મા સમર્પણનું સરનામું છે. આપણી પહેલા આપણી વેદના જાણે-અજાણે મા જ જાણી લેતી હોય છે. માતાનું ઋણ ક્યારેય ઉતારી શકાય તેમ નથી, પરંતુ જ્યારે તે મા બને છે ત્યારે આંશિક રીતે ઋણ થોડું ઉતરે તેમ કહેવાય છે. જગતના કલ્યાણ માટે ઇશ્વરને કહેવામાં આવ્યું હશે અને તેના લીધે પૃથ્વી પર માતાને મોકલવામાં આવી છે. આપણા શાસ્ત્રોમાં પણ માતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે.
તેમાં ખાસ કરીને બાળક નાનું હોય ત્યારે માતાની હૂંફ વધારે જોઈતી હોય છે. બાળક જ્યારે સૂઈ જાય છે ત્યારે માતા તેના માટે હાલરડું ગાતી હોય છે. માતા જ્યારે હાલરડું ગાય છે ત્યારે બાળકને જાણે અજાણે અનેક ફાયદા થતા હોય છે. પરંતુ અત્યારના સમયમાં દરેક માતા મોર્ડન થઈ ગઈ છે. જીજાબાઇની જેમ હાલરડાં ગાતી નથી. મોબાઈલમાં ગીત ચાલુ કરી દેતી હોય છે. તેના લીધે જે સંસ્કાર મળવા જોઈએ તે ધીમેધીમે ભૂલાતા જાય છે. પણ આ પ્રથા ભૂલવી જોઈએ નહીં તેના અદ્દભૂત ફાયદા રહેલા તે જાણીએ.
-બાળક જન્મે ત્યારે તે માતાને ગંધ દ્વારા ઓળખતું હોય છે. કેમ કે તે નાનું હોય ત્યારે તેને નામ કે બીજા કોઈ પ્રકારની ખબર પડતી હોતી નથી. માતા જ બાળકની સૌથી નજીક હોય છે. માતાને વહાલનો દરિયો કહીએ તો પણ વાત ખોટી નથી. બાળક કોઈ વસ્તુ માંગે તે પહેલા હાજર કરી દે તેનું નામ મા. એટલે જ કહેવાય છે કે મા તે મા….બીજા બધા વગડાના વા….
-બાળક ગમે તેટલું તોફાની કે સૂતું ન હોય, માતાના ખોળામાં આવીને તે આરામથી સૂઈ જાય છે. બીજું કે માતા જ્યારે હાલરડું ગાય ત્યારે અનહદ પ્રેમ વરસતો હોય છે. તે બાળકને શાંતિ આપતું હોય છે. બાળકના બેચેન મનને શાંત કરવાનું કામ માતાનું હાલરડું કરે છે. બીજા પણ અનેક ફાયદા છે. તે જાણીએ.
-કોઈપણ બાળક માતાનો અવાજ પહેલા ઓળખી લેતો હોય છે. તે માતાની સૌથી નજીક અને માતા તેની નજીક હોય છે. બાળક માતા ક્યાંય પણ હોય પહેલા ઓળખી લેતું હોય છે. માતાનું હાલરડું એક પ્રકારના જાદુ જેવું કામ કરે છે. તમે પણ હાલરડાં સાંભળીને મોટા થયા હશો.
-હારલડું બાળકનો ડર દૂર કરવાનું કામ કરે છે. કેટલાક જાણકારોનું કહેવું છે કે માતાના હાલરડામાં બીક અને કોઈપણ મુશ્કેલી સામે લડવાની શક્તિ બાળકને આપવાની ક્ષમતા ધરાવે છે.
-સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે તેને મેડિકલની ભાષામાં મ્યુઝિકલ લર્નિંગ કહેવામાં આવે છે. તેનાથી બાળકના મગજનો વિકાસ થાય છે. બાળકના મગજના જે ભાગ રહેલા છે. તે એકસાથે ઉત્તેજિત થવાનું કામ કરે છે.
-હાલરડું સાંભળવાથી બાળકને શાંતિ મળે છે. સ્વાસ્થ્ય સારું રહે છે. તેને અનહદ સુખની અનુભૂતિ થાય છે. પરંતુ હાલના સમયમાં બધું ઉલટું થઈ રહ્યું છે. માતાના હારલડું સ્થાન મોબાઈલે લઈ લીધું છે. બાળક જ્યારે રડે કે હેરાન કરે તેને મોબાઈલ આપી દેવામાં આવે છે. બાળકને નાનપણથી જ મોબાઈલનું વળગણ કરાવે છે.
-તમને ખબર નહીં હોય બાળકના જ્યારે હાલરડું સાંભળે છે ત્યારે તેના મગજમાં રહેલા જે બે ભાગ હોય છે. તેમાં તેનો સંગ્રહ થાય છે. તેમાં એક ભાગમાં હાલરડું ગીત રૂપે સાંભળે છે અને હાલરડાનું વિશ્લેષણ કરે છે. એટલું નાનું બાળક બીજા ભાગમાં ગીતની જે ભાવનાત્મક અસર હોય છે. તે સાંભળીને આનંદ મેળવે છે. જેના લીધે બાળક હાલરડું સાંભળીને ખુશ થતો હોય છે.આ રીતે તેની બુદ્ધિનો પણ વિકાસ થાય છે. તેનું મગજ ફ્રેશ રહેતું હોવાથી તંદુરસ્તી સારી રહે છે.
-બાળકને બને ત્યાં સુધી હારલડાં સંભળાવવા જોઈએ. જેથી તેનો માનસિક અને શારીરિક બંને રીતે વિકાસ સારો થાય છે. પરંતુ અત્યારે તો બાળક ઘોડિયામા રમતું હોય ત્યારે તેને મોબાઈલ આપી દેવામાં આવે છે અને તે ચૂપ થઈ જાય છે. બાળકને પરંપરાગત ચાલ્યા આવતા હાલરડાં જરૂર સંભળાવવા જોઈએ.
જો માતાના હાલરડું બાળકને સાંભળવો વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.