શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે તેને તંદુરસ્ત રાખવું અને તંદુરસ્ત રાખવા માટે રોજીંદા જીવનમાં કસરત,યોગા,પ્રાણાયામ વગેરે કરવાની જરૂર પડે છે પણ અત્યારના સમયમાં સૌથી વધારે ચિંતા મહિલાઓમાં જોવા મળે છે કેમકે, તેના શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું જાય છે અને આજે આ આર્ટીકલમાં અમે જણાવીશું એવી આસન કસરત વિષે જેનાથી તમારા પગ અને સાથળની ચરબી ધીમે-ધીમે ઓછી થવા લાગશે.
જો તમારું શરીર જાડું અને હાઈટ માં નીચું હશે તો લોકો તમારી મજાક ઉડાવશે તમે ક્યારેક ને ક્યારેક તો તેવું વિચાર્યું જ હશે કે કાશ તમારી હાઈટ પણ થોડીક ઉચી હોત પણ વજન અને હાઈટ વિચાર કરવાથી નથી થતા તેના માટે તમારે રેગ્યુલર કસરત અમુક ક્રિયા કરવી જરૂરી છે.
આપણે એક એવા સમાજમાં રહીએ છીએ જ્યાં લોકોને તેના સારા કામ અને વિચારોથી નહી પણ તેના રૂપ, રંગથી જજ કરવામાં આવે છે ઘણી વાર એવું બને છે કે લગ્ન માટે છોકરા કે છોકરીને તેના સ્વભાવથી નહી પણ રૂપ, રંગ થી પસંદ કરવામાં આવે છે. જો હાઈટ ઓછી હોય તો લગ્નની ના પાડી દેવામાં આવે છે જો આપણા જીવન સાથી દેખાવે ખુબ સરસ હોય અને દિલથી એકદમ નાના હોય ને તો જીવન વિતાવવું મુશ્કિલ બની જાય છે.
જો તમારે સાચેજ તમારી હાઈટ વધારવી હોય, વજન ઉતારવો હોય અને પાતળા દેખાવું હોય તો આજથી જ શરુ કરો દોરડા કુદવાનું જે લોકો એમ વિચારતા હોય કે શું દોરડા કૂદવાથી ચરબી ઉતરે તો આ સાવ સાચી વાત છે દોરડા કુદવા તે એકદમ સરળ એક્સસાઈઝ છે. પણ જો તેને નિયમથી કરવામાં આવે તો..
દોસ્તો જાણો છો ને કે ઉચાઈ વધારી બહું મુશ્કેલ કામ છે તેવી રીતે વજન ઉતારવો તે પણ અઘરું કામ છે. જે લોકો કહે છે કે, અમારી પ્રોડક્ટ વાપરવાથી તમે રાતોરાત પાતળા કે ઉચાં થઈ જાવ તો એ વાત ઉપર ક્યારેય વિશ્વાસ કરવો નહી કારણ કે આવું કોઈ દિવસ બનતું નથી. શરીર ઉતારવા માટે ઘણી મહેનત કરવી પડે છે.
દોરડા કુદવા આ એક એવી કસરત છે કે, જેના બે ફાયદા થાય છે રોજે દોરડા કુદવાથી તમારા પગ, સાથળ અને કમરની ચરબી તો ઓછી થાય જ છે. પણ સાથે-સાથે તમારી હાઈટમાં પણ ફર્ક પડે છે ઘણી છોકરીઓ સુંદર દેખાવા ચહેરા ઉપર મેકઅપ લગાવે છે પણ તેના શરીરના લીધે તે સુંદર દેખાતી નથી તો આ પ્રશ્નના હલ માટે તમારે રોજે આ કસરત કરવી જરૂરી છે.
વૈજ્ઞાનિક ના રિસર્ચ પ્રમાણે તેવું સાબિત થાય છે કે દોરડા કુદવાથી હાડકા મજબુત બને છે અને ધીમે-ધીમે વૃદ્ધિ પામે છે તેનાથી આપણી હાઈટ માં થોડો વધારો જોવા મળે છે. દોરડા કુદવાથી શરીરના મસલ્સ સ્ટ્રોંગ થાય અને ખેચાય છે. આ કારણથી પણ તમારી હાઈટ માં થોડો ફેર જોવા મળે છે. દોરડા કુદવાથી વારંવાર ગોઠણના હાડકા વળવાથી તમારા સાથળના મસલ્સ મજબુત થાય છે. અને ગોઠણના દુઃખાવામાં પણ ફરક જોવા મળે છે. દોરડા કુદવામાં તમારે નીચે મુજબની પદ્ધતિ ફોલો કરવી પડશે.
દોરડા કુદવાની પણ એક રીત હોય છે તમારે તમારી કેપેસીટી ધીમે-ધીમે વધારવી પડે છે. શરુઆતમાં તમે જયારે દોરડા કુદવાનું શરુ કરો તો તમારે ખાસ દયાન રાખવું કે, જો તમે ૩૦ દોરડા કુદી શકો તો એટલા જ કુદવા. જબરદસ્તીથી ૫૦ ના કુદવા જો તમે જબરદસ્તી થી કુદશો તો તમારા પગમાં અને કમરમાં દુઃખાવો થવા લાગશે. એટલા માટે તમારે તમારી કેપેસીટી ધીમે-ધીમે વધારવી જોઈએ. ૫૦ એ પહોચો પછી તમારે ૭૦ એ પહોચાડવી અને જયારે તમે ૧૦૦ એ પહોચો પછી તમે તમારી ક્ષમતા તમારા ધાર્યા મુજબ વધારી શકો છો.
તમારે એક વાત યાદ રાખવી કે, જે માણસો બીમાર હોય જેને હૃદયની બીમારી કે શ્વાસની તકલીફ હોય તે લોકોને દોરડા કુદતા સમયે ધ્યાન રાખવું. એક સાથે વધારે દોરડા ના કુદવા અને દોરડા કુદતી વખતે સાથે પાણી ફરજીયાત રાખવું આથી તેમ લાગે કે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા અંધારા આવે છે તો તરત જ તમારે દોરડા કુદવાનું બંધ કરી દેવું.
અને એક બ્રેક લઈ લેવો જબરદસ્તી થી જો કસરત કરવામાં આવે તો તમારા શરીરને નુકસાન કરે છે.તમારી કેપેસીટી થી વધારે કસરત ક્યારેય ન કરવી. કોઈ પણ બીમાર વ્યક્તિ ને કસરત કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. જો ડોક્ટર પરમીશન આપે પછી જ કસરત કરવી જોઈએ.
તો હવે તમને સમજાયું હશે દોરડા કુદવા એ તમારા શરીર માટે કેટલું જરૂરી છે દોરડા કુદવાથી તમારી શરીર સુંદર અને તંદુરસ્ત રહેશે અને તમારો વજન ઓછો થશે અને હાઈટમાં પણ થોડો ફરક જોવા મળશે. કસરત કરવાથી હંમેશા આપણા શરીરને ફાયદા જ થાય છે.નુકસાન તો તેવા વ્યક્તિને થાય જે બીમાર હોય અને ડોક્ટરની સલાહ વગર મન થાય એટલી કસરત કરે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.