વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ કપૂરનું વિશેષ મહત્વ અને ઉપયોગ છે. કપૂરના ઘણા ઔષધીય ફાયદા પણ છે. કપૂર તમને સંકટ મુક્ત કરશે અને માલામાલ બનાવાની પણ તાકાત રાખે છે. તે એક સુગંધીત પદાર્થ છે. તેને તિજોરી, કબાટ કે અન્ય કોઈપણ જગ્યા પર રાખવામાં આવે તો સુગંધ ફેલાવે છે. કપૂર તમારા બગડેલા કામો, પૈસાની કમી, અને વાસ્તુ દોષને પણ દૂર કરે છે.
પૂજા અથવા હવન સમયે જ્યારે પણ આપણે કપૂર સળગાવીએ છીએ, તેનાથી નીકળતો ધુમાડો આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. એટલું જ નહીં આપણી આસપાસ હવામાં ઘણા દૂષિત કણો રહેલા છે જેને દૂર કરે છે. આવો જાણીએ કેવી રીતે કપૂરનો ઉપયોગ ઘરમાં રહેલી નાની મોટી સમસ્યાને દૂર કરે છે. જાણો કપૂરથી કઈ કઈ મોટી સમસ્યાઓ દુર કરી શકાય છે.
- ધનવાન બનાવે-
પૈસાની જરૂર દરેકને રહેતી હોય છે. કોઈને વત્તા ઓછા પ્રમાણમાં પૈસા તો દરેકને જોઈતા હોય છે. અત્યારના સમય પ્રમાણે સામાન્ય માણસને ઘર ચલાવું ઘણું અઘરૂ થઈ ગયું છે. કારણ કે દિવસેને દિવસે મોંઘવારી ઘણી વધતી જાય છે.
માટે ધનની કમીને દૂર કરવા કપૂર ખૂબ ઉપયોગી છે. જો તમે રાતના સમયે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગ બંને ભેગું કરી સળગાવો. આ પ્રયોગ થોડા દિવસ સુધી નિયમિત કરવો. જેથી તમને ધીમેધીમે ધનલાભ થશે. પૈસાની કમી પણ દૂર થઈ જશે. ઘણા લોકોના ઘરમાં ચાંદીની વાડકી ન પણ હોય તો તમે ગમે તે વાડકી લઈ કપૂર અને લવિંગ સળગાવી શકો છો.
- ચમકાવશે તમારી કિસ્મત-
ઘણા લોકો વિચારતા કંઈ હોય છે. અને થતું હોય છે કંઈક. ઘણી વખત તો તન તોડ મહેનત કરે તેમ છતાં જોઈતું ફળ મળતું હોતું નથી. છેલ્લે હતાશ થઈને બેસી જાય છે. પણ હતાશ થયા વગર કપૂરનો ઉપયોગ કરો અહીં જણાવ્યા પ્રમાણે તમારી કિસ્મતના તાળા ખુલી જશે.
શનિવાર એટલે હનુમાનજીનો વાર તે દિવસે દરેક વ્યક્તિ હનુમાનજીના દર્શન કરવા મંદિર જતા હોય છે. તો આજ દિવસે તમે કપૂરનું તેલના ટીંપા પાણીમાં નાખો હવે તે પાણીથી સ્નાન કરો. આમ કરવાથી તમને આખો દિવસ તાજગીનો અનુભવ થશે. સાથે તમારું ભાગ્ય પણ ખુલશે.
આ પ્રયોગમાં તમે ચમેલીના તેલના ટીંપા પણ નાખી શકો છો. તેનાથી રાહુ-કેતુ અને શનીનો જે પણ દોષ હશે તે દૂર થશે. આ રીત માત્ર શનિવારે જ કરવી જે તમારી બંધ કિસ્મત ખોલી દેશે. સાથે તમારા શરીરમાં કોઈ બીમારી હશે તેને પણ દૂર કરશે.
- વગર કામના ખર્ચ થશે દૂર-
ઘરમાં પૈસા આવતાની સાથે જો કામ વગરના ખર્ચ થઈ રહ્યા છે તો તેને દૂર કરે છે. એક કપૂર તમારી બચતમાં કરશે વધારો. સૂર્યાસ્ત થયા પછી રોજ સાંજે આરતીના સમયે દીવા દરેકના ઘરમાં થતા હોય છે. તે સમયે કપૂરનો પણ દીવો પ્રગટાવો અને આખા ઘરમાં તેને ફેરવવો. પછી માતા લક્ષ્મીની આરતી કરી જ્યાં તમારું મંદિર છે ત્યાં મૂકી દેવું. આમ કરવાથી લક્ષ્મીજી ખુશ થશે અને તેમના આર્શીવાદ મળશે જે તમારા ઘરમાં ધનની બચત કરાવશે.
- લગ્ન ન થતા હોય ત્યારે-
ઘણા લોકોની ઉંમર થઈ ગઈ તેમ છતાં લગ્ન થતા હોતા નથી. અને તે લોકો ઘણી વાર ડિપ્રેશન, સ્ટ્રેસમાં આવી જાય છે અને અંતે આત્મ હત્યા જેવા ન કરવાના પ્રયત્નો કરતા હોય છે. તેના માટે કપૂર બહુ જ ફાયદાકારક છે. લગ્નમાં કોઈને કોઈ વિઘ્નો આવતા હોય તો, તેમણે 6 કપૂરના ટુકડા અને થોડા લવિંગના ટુકડા લઈ તેમાં ચોખા અને હળદર મિક્સ કરી લો. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી દુર્ગામાતાને તેની આહુતિ આપવી. જેને પણ લગ્ન ન થતા હોય કે લગ્ન કરવામાં સમસ્યા આવતી હોય તેવા લોકોના તાત્કાલિક લગ્ન થઈ જશે.
- ઘરમાં સુખ શાંતિ-
આજ કાલ નાની વાત પર ઘરમાં કંકાસ થવા લાગે છે. તેનું મુખ્ય કારણ છે કોઈની પાસે પહેલા જેવી સહન કરવાની શક્તિ નથી રહી. સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. તેના કારણે ઘરમાં ઝઘડા વધી ગયા છે.
બીજું કે માણસ માણસ વચ્ચે સમજણ પણ ઓછી થઈ ગઈ હોવાથી કોઈ ઘર કંકાસ વધી રહ્યા છે. અને જ્યાં ઘર કંકાસ હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોતો નથી. એટલે જો ઘરમાં પરેશાની રહેતી હોય તો કપૂરને ઘીમાં પલાળી રાખવું. સવારે અને સાંજે સળગાવવાથી તેમાંથી ઘુમાડો નીકળશે જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવશે, સાથે તમને શાંતિ પણ આપશે.
- દુર્ઘટનાથી બચાવશે-
અત્યારે એટલો બધો ટ્રાફિક વધી ગયો છે અને લોકો ગમે તેમ વ્હિક્લ ચલાવે છે. જેના કારણે એક્સિડન્ટ થવાનું જોખમ વધી ગયું છે. કોઈ વ્યક્તિ કંપની કે કોઈ બીજા કામથી બહાર જાય તો પણ આપણને અવારનવાર વિચાર આવે કે એ બરોબર પહોંચી ગયા હશે કે નહીં. તો આ બધા વિચારો અને જો કોઈ અચાનક દુર્ઘટના ન થાય તેના માટે કપૂર તમને સાથ આપશે.
તમારે રોજ રાતે કપૂર સળગાવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા. દરરોજ આ રીતે કરવાથી તમને કુદરતી કે કોઈપણ સમયે ઘટના બનતી હશે તે નુકસાનમાંથી બચાવશે તમને માટે ભૂલ્યા વગર તમારે રોજ રાત્રે કપૂર સળગાવીને હનુમાન ચાલીસાના પાઠ અચૂક કરવા.
- વાસ્તુદોષ દૂર કરશે-
ઘણાં કામ એવા હશે જે તમારા ધાર્યા પ્રમાણે થતા હોતા નથી. જે વિચાર્યું હોય તેનાથી ઉલ્ટું જ થાય અથવા કોઈ અણધારી તકલીફો આવવા લાગે, જેવા અનેક કારણોને લીધે તમારે તકલીફ સહન કરવી પડતી હોય છે.
તેનાથી છુટકારો મેળવવાનું એક જ કારણ છે વાસ્તુદોષમાંથી છુટવું. તેને દૂર કરવા ઘરમાં કપૂરની બે ગોળી રાખવી જરૂરી છે. ધીમેધીમે કપૂર ઓગળવા લાગતું હોય છે. એ ગોળી ઓગળી જાય તો ફરી નવી લાવી તે જગ્યા પર રાખી દેવી જેનાથી તમારે જે પણ સમસ્યા હશે તે દૂર થઈ જશે.
ઘણાંને વાસ્તુ દોષની સાથે પિતૃદોષ પણ હોય છે. કુંડલીમાં પણ કાલસર્પ દોષ હોય છે. તો કપૂર તમારા આ બંને દોષને દૂર કરી શકે છે. ઘરના વાસ્તુને પણ બરાબર કરે છે. તેના માટે સવાર, સાંજ, અને રાત્રે રોજ ઘીમાં પલાળેલા કપૂરને સળગાવવું. જેનાથી તમારા બધા દોષો ધીમેધીમે દૂર થઈ જશે.
એ ઉપરાંત તમારે શૌચાલય અને બાથરૂમમાં કપૂરની બે બે ગોળી રાખી મૂકવી જોઈએ. સાથે તમારા ઘરમાં પણ જો કોઈ ભાગમાં વાસ્તુદોષ હોય તો તે સ્થાન પર કપૂરની ગોળી સળગાવીને મૂકવી. તે સળગી જાય એટલે બીજી મૂકી દેવી. આ રીતે કરવાથી તમને વાસ્તુ દોષમાંથી મુક્તિ મળશે.
- પતિ-પત્ની વચ્ચે લગ્નજીવન ખુશમય બનશે-
ઘણી વાર નાની-નાની વાત પર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે. તેનું બીજું કોઈ કારણ નથી. બસ બંને એકબીજાને સમય આપી શક્તા નથી. જેના કારણે તનાવ વધતો જાય છે. તો આ તનાવ અને ઝઘડાને રોકવા માટે કપૂર અસરકારક સાબિત થાય છે.
પત્નીએ રોજ રાત્રે સૂતા પહેલા પતિના ઓશિકા નીચે કપૂર મૂકી દેવું અને તે જ કપૂર સવારે લઈ કોઈને કહ્યા વગર બાળી નાખવું. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે જે પણ તકલીફો ચાલતી હશે તેનો અંત આવશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ માહિતી થોડી અલગ પણ હોઈ શકે છે. તે માટે અમારું ધ્યાન દોરજો.. ધન્યવાદ