💁દરેક લોકોને પોતાની હેલ્થની કેર માટે કોઈ ને કોઈ ઉપાય તો કરવા જ પડતા હોય છે. પરંતુ જો આપણે પોતાની કેર કરવા માટે કોઈ આયુર્વેદિક વસ્તુને વાપરીએ તો તેનો અદભૂત ફાયદો થતો હોય છે. આયુર્વેદિક કોઈ પણ ચીઝની કોઈ આડ અસર થતી નથી. તો આજે અમે તમને એક એવા તેલની વાત કરવા જઇ રહ્યા છીએ જેના ઘણા જ ફાયદા છે તો ચાલો જોઈએ તે તેલના ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત.
💁આજે આપણે જે તેલ વિશે વાત કરવાના છીએ તે તેલ છે ચમેલીનું તેલ. આ તેલને આપણે જેસ્મિન તેલ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે આમ જોઈએ તો હેલ્થ અને સ્કિનની કેર માટે બીજા પણ અનેક તેલ આવે છે તેમનું એક તેલ એટલે ચમેલીનું તેલ. તેના અદભૂત ફાયદા આ તેલને અનેક રીતે ઉપયોગમાં લઈ શકાય છે. જેમ ચમેલીનું ફૂલ સુંદર છે તેમ તેના તેલથી મળતા ફાયદા પણ ખૂબ છે.
💁જે લોકોને સ્કીન અને વાળની કોઈ તકલીફો રહેતી હોય તેઓના માટે આ તેલ ઉત્તમ છે. તેની સાથે-સાથે મહિલાઓને પ્રેગ્નેન્સી દરમ્યાન જે પેટના ભાગમાં સ્ટ્રેસ માર્ક બને છે તેને દૂર કરવા માટે પણ આ તેલ બેસ્ટ છે. આ તેલથી જો બોડી મસાજ કરવામાં આવે તો તે પણ ખૂબ જ ઉત્તમ છે. આ તેલના બીજા પણ ઘણા ફાયદા છે.
💁સૂકી સ્કિનને નમી પૂરું પાડે છે : જે લોકોને એકદમ ડ્રાઈ સ્કીન હોય તેઓના માટે આ ચમેલીના તેલનું માલીશ કરવું ખૂબ જ ઉત્તમ છે તેનાથી સૂકી અને ડ્રાઈ સ્કીન એકદમ સુંવાળી અને ચમકીલી બને છે. બેજાન સ્કિનને એક નવી જ રોનક આપે છે. સ્કીન પર નિયમિત મસાજ કરવાથી અકાળ વૃદ્ધત્વની અસરને પણ દૂર કરે છે. આ તેલમાં વિટામિન ઇ પુષ્કળ પ્રમાણમાં છે.
💁ઝખમોને રૂઝ આપે છે : જો આપણા શરીરના કોઈ પણ ભાગમાં કોઈ નાની મોટી ખરોચ આવી છે તો તેને રૂઝવવા માટે આ ચમેલીનું તેલ એકદમ બેસ્ટ છે. આ તેલમાંબળતરા વિરોધી અને એન્ટિસેપ્ટીકનો ગુણ રહેલો છે જે રૂઝ લાવવા માટે મદદ કરે છે.
💁સ્ટ્રેચ માર્કને દૂર કરવામાં મદદ કરે છે : મહિલાઓને પ્રેગ્નેન્સી દરમ્યાન પેટ પર જે સ્ટ્રેચ માર્ક બને છે કે પછી વજન વધવાના કારણે જે હાથ કે પગના ભાગમાં જે સ્ટ્રેચ માર્ક બને તેના પર આ ચમેલીના તેલનો જો માલીસ કરવામાં આવે તો થોડા જ સમયમાં તે નિશાન દૂર થાય છે અને સ્કીન ફરી સુંદર દેખાવા લાગે છે.
💁વાળના માટે એક ઉત્તમ તેલ : ચમેલીના તેલથી જો વાળ માલીશ કરો તો તેનાથી વાળનો ગ્રોથ ઘણો વધે છે. આ તેલમાં મોઈસ્ચુરાઇઝિંગ ગુણ હોવાના કારણે તે વાળને એક કુદરતી જ કન્ડિશન કરે છે. ચમેલીના તેલમાં એન્ટિ-પેરસાઇટ ગુણ પણ જોવા મળે છે. તેમાં રહેલું બેનઝીલ આલ્કોહોલ વાળમાં ઊગતી જુઓને મૂળ માંથી જ ખતમ કરી શકે છે.
💁ખોડો કે ખોપરી ઉપરની ચામડીનું ઇન્ફેકશન હોય તો તે પણ દૂર કરવામાં મદદ કરે છે. આ તેલમાં એન્ટિ બેક્ટેરીયલ અને એન્ટિ ફન્ગલના ગુણ સમાયેલ છે. આ તેલ વાળ અને સ્કીન માટે બેસ્ટ છે.
જો આ જેસ્મિન તેલ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.