🌰આપણે આપણા શરીરને જોઈતા તમામ પોષક તત્વ મળે તેવો ખોરાક લેવાનું પસંદ કરીએ છીએ. ડ્રાય નટ્સ જેવા કે કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ આ એવા નટ્સ છે જેને આપણે સૌ જાણીએ અને ખાઈએ છીએ પરંતુ તે સિવાય પણ એવા બીજા પણ ઘણા નટ્સ છે જેમ કે મેકાડેમીયા બદામ. આ નટ્સ એવા છે કે જેના વિશે તમે સાંભળીયું પણ ના હોય, તે શું છે તેના વિશે તમને ના ખ્યાલ હોય તેવું પણ બને. તો આ બદામના ઘણા જ ફાયદા છે તે ઘણા જ અસાધ્ય એવા દર્દોને દૂર કરવાની તાકાત ધરાવે છે.
🌰આજે અમે તમને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, કેન્યા અને ધાનાની વતની કહેવાતી એવી મેકાડેમીયા બદામને ખાવાના જે ફાયદા છે તે જણાવવા જઈ રહ્યા છીએ. તેને પોતાના ડાયેટમાં લાવીને તમે તેનો પૂરો લાભ ઉઠાવી શકો છો. તો ચાલો જોઈએ તેને ખાવાના ફાયદા.
🌰મેકાડેમીયા નટ્સ : મેકાડેમીયા નટ્સ ફળદ્રુપ અને પાણી વાળી અને થોડી એસીડીક જમીન ધરાવતા વિસ્તારોમાં ઊગે છે. તે મૂળ ઓસ્ટ્રેલિયાની વતની છે. આ બદામમાં પોષક તત્વોનો ખજાનો હોય છે તેમાં વિટામિન- એ, આયર્ન, પ્રોટીન રીબોફલેવિન, થાઇમીન અને નિયાસીનનો સમાવેશ થાય છે. આ નટ્સને કવીન્સલેન્ડ અખરોટ કે બુશ નટ્સ પણ કહે છે. મેકાડેમીયા વૃક્ષો 10 મીટર સુધીની ઊંચાઇ ધરાવે છે. તે વૃક્ષના પાન ગોળ અને મીડિયમ સાઇઝના હોય છે. જે લોકો ડાયેટ પર છે તેમને એવી સલાહ અપાય છે આ નટ્સ તેમાં રહેલા પોષક તત્વોના લીધે ખૂબ જ ઉત્તમ છે.
🌰મેકાડેમીયા નટ્સના ફાયદા :
🌰વજન ઘટાડવા માટે : જે લોકોને મોટાપાનો પ્રશ્ન સતાવે છે તેમના માટે આ મેકાડોમિયા નટ્સ એકદમ ઉત્તમ ઉપાય છે. તે ખનીજ અને પોષક તત્વોનો ખજાનો છે તે તમારી ભૂખને ઘટાડે છે, તે મેટાબોલિક રેટને નિયંત્રણ કરે છે. આ બદામમાં ઓમેગા- 7 છે જે ચરબી અને વજન ઘટાડવાની ઝડપમાં વધારો કરે છે.
🌰મગજની તંદુરસ્તી માટે : દરેક વ્યકતી એક હેલ્ધી માઇન્ડ ઈચ્છે છે કેમ કે આવું મગજ તેને સારા વિચાર આપે છે. મેકાડોમિયા બદામમાં આયરન વિશેષ માત્રામાં હોય છે. આના માટે એવું કહી શકાય કે મેકાડોમિયા પર સંશોધન પણ જરૂરી છે. પરંતુ એમ પણ કહી શકાય કે એક સ્વસ્થ માઇન્ડ માટે આ બદામનું થોડી માત્રામાં સેવન કરવું એકદમ ઉત્તમ છે.
🌰તણાવ માટે : એ વાત સાવ સાચી જ છે કે જે લોકો મેકાડેમીયા બદામનું જે લોકો નિત્ય સેવન કરે છે તેમને તણાવ માંથી મુક્તિ મળે છે. આ નટ્સમાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન- સી, ઇ, પ્રોટીન, પોટેશ્યમ અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા હોય છે. જે તણાવને દૂર કરવામાં મદદગાર બને છે.
🌰ડાયાબિટીસ માટે : એક શોધ અનુસાર એવું સામે આવેલું છે કે આ નટ્સ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ સારું છે કેમ કે તે ગ્લાયસેમિકના સ્તરમાં સુધાર કરવાની ક્ષમતા ધરાવે છે. ડાયાબિટીસના દર્દી જો નિયમિત રીતે 55 ગ્રામ જેટલા તેનું સેવન કરે તો તેને માટે તે ઉત્તમ છે.
🌰હાડકાં માટે : આ નટ્સમાં કેલ્શિયમ નું પ્રમાણ વિશેષ હોય છે અને એ વાત આપણે સૌ જાણીએ છીએ કે હાડકાં માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. તેના સેવનથી દાંત અને શરીરના તમામ હડકાઓ મજબૂત બને છે. હાડકાને મજબૂત કરવા આનું રેગ્યુલર સેવન ખૂબ જ જરૂરી છે.
🌰સ્કીન માટે : આ નટ્સમાં વિટામિન- ઈ સારા પ્રમાણમાં હોય છે સ્કીન માટે આ વિટામિન ખૂબ જ જરૂરી છે. તે સ્કિનને સ્વસ્થ અને સુંદર બનાવી રાખે છે. સ્કિનને જરૂરી એવો ભેજ આપીને તેને ડ્રાય થતાં બચાવે છે તેથી સ્કીન નિખરતી લાગે છે તો સ્કીન માટે આ નટ્સ ઉત્તમ છે.
🌰શક્તિનો સારો સ્ત્રોત : આ નટ્સ એ શક્તિનો ખજાનો છે જો તેને નિત્ય લેવામાં આવે તો તે શરીરને સારી એવી ઉર્જા પૂરી પાડે છે. અને શરીરને થાક અને નબળાઈ થી પણ બચાવે છે.
🌰મેકાડોમિયા નટ્સ કેવી રીતે ખાઈ શકાય : આ નટ્સ ને તમે અન્ય ડ્રાયફ્રુટની માફક જ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. તેને તમે સવારમાં નાસ્તામાં જો લેવાનું પસંદ કરો તો તે ખૂબ જ ઉત્તમ છે. તેને ચિક્કી બનાવીને પણ ખાઈ શકાય છે. આઇસક્રીમમાં કે મીઠા દૂધમાં પણ ખાઈ શકાય છે. જે લોકોને જેમ પણ ખાવા હોય તેમ ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે.
🌰મેકાડેમિયા નટ્સને કેવી રીતે પસંદ કરવું : જ્યારે આ નટ્સ આપણા માટે સાવ નવું જ છે તો તેને કેવી રીતે પસંદ કરવું તે વાત ખૂબ જ જરૂરી કહેવાય છે. આ નટ્સ ગોળ એવા આકારમાં હોય છે જ્યારે તમે તેને ખરીદો તે સમયે ખાસ જોવું કે તેમાં કોઈ પણ તિરાડ કે વાસ ના આવતી હોય. તેની ઉપરનું જે સખત કવચ છે તે ભૂરા ચોકલેટી રંગનું હોય છે. તમારે આ નટ્સને સ્ટોર કરવી છે તો ખાસ તેની ખરીદી કરતાં પહેલા તેને બરાબર જોઈને જ લેવી. આ બદામ જો કાળા રંગની દેખાય તો તે ખરાબ હોય શકે.
🌰મેકાડેમિયા નટ્સને કેવી રીતે સ્ટોર કરવી જોઈએ : આપણે ઘરમાં જે ડ્રાયફ્રુટ લાવીએ તેને મોટા ભાગે તો ફ્રીજમાં જ રાખતા હોઈએ છીએ તો તેની માફક આ નટ્સને પણ તમે એરટાઈટ ડબ્બામાં ભરીને લાંબા સમય સુધી ફ્રિજમાં જ સાચવી શકો છો. તેને ગરમ એવી જગ્યા પર રાખવાથી તે ખરાબ થઈ શકે છે.
🌰મેકાડેમિયા નટ્સના થતાં નુકશાન : જો આ નટ્સને પણ તેની યોગ્ય માત્રા કરતાં વધારે સેવન કરવામાં આવે તો તેનું પણ નુકશાન થાય છે તે વધારે ખાવામાં આવે તો તમારા સ્વાસ્થય માટે નુકશાન કરતાં બની શકે છે. તેનાથી દસ્ત, ઊલટી જેવી તકલીફ થવાની સંભાવના રહે છે. તો આ નટ્સ વધારેમાં વધારે 55 ગ્રામ જ ખાવાના ઉપયોગમાં લેવા અને તો જ તેના પૂરા ફાયદાનો લાભ આપણે મેળવી શકીએ.
જો આ રાત્રે મોં ખૂલું રાખીને સુવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.