🪔 મિત્રો, બધાના ઘરમાં રોજ દીવો થતો જ હશે. જેમાં રોજ સવાર અને સાંજ ભગવાનના ફોટા સામે અથવા ભગવાનની મૂર્તિ સામે આપણે દીવો કરતાં હોય છીએ. જેમાં અમુક લોકો ઘીનો દીવો કરે અને અમુક લોકો તેલનો દીવો કરતાં હોય છે.
🪔 બધા લોકો પોતાના ઘરમાં દીવો અને અગરબતી કરતાં જ હોય છે. આપણે આપણી શ્રદ્ધા મુજબ ભગવાનની આરાધના કરતાં હોય છીએ. આપણા પુરાણોમાં પણ ભગવાન સામે દીવો કરવાની મહત્વતા દર્શાવી છે. જેમાં આપણે તેલનો દીવો અથવા ઘીનો કરતાં છીએ. આ બંનેના અલગ-અલગ મહત્વ રહેલા છે.
🪔 ઘરમાં ગાયના ઘીનો દીવો કરવામાં આવે તો ઘરનું વાતાવરણ ખૂબ સારું થઈ જાય છે અને બધા સદસ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. બધા લોકો ઘરે કોઈ ચાંદીના દીવામાં અથવા તાંબાના દીવામાં તો કોક લોકો પિત્તળના દીવામાં દીવો કરતાં હોય છે. પરંતુ સૌથી શ્રેષ્ટ માટીના દીવામાં દીવો કરવો ગણાય છે.
🪔 ઘરમાં માટીના દીવાથી દીવો કરવામાં આવે તો ઘરમાંથી નવેગેટિવિટી દૂર થાય છે અને ઘરમાં રહેલા બધા સભ્યોની માનસિક શક્તિ વધે છે અને એક ઉર્જાનું સંચાર થાય છે. જે શરીરને દિવસ દરમિયાન એક્ટિવ રાખે છે અને થાક પણ લાગતો નથી. આપણા વડીલોને તમે જોતાં હશો કે આટલી ઉમરે પણ તે થાક અનુભવતા નથી તેની પાછળ આ મોટું કારણ રહેલું હોય છે.
🪔 ઘરમાં ઘીનો દીવો કરવાથી ઘણા ફાયદા થાય છે. વિજ્ઞાનીકોએ આ કારણ પાછળની રિસર્ચ બાદ જણાવ્યું કે ઘરમાં ઘીનો દીવો કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારું રહે છે. તેથી ઘરમાં ઘીનો દીવો કરવો એ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
🪔 અમુક ઘરમાં તેલનો દીવો કરવામાં આવે છે. જેની અસર 30 અથવા 40 મિનિટ સુધી રહે છે. પરંતુ જો તમે ગાયના ઘીનો દીવો કરો તો તેની અસર 4 કલાક સુધી રહે છે. ઘરમાં આ દીવો કરવાથી તેના તત્વો આપણા શ્વાસમાં જાય છે. તેથી ફેફસાને લગતી બીમારીઓ પણ દૂર થાય છે.
🪔 જ્યારે પણ રોગચાળો ફેલાય છે. ત્યારે ઘર બંધ કરીને ઘીનો દીવો કરવાથી ઘરમાં ખરાબ રોગોના જંતુ મરી જાય છે અને ઘરમાં રહેલ પ્રદૂષિત હવા પણ શુદ્ધ થઈ જાય છે. ઘીના દીવાને કરવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. તેથી આપણને રોજ ઘરમાં ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. ધ્યાન રહે કે બજારમાં મળતા બીજા કોઈ મિલાવટી ઘીથી આટલા ફાયદા થશે નહીં. તેથી માત્ર ગાયનું ઓરીજનલ ઘી જ વાપરવું જોઈએ.
🪔 ગાયના ઘીનો દીવો તો ગુણકારી છે જ ઉપરાંત રાયના તેલનો દીવો કરવામાં આવે તો તેનાથી પણ ઘરમાં રહેલી હવા શુદ્ધ થાય છે. આ બંનેમાંથી કોઈ પણ એક દીવો કરવામાં આવે તો ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે છે અને ઘરમાં એક ઉર્જાનો સંચાર કરે છે અને ઘરના વ્યક્તિઓને તણાવ ભર્યા વાતાવરણથી છુટકારો મળે છે. તેથી માનસિક બીમારીઓ થતી નથી.
🪔 ઘરમાં ગાયના ઘીનો દીવો કરતાં સમયે તેમાં લવિંગ નાખવામાં આવે તો ફાયદા ડબલ થઈ જાય છે. આ દીવો ઘરમાં કરવાથી શરીરમાં નાની-મોટી બીમારીઓ દૂર થાય છે અને ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે. આ દીવાથી ચામડીના રોગો પણ દૂર થાય છે. તેને દૂર કરવા માટે દિવાની વરાળ તમારા શરીરમાં રોગથી પ્રભાવિત ભાગ પર લાગે તેમ રાખવાથી ચામડીના રોગો ઝડપથી દૂર થાય છે.
🪔 આવી રીતે ઘીના દીવાનું ખૂબ મહત્વ છે. જેના અનેક ફાયદા છે. તેથી રોજ ઘરમાં ભગવાનની સામે ઘીનો દીવો કરવામાં આવે તો તમારા ઘરનું વાતાવરણ ખૂબ સારું થઈ જશે. ઉપરાંત સ્વાસ્થ્ય માટે રાયનો દીવો કરવો જોઈએ જેનાથી અનેક ફાયદા થાય છે. ઉપરાંત ગાયના ઘીના દિવાની અંદર લવીંગ નાખો તો પણ ઘણું ફાયદાકારક સાબિત થાય છે.
🪔 જે ઘરમાં લક્ષ્મીજી સામે ઘીનો દીવો નિયમિત કરવામાં આવતો હોય ત્યાં પૈસાની તંગી ક્યારેય આવતી નથી. જો પૈસાની સમસ્યા હોય તો આ દીવો કરવાથી થોડા સમયમાં દૂર થઈ જાય છે.
🪔 જે ઘરમાં ઘીનો દીવો કરવામાં આવતો હોય ત્યાં વાતાવરણ શુદ્ધ હોય અને સકારાત્મક ઊર્જા હોય ત્યાં અવશ્ય માતા લક્ષ્મીનો વાસ થાય છે.
જો ઘીના દીવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.