આપને આજે જે વૃક્ષ કે છોડ વિષે વાત કરીશું તેનું નામ છે, કરેણ. આ છોડ લગભગ ઘણા વ્યક્તિઓના ઘરે જોવા મળશે. ગુજરાતમાં લગભગ કોઈ કોઈ ઘર હશે ત્યાં આ છોડ નહીં હોય. લગભગ જેના ઘરે આ છોડ હશે તેને કરેણના ફૂલોની કિમંત નહીં ખબર હોય. તેના ઘરે આ ફૂલો બસ એક સમાન્ય રીતે રહેતા હશે. ઘણા લોકોના ઘરે આ ફૂલો એમજ નીચે પડેલા દેખાશે. પણ તેમને ખબર નથી કે આ ફૂલો આયુર્વેદિક ઔષધિ રૂપે પણ વપરાય છે. તે ફૂલના ઉપયોગથી નાની મોટી બીમારીનો ઈલાજ પણ થઈ શકે છે. તે ફૂલ શરીર અને સ્વાસ્થને નીરોગી રાખી શકે છે.
કરેણ અલગ અલગ પ્રકારના હોય છે. તેમાથી સફેદ કરેણ વધારે ઔષધિમાં ઉપયોગ થાય છે. કરેણ બાગ બગીચા અને મંદિરમાં વધારે જોવા મળે છે. કરેણ લાલા અને પીળા કલરમાં પણ જોવા મળે છે. જે લોકોને કરેણ વિષે માહિતી નથી તેવા લોકો કરેણને ઝેર સમાન ગણે છે. તેમને જણાવી દઈએ કે, કરેણ તીખી, કડવી સ્વાદમાં લાગે છે તેથી તે ઝેરી નથી. તેના ફળ પણ કડવા હોય છે. જે ફળ વાગેલા ઘા ઉપર દવા રૂપે લગાવી શકાય છે. તેમજ સ્કિનની સમસ્યામાં પણ ઉપયોગ કરી શકાય છે.
જ્યારે શરીરમાં કોઈ જગ્યાએ વધારે ઊંડો ઘા વાગ્યો હોય ત્યારે કરેણના પાનને સૂકવી તેનો પાવડર કરી તે ઘા પર લાગવાથી ઘા જલ્દીથી રુજ લાવે છે. તેમજ શરીરમાં ઉનાળામાં થતી ગરમીના કારણે જીણી જીણી ફોડલી પર તે પાનને પલાળવા પછી તેને વાટીને તેની પેસ્ટ બનાવવી તેને ફોડલી પર લગાવવાથી જલ્દીથી રાહત મળે છે.
શરીરમાં સેફ દાગ એટલેકે, આપણે જેને કોઢ કહીએ છીએ. સફેદ કરેણના પાનને 50 ગ્રામથી વધુ લેવા તે પાનને 1.5 લિટર પાણીમાં નાખી ખૂબ ઉકાળવા જ્યારે અર્ધુ પાણી વધે તેને એક ડોલ પાણીમાં મિક્સ કરી પછી તે પાણીથી નાહવું આ કાર્ય નિયમિત કરવું તેનાથી થોડા સમયમાં સફેદ દાગ ઓછા થતાં જશે. બીજી વસ્તુ છે, કરેણના 150 ગ્રામ જેટલા પાન લેવા તે પાનને એક ડોલ જેટલા પાણીમાં નાખી તેને ઉકાળવા પછી તે પાણીથી નાહવું તેવું રોજે કરવાથી થોડા સમયમાં દાગ ઓછા થવા લાગશે.
જ્યારે પણ તમારા પરિવારમાં કૂતરું કરડે ત્યારે સફેદ કરેણના મૂળનું ચૂર્ણ બનાવી તેનું સેવન દૂધમાં મિક્સ કરી દિવસમાં બે કે તેથી વધુ વાર પીવું તેનાથી કૂતરું કરડે તેની લાળ શરીર માંથી ડોકટર પાસે ગયા વગર દૂર થશે.
અત્યારે મહિલાઓ તથા પુરુષોના વાળ જલ્દીથી સફેદ થવા લાગ્યા છે. તેની માટે લાલા કરેણ ખુબજ ઉપયોગી છે. લાલ કરેણના થોડા ફૂલ લેવા તેને સરખી રીતે પીસી દૂધમાં મિક્સ કરી તે દૂધને વાળ પર લગાવો અને તે 20 મિનિટ પછી ધોઈ લો. થોડા સમયમાં વાળ સફેદ થતાં અટકી જશે અને સફેદ વાળ કાળા કરવામાં મદદ કરશે.
શરીરમાં મુંઢમાર વાગે ત્યારે શરીરના ગમે તે અંગ પર સોજો રહેતો હોય છે. તેની માટે લાલા કરેણ અથવા સફેદ કરેણના પાનને વાટીને તેનો ઉકાળો બનાવવી સોજેલા ભાગ ઉપર હળવા હાથે મસાજ કરવી. આ કાર્ય દિવસમાં 3 વાર કરવું તેનાથી સોજો જલ્દીથી ઉતરવા લાગશે.
સફેદ કરેણનું રોજે સવારે દાતણ કરવાથી દાંતનો દુખાવો જડથી કાઢે છે. પેઢાના દુખાવા માટે પણ સફેદ કરેણનું દાતણ કારગર સાબિત થાય છે. નિતમિત દાતણ કરવાથી દાંત મજબૂત કરે છે. હાલતા દાંતને જડથી મજબૂત કરવા માટે કરેણનું દાતણ ખુબજ ઉપયોગી છે.
હાડકાના સાંધાના દુખાવા માટે લાલ કરેણ ખુબજ કારગર સાબિત થાય છે. ગમે તે સાંધાનો દુખાવો થતો હોય છે તેની માટે લાલ કરેણના પાનને તેલમાં ગરમ કરી તે તેલ સાંધા પર હળવા હાથે માલિશ કરવાથી દુખવામાં રાહત મળે છે.
જે પણ લોકોને મસા અથવા હરસ થયા હશે તેની માટે કરેણ ખુબજ ફાયદો કરે છે. રોજે થોડો લીમડો અને લાલ કરેણના પાન મિક્સ કરી પીસી તેનો લેપ બનાવી હરસ પર લગાવવાથી થોડા દિવસોમાં હરસ સુકાવા લાગશે રોજે આરકે વાર આ વસ્તુનો લેપ કરી લગાવો.
ધાધર જેવી સમસ્યા થાય છે તે જલ્દીથી જતી નથી. તેની માટે ઘણી દવાઓ કામ નથી કરતી. તેની માટે અકસીર ઈલાજ છે કરેણ. કરેણના પાનને પીસીને બનાવેલી પેસ્ટને દિવસમાં 4 કે 5 વાર ધાધર પર લાગવાથી જલ્દીથી રાહત મળે છે. સફેદ કરેણના મૂળે ગૌ મૂત્ર સાથે મિક્સ કરી પીસી પેસ્ટ ધાધર પર લગાવવાથી ખંજવાળ તરત ઓછી થાય છે અને સાથે સાથે ધાધર જેવી સમસ્યા દૂર થાય છે.
જ્યારે કોઈ ઝેરી જંતુ કરડે ત્યારે કરેણના ઉપયોગથી તેનું ઝેર ઉતારી શકાય છે. જે પણ જગ્યાએ વીછી અથવા સાપ કરેડે તેના પર સફેદ કરેણના મૂળની માલિશ કરવી અથવા તે કરેણના પાનનો રસ પીવડાવવો તેનાથી પણ ઝેર જલ્દીથી ઉતરે છે. કરેણનો આ ઉપાય કોઈ અનુભવી પાસે જ કરાવવો નહિ તો સીધું ડોક્ટર પાસે જવું, કેમ કે ઝેર નું પ્રમાણ ઓછું છે કે વધુ એ આપણે નથી જાણી શકતા.
ઉપર જણાવેલા કરેણના ઉપયોગો કોઈ જાણકારની મદદ લઈને કરવા, જેથી તમને કરેણના પરફેક્ટ લાભ તમને મળી શકે.. નહિ તો, તમને તેના ગેરલાભ પણ થઇ શકે છે. કેમ કે, આયુર્વેદની કોઈ પણ ટીપ્સ જો જાણકારની મદદ લઈને કરો તો ખુબ સારું પરિણામ મળે. તે ખાસ યાદ રાખવું.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.