🧅આ એક એવી વસ્તુ છે કે તેને આપણે સૌ ઓળખીએ છીએ. તે આપણા દરેકના ઘરમાં જોવા પણ મળે છે. પહેલાના સમયમાં લોકો માત્ર રોટલા છાસ અને આ ડુંગળીને પોતાના ભાતમાં વાડીએ લઈને બપોરનું ભોજન કરતાં હતા. અને આજે પણ આ ન્યુ જનરેશનને પણ પોતાના ચટપટા ફાસ્ટ ફૂડમાં આ ડુંગળી વિના તો ફિક્કું જ લાગે છે. તેને આપણે એક શાક તરીકે તો જોઈએ જ છીએ પરંતુ આ ડુંગળીમાં ઔષધીય ગુણો પણ અદભૂત સમાયેલ છે.
🧅ડુંગળીમાં સમાયેલા વિશિષ્ટ તત્વો..
🧅દોસ્તો તમે જાણો છો આ ઔષધીય એવી ડુંગળીમાં અનેક એવા ગુણો સમાયેલ છે. જે આપણી સહત માટે ફાયદાકારક છે. આ ડુંગળીમાં વિટામિન્સ, ખનીજ અને એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં સમાયેલા છે. જો આપણે તેમાં રહેલી કેલેરીની વાત કરીએ તો તે સાવ નહિવત પ્રમાણમાં છે. ડુંગળીમાં રહેલ તત્વોમાં સૌથી મહત્વનું તત્વ છે એન્ટિ ઓક્સિડેન્ટ ક્વારસેર્ટીન. આ તત્વ સફરજનમાં પણ સમાયેલું છે. પણ તેના કરતાં પણ ડુંગળીમાં વધારે માત્રામાં રહેલું છે. આ ઔષધિમાં સલ્ફરનો પણ સમાવેશ થાય છે.
🧅ડુંગળીના પ્રયોગથી થતાં વિવિધ ફાયદા..
🧅આજના આ આર્ટીકલમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે આ ઔષધીય એવી ડુંગળીને કાપીને રાત્રે સૂતા પહેલા પગના તળિયે રાખીને મોજા પહેરીને આખી રાત પગે ડુંગળી રાખવાથી થતાં ફાયદાઓ શું છે. આ પ્રયોગ વિશે જ્યારે આપણે સાંભળીએ ત્યારે એ થોડો અલગ પ્રકારનો લાગે છે. પરંતુ દોસ્તો તેના અદભૂત ફાયદા છે. તેનાથી આપણા સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે.
🧅આપણા પૂરા શરીરનો વજન આ પગ પર આવે તો પણ તે ખૂબ જ સરળતાથી ઊચકી શકે છે આપણા આ પગમાં અનેક માસપેશીઓ, સ્નાયુઓ, અનેક પોઇન્ટ્સ આવેલા હોય છે. જેનું સીધું જ કનેક્શન આપણી પૂરી બોડીની સાથે છે. આથી જો ડુંગળીને કાપીને પગના તળિયે રાખવામાં આવે તો ચમત્કારીક ફાયદો તમે મેળવી શકો છો.
🧅જો તમારા શરીરનું તાપમાન ઊંચું છે. એટલે કે તમને તાવ છે તો તાવમાં આ ડુંગળીઓ પ્રયોગ ખૂબ જ સારું એવું પરિણામ આપી શકે છે. તાવને ભગાવવા માટે રાત્રે સૂતા પહેલા એક ડુંગળી લઈને તેના ઉપરના ફોતરાને કાઢીને મીડિયમ એવી ત્રણ થી ચાર સ્લાઇડ બનાવીને તેને પગના તળિયે રાખીદો ત્યારબાદ તેના પર મોજા પહેરી લો. આમ તમે સવાર સુધી રહેવા દો. સવારે તમે જોઈ શકો છો કે તમારા શરીરમાંથી તાવ સાવ ગાયબ છે.
🧅આ ડુંગળીમાં એન્ટિ બેકટિરિયલ ગુણો છે. અને તેનાથી તે શરીરના કોઈ પણ ભાગમાંથી બેકટિરિયાને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.ધણા લોકોને પૂરા દિવસ દરમ્યાન બૂટ-મોજા પહેરીને જ રાખવા પડે છે અને તેનાથી તેના પગમાં ખૂબ જ વાસ આવે છે. આ મોજાની દુર્ગંધને દૂર કરવા માટે ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે.
🧅ડુંગળીના આ પ્રયોગ દ્વારા માથાના દુખાવાથી પણ છુટકારો મેળવી શકાય છે. જો તમને માથાનો કાયમી દુખાવો રહે છે તે તેને દૂર કરવાનો આ અદભૂત ઉપાય છે. તેનાથી તમે થોડા જ સમયમાં આ દુખાવાથી હંમેશા માટે છુટકારો મેળવી શકશો.
🧅આ ડુંગળી બીજા પણ ઘણા દર્દોમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે. જેમ કે ઉનાળાના તડકાંમાં વ્યક્તિ જ્યારે મુસાફરી કરે છે તો તેવા સમયે તે લૂ નો ભોગ બને છે. તો ત્યારે પણ તેને પગના તળિયે આ ડુંગળીની સ્લાઈસ કે પછી ડુંગળીનું ખમણ કરીને ઘસવાથી તેને રાહત મળે છે.
🧅આનાથી વિશેષ જો આપણે વાત કરીએ તો ડુંગળી ભૂખને ઉઘાડવામાં પણ ખૂબ જ ઉત્તમ એવી ઔષધિ કહી શકાય છે. ડુંગળી એન્ટિ બેકટિરિયલ ગુણો ધરાવે છે આથી પેટના કીડાને (કૃમિ) પણ દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી બની રહે છે.
🧅દોસ્તો આ ડુંગળીના ગુણોને તમે જાણ્યા અને તેના ફાયદાને પણ જોયા આથી તમને જો આમાંની કોઈ તકલીફ છે તો માત્ર એક જ દિવસ આ પ્રકારે પગમાં ડુંગળીની સ્લાઈસ મૂકીને મોજાનો પ્રયોગ કરી જુઓ ચમત્કારીક ફાયદો મળશે.
જો પગના તળિયે ડુંગળી રાખવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.