોડીલાઈટીસની તકલીફ થશે. એટલે ખાટલામાં સુવાથી આ બધી બીમારીમાંથી તમને મુક્તિ મળશે. બને તો ખાટલામાં સુવાની ટેવ પાડો.
👉કરોડરજ્જુ- ખાટલામાં સુવાથી સ્પાઈન હંમેશાં સ્ટ્રેટ રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે આખું શરીર સ્પાઈન પર ટકેલું છે. જો તે સ્વસ્થ હશે તો શરીર સ્વસ્થ રહેશે. એટલું જ નહીં શરીરના અન્ય ભાગો પર પણ તેની અસર થતી હોય છે. માટે તમારે કરોડરજ્જુ મજબૂત બનાવવી હોય તો ખાટલામાં સૂવું જોઈએ. બેડમાં સુવાથી ઘણી વખત ખોટી અસર થતી હોય છે. અને એટલે જ દુખાવો થતો હોય છે.
👉સારી ઉંઘ- શરીર તંદુરસ્ત રહે તેના માટે પૂરતી ઉંઘ મળવી જરૂરી છે. બેડમાં તમે સૂઈ જશો તો ઉંઘ આવશે, પરંતુ તંદુરસ્તીની દ્રષ્ટિએ જેટલું ખાટલામાં સૂવાથી ફાયદો થશે એટલો બેડમાં સૂવાથી મળતો નથી. આ કારણને લીધે જ પહેલાના લોકો અપૂરતી ઉંઘનો શિકાર બનતાં નહોતા.
👉એસિડ રિફ્લક્સથી છુટકારો- ખાટલામાં સુવાથી પાચનક્રિયા સારી રહેતી હોય છે. એટલું જ નહીં એસ ડી રિફ્લક્સની સ્થિતિમાં પેટમાં રહેલા અમ્લ ઇસોફોગસમાં પાછા જવા લાગતા હોય છે. જેને લીધે છાતીમાં બળતરા થવા લાગતી હોય છે. જે ખાટલામાં સુવાથી પોશ્ચર મેન્ટેન થતાં હોય છે. અને આ સમસ્યામાંથી છુટકારો મળતો હોય છે. બેડ પર સુવાથી પોશ્ચર મેન્ટેન થતું નથી. જેના કારણે ખોરાક પચવામાં વાર લાગતી હોય છે.
👉પેટ માટે- જ્યારે આપણે ખાટલામાં સૂઈ જઈએ છીએ ત્યારે માથા અને પગની સરખામણીમાં આપણે પેટને વધારે પડતી લોહીની જરૂર પડે છે. કેમ કે મોટાભાગના લોકો જમ્યા બાદ સુવાનું પસંદ કરે છે. અને જમ્યા બાદ ખાસ પાચન ક્રિયા શરૂ થતી હોય છે. કોઈ પણ ખોરાક પાચન થવા લાગે ત્યારે લોહીના પરિભ્રમણની જરૂર પડે છે. જો જમ્યા પછી ખાટલામાં સુવામાં આવે તો પેટનો ભાગ ચાલતો રહે છે. પેટને પૂરતાં પ્રમાણમાં લોહી મળી રહે છે. જેથી પેટ સંબંધી બીમારીઓ ઓછી થાય છે.
જો આ ખાટલા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.