અત્યારે કોઈ પણ વ્યક્તિ કે, મહિલા પાસે કામના લીધે સમય નથી રહેતો. એટલે કોઈ પણ મહિલા સમયસર ભોજન બનાવવા માટે એલ્યુમિનિયમ, સ્ટીલ અને નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરતાં હોય છે. આજે તમે જોતાં હોવ છો કે, હોસ્પીટલમાં બીમારીના કેસ વધતાં જાય છે તેમાં સૌથી મુખ્ય ખાવા-પીવામાં ધ્યાન નથી રહેતું તેના કારણે બીમાર પડતાં હોય છે. ખાવા-પીવાનું જેટલું ધ્યાન રાખવું જોઈએ તેથી પણ વધારે ભોજન કઈ વસ્તુમાં બનાવવું તેનું ધ્યાન રાખવું જોઈએ. પહેલાના સમયના લોકો ઓછા બીમાર થતાં તેનુ કારણ ક્યારેક તેમને પૂછી લેવું.
તેમને એક વાર પૂછવું કે, પહેલા તે રસોઈ બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરતાં હતા તો, લગભગ તેમનો જવાબ માટીના વાસણ જ હશે. પહેલા આવા રોગ, બીમારી કે વાઇરસ હતા નહીં. લોકો આમ પણ ઓછા બીમાર પડતાં હતા તેનું કારણ છે શુદ્ધ ભોજન અને મહેનત વધારે કરતાં હતા. માટીના વાસણમાં બનાવેલા ભોજનના કારણે ક્યારે પણ પેટની સમસ્યા કે, રોગ થતો નહીં. આજે તે પૂરી વાત તમને જણાવીશું કે, માટીના વાસણથી કેટલા અદભૂત ફાયદાઓ થશે.
- પોષકતત્વ.
માટીના વાસણમાં રાંધવામાં આવેલો ખોરાક પોષકતત્વોથી ભરપૂર રહે છે. માટીના વાસણમાં ધીમા તાપે રાંધવામાં આવે છે તેથી ભોજનમાં રહેલા પોષકતત્વો નષ્ટ નથી થતાં. માટીના વાસણમાં રાંધવામાં આવેલા કઠોળ ખુબજ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત રહે છે. આયુર્વેદના ડોકટરો માટીના વાસણમાં રાંધવાની સલાહ આપે છે. સ્વાથ્ય અને સેહત બનાવી રાખવા માટીના વાસણમાં ભોજન બનાવી સેવન કરવું.
- પેટની સમસ્યા.
પેટની સમસ્યા માટે માટીના વાસણમાં રાંધેલું ભોજન સૌથી બેસ્ટ આહાર છે. કબજિયાતની સમસ્યા વાળા લોકોને પણ માટીના વાસણમાં રાંધેલો ખોરાક લેવો. આજે માર્કેટમાં માટીના અલગ અલગ વાસણો મળવા લાગ્યા છે. રોટલી શાક બધુ જ બનાવવા માટે માટીના અલગ અલગ વાસણ મળે છે. માટીના વાસણમાં રાંધેલો ખોરાક પેટની પાચનક્રિયા સુધારે છે. ભોજનને પચાવવા માટે આંતરડાને પણ ઓછું કામ કરવું પડે છે. પેટને લગતી અલગ અલગ સમસ્યા દૂર થવા લાગશે.
તેમજ માટીના વાસણની રસોઈના અન્ય પણ બીજા ઘણા ફાયદા છે, ટૂંકમાં કહીએ તો શરીરના દરેક ભાગને ફાયદો કરે છે આ ભોજન. પણ એ વિષે આગળ ક્યારેક અમે આપને બીજા લેખ દ્વારા જણાવીશું પણ હાલમાં, એક બાબત એ તમને જણાવી દઈએ કે માટીના વાસણની સફાઈ કેમ રાખવી અને માટીના વાસણ વાપરતા પહેલા કેવું અને કેટલું ધ્યાન રાખવું જોઈએ.
- માટીના વાસણની સફાઈ કેમ કરવી..
આજના સમયમાં લોકોને માટીના વાસણમાં રાંધવાનું અને માટીના વાસણનું ભોજન પસંદ આવે છે પણ તે વાસણને સાફ કરવા માટે ખુબજ મુશ્કેલી થતી હોય છે. આ કારણે લોકો માટીના વાસણનો ઉપયોગ ઓછો કરે છે અને તેની જગ્યાએ નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરે છે. આજે તમને જણાવી કે, માટીના વાસણને સાફ કરવા માટે હવે મુશ્કેલી નહીં પડે. કારણ કે, માટીના વાસણ ધોવા માટે સાબુ કે પાવડર લેવાની જરૂર નથી બસ થોડું ગરમ પાણી લઈ તેને સાફ કરી શકાય છે. માટીના વાસણની અંદર થોડું ગરમ પાણી નાખી થોડી વાર રહેવા દેવું અને થોડી વાર પછી ફરી અંદર ગરમ પાણી અને હાથ વડે સાફ કરી લેવું.
- ભોજનનો સ્વાદ.
માટીના વાસણમાં બનાવેલો ખોરાક ખુબજ સ્વાદિષ્ટ બને છે. માટીના વાસણમાં બનાવેલો ખોરાક ઠંડક અને તેમાં માટીની થોડી સુગંધ પણ આવતી હોય છે. માટીમાં રહેલા પોષકતત્વ શરીરને પણ મળી રહે છે. માટી ઠંડી હોવાના કારણે તેમાં બનેલો ખોરાક શરીરમાં નુકસાન કરતો નથી. માટીમાં રાંધવામાં આવેલો ખોરાક તેને પૂરા પોષકતત્વ શરીરને આપે છે.
- ધ્યાન રાખવાની બાબત.
નવું માટીનું વાસણ જ્યારે પણ ઉપયગો કરો તે પહેલા તેને 10 થી 12 કલાક પાણીમાં પલાળી રાખવું અને પછી તે સુકાઈ ત્યારે તેનો ઉપયોગ ચાલુ કરવો. નવું વાસણ લીધા પછી તરત ઉપયોગમાં લેવું નહીં નહિતો તે વાસણ ખરાબ થઈ શકે છે. નાના માટીના વાસણ ગ્લાસ, ડિશ, બાઉલ વગેરે 5 થી 6 કલાક પાણીમાં પલાળી રાખવા અને પછી સૂકવી દેવા ત્યાર બાદ ઉપયોગ કરવો. વાસણ મજબૂત અને તેનો પૂરો ફાયદો શરીરમાં થશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.