આપણાં આયુર્વેદમાં આ વસ્તુ વિષે ઘણું કહેવામા આવ્યું છે. જે લગભગ ઘણા વ્યક્તિઓને ખબર નહીં હોય કે, આ વસ્તુ પણ શરીર માટે આટલી ફાયદાકારક છે. આ વસ્તુ શરીરના બહારના રોગ તેમજ શરીરના અંદરના રોગોમાં કારગર સાબિત થાય છે. મોટી બીમારી જેવી કે, લોહીની કમી, પેશાબની તકલીફ, કિડની પ્રોબલમ, ડાયાબિટીસ જેવી સમસ્યામાં કામ આપે છે. આ વસ્તુ વિષે જાણવા માટે આ લેખ પૂરો અને ધ્યાનથી વાચવો.
આજે જે વસ્તુ વિષે વાત કરવાની છે તેનું નામ છે, ગૂગળ. તમે લગભગ આ વસ્તુના ફાયદા નહીં જાણતા હોવ. તો ચાલો આજે આ આર્ટિકલથી તમને કહીએ ગૂગળ શરીર માટે કેટલા ફાયદાઓ કરે છે અને અમુક બીમારીને જડથી કાઢી શકે છે. આપણાં આયુર્વેદમાં પણ ગૂગળને દવાના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. પેલાના સમયમાં આ વસ્તુથી પણ કેટલીક બીમારીના ઈલાજ કરવામાં આવતા હતા. જાણીએ કેમ આપણે પણ આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ.
તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો ઊંડો ઘા લાગેલો છે. તેની માટે ગૂગળનો ઉપયોગ કરવાથી જલ્દીથી રુજ આવવા લાગશે. સૌથી પહેલા ગૂગળનો એક ચમચી પાવડર લો. તેની અંદર એક ચમચી જેટલું ઘી અથવા કોપરેલ મિક્સ કરો. આ બંને વસ્તુને સરખી રીતે હલાવી મિસ્ક કરી વાગેલા ઘા પર લગાવો આવું કાર્ય દિવસમાં 2 કે 3 વાર કરવું જેનાથી થોડા દિવસમાં ઘા પર રુજ આવી જશે.
મહિલાઓ માટે ખાસ જેમને કમરનો દુખાવો રહેતો હોય છે તેને આ ગૂગળનો પ્રયોગ કરવો. સૌથી પહેલા બે ગ્રામ જેટલો સારો ગૂગળ લેવો અને સાથે એક ખજૂરની પેશી લેવી તેમાંથી ઠળિયો કાઢી લેવો અને તેની જગ્યાએ ગૂગળનો પાવડર ભરી લેવો, પછી તેની ઉપર રોટલીનો લોટ બાંધીને થોડું માથે વિટી દેવો જેનાથી ગૂગળ બહાર ના નીકળે પછી તેને થોડું ગરમ કરવું, ગરમ કર્યા બાદ બહાર કાઢી તેને સારી રીતે મિક્સ કરી લેવું, મિક્સ કર્યા પછી તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ૧ ગોળીનું સેવન રોજે સવારે ભૂખ્યા પેટે કરી લેવું તેનાથી કમરનો દુખાવો ધીરે ધીરે મટવા લાગશે.
તમારા કાનમાં કોઈ જીણી જીવાત ગઈ છે તે બહાર નથી આવતી અને સાથે કાનમાં જીવતી રહેલી છે. તેની માટે થોડો ગૂગળ લેવો તેને સળગાવી તેનો ધુમાડો કાનમાં જાય તેવી રીતે રાખવો આ કરવાથી અંદર રહેલી જીવાત મરી જશે. અથવા જલ્દીથી બહાર નીકળી જશે. વધારે મોટું જીવડું હોય તો તરત ડોકટર પાસે જવું. નહિ તો તે જીવડાથી કાનની સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે.
અમુક લોકોને ઘણા સમયથી કબજિયાતની તકલીફ રહેલી હોય છે. તેની માટે ઘણી દવાઓ પણ કરેલી હોય છે. તેની માટે આ ખાસ વસ્તુ છે, જેનાથી કબજિયાત જેવી સમસ્યા દૂર થઈ જશે. સૌથી પહેલા ૧/૨ ચમચી ગૂગળ અને તેની સાથે એક ચમચી ત્રિફળા ચૂર્ણ રોજે હુફાળા ગરમ પાણી સાથે સેવન કરવાથી જૂની કબજિયાતની સમસ્યા પણ દૂર થવા લાગશે. સાથે સાથે શરીરમાં અમુક જગ્યાએ સોજા આવતા હશે તે પણ બંધ થઈ જશે.
ગૂગળ અને સાથે કેસર અને ઘીના ઉપયોગથી લકવા જેવી સમસ્યા પણ દૂર કરી શકી છે. કેસર આજે ઘણું મોંઘું થઈ ગયું છે પણ લકવા જેવી બીમારી માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. સૌથી પહેલા 100 મિલી ગ્રામ કેસર લો. તેમાં માપસર ગૂગળ અને ઘી મેળવો તેનું સેવન રોજે સાવરે લકવા થયેલા વ્યક્તિને કરવો જલ્દીથી તે વ્યક્તિ ઠીક થવા લાગશે. જો વ્યક્તિ થોડો ઠીક થવા લાગે તો પછી આ પ્રયોગ આગળ ચાલુ રાખવો. નહિ તો આગળ ના વધવું.
મહિલાઓને વાળની સમસ્યા અને સાથે ચરબીની સમસ્યા થતી હશે તેની માટે ખાસ આ ઉપાય છે. જેથી આ સમસ્યાઓ જડથી નીકળી જશે. પહેલા એક ચમચી ગૂગળ રોજે સવારે, બપોરે અને સાંજે એક ગ્લાસ પાણી સાથે કરવું તેનાથી જામેલી ચરબી ઓગળવા લાગશે. બીજી વસ્તુ છે. ગૂગળને વિનેગરમાં મિક્સ કરી રોજે રાત્રે માથામાં હળવા હાથે લગાવી મસાજ કરો નિયમિત આ વસ્તુ કરવાથી વાળ મજબૂત અને કાળા થવા લાગશે.
દોસ્તો ગૂગળ એક આયુર્વેદિક વસ્તુ છે જેના સેવનથી ઘણા વર્ષો સુધી કોઈ પણ બીમારીઓ નજીક નહીં આવે આ વસ્તુનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે. ગૂગળમાં અનેક તત્વો રહેલા છે જેનાથી ઘણી બીમારીઓ જડથી કાઢી શકાય છે. આ આર્ટીકલ ઉપર વાચ્યા પ્રમાણે કરવું તેનાથી ઉપર આપેલા તમામ રોગોથી જલ્દી છૂટકારો મળી શકે છે.
ખાસ નોંધ એ વાતની લેવી કે, ઉપર જણાવેલા ગુગલના ઉપયોગો કોઈ આયુર્વેદના જાણકાર વ્યક્તિ હોય તેમની સલાહ લઈને કરવી, જેથી કોઈ ભૂલ થવાની સંભાવના ના રહે.. તેમજ ઉપર જણાવેલી તમામ માહિતી ઇન્ત્ર્નેતની મદદથી લખેલી છે, તો શક્ય છે કે તેમાં થોડા ચેન્જ પણ હોય શકે છે. આશા છે કે, આપણે આ માહિતી ગમી હશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.