🧅ડુંગળીએ કોઈપણ ભોજનની જાન હોય છે. કોઈપણ દાળ કે શાક બનાવતી વખતે જો તેમાં ડુંગળી નાખવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. આ તો ખાવાની વાત છે, પરંતુ કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય કે આ ડુંગળી વાળ માટે પણ ફાયદાકારક છે. ડુંગળીનો રસ વાળ માટે વરદાન છે.
🧅ડુંગળીના ઉપયોગ દ્વારા વાળના ગ્રોથમાં વધારો કરી શકાય છે, ખરતા અટકાવી શકાય છે, ચમકદાર બનાવી શકાય છે. ડુંગળી પોષકતત્વોનો ભંડાર છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે. તમને જણાવીએ ડુંગળીનો રસ કેવી ફાયદાકારક છે. સાથે શરીર માટે અનેક રીતે લાભદાયી સાબિત થાય છે.
🧅ડુંગળીનો રસ કેવી બનાવશો તે જાણો- બે ડુંગળી લો. તેના નાના કટકા કરો પછી તેને મિક્સરમાં પીસી લો. બરાબર ક્રશ થઈ ગયા પછી એક કપડામાં કાઢી લો. કપડાંમાં કાઢી બરાબર દબાવી રસ કાઢો. પછી તેનો ઉપયોગ કરો.
🧅-કાનમાં દુખાવો થતો હોય તો ડુંગળીનો રસ ઉપયોગી સાબિત થાય છે. તો તમે રૂની મદદથી ડુંગળીના રસના 2-3 ટીંપા કાનમાં નાખો. તો કાનમાં દુખાવો મટી જશે.
🧅-ડુંગળીના રસમાં ગુલાબજળ નાખે આંખોમાં બે ટીંપા નાખવાથી તેને લગતી મુશ્કેલી દૂર કરી શકાય છે.
🧅-શરીરને ચેપથી બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. ડુંગળીમાં રહેલા પદાર્થ શરીરમાં સરળતાથી ભળી જઈ રોગોને મટાડે છે.
🧅-ખરતા વાળની સમસ્યાથી ડુંગળીનો રસ આપણને બચાવે છે. આ રસને વાળના મૂળમાં એક કલાક સુધી લગાવો અને પછી તેને શેમ્પૂ વડે ધોઈ નાખો. તેનાથી ડેન્ડ્રફ અટકશે સાથે વાળ ખરતા રોકી શકાશે.
🧅-ગરમીની સીઝનમાં મોટાભાગના લોકોને લૂ લાગતી હોય છે. તેના લીધે ઝાડા-ઉલ્ટી પણ થઈ જતા હોય છે. તો ડુંગળીનો રસ હાથ-પગ, માથા પર લગાવવાથી તમને લૂ લાગશે નહીં.
🧅-ફેફસાને સ્વસ્થ રાખવાનું કામ પણ ડુંગળીનો રસ કરે છે.
🧅-ડુંગળી પેટ સંબંધી કોઈપણ સમસ્યા હોય તો તે દૂર કરે છે. આંતરડામાં રહેલા બેક્ટેરિયા દૂર કરે છે.
🧅-મધમાખી કરડી હોય અને દુખાવો થતો હોય તો ડુંગળીનો રસ લગાવી શકો છો. તેનાથી દુખાવો ઓછો થશે.
🧅-તે સિવાય પણ વીંછી કરડ્યો હોય ત્યારે ડુંગળીનો રસ અથવા તેની પેસ્ટ લગાવવાથી તમને રાહત મળશે.
🧅-સફેદ વાળ માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે. ડુંગળીનો રસ.
🧅-શરદી, ઉધરસ, તાવમાં ડુંગળીનો રસ મધ સાથે મિક્સ કરીને ચાટવાથી મટી જશે.
🧅-તે ઉપરાંત મધ, અને ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરીને ખીલ પર લગાવવામાં આવે તો ખીલ દૂર થાય છે.
🧅-ત્વચાને સાફ કરવા માટે ડુંગળીનો રસ ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં એપલ વિનેગર જેટલો રસ લીધો હોય તેટલી માત્રામાં લેવું અને રોજ સ્કીન પર લગાવવું. જેથી ત્વચા પરની ગંદકી દૂર થશે અને સુંદર બનશે.
જો ડુંગળી ના અનેક ઉપયોગો વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.