સંતરાનો ખાટો મીઠ્ઠો સ્વાદ બાળકો હોય કે વડિલો સૌ કોઈને પસંદ હોય છે. તેમાંથી વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં મળે છે. જે સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની દ્રષ્ટિએ અનેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ નારંગી કે સંતરા જ નહીં તેની છાલ પણ રોજિંદા જીવનમાં એટલી જ ઉપયોગી સાબિત થાય છે. તેના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો જાણીને તમે દંગ રહી જશો.
આપણા ત્યાં પ્રાચીન કાળથી સંતરાની છાલનો ઉપયોગ ત્વચાની સુંદરતા વધારવા, કેટલાક રોગોનો નાશ કરવા માટે, વાળનો ગ્રોથ વધારવા જેવા ઘણી બધી રીતે ફાયદાકારક સાબિત થાય છે. તેનો પાઉડર બજારમાં મોંઘો મળતો હોય છે. તેના કરતાં તમે સરળતાથી ઘરે સંતરાની છાલનો પાઉડર બનાવી શકો છો.
🍊સંતરાની છાલમાંથી પાઉડર બનાવવાની રીત- શિયાળાની સીઝનમાંબજારમાં સરળતાથી મળતા સંતરાની છાલને ભેગી કરી તડકામાં સૂકવી દેવી. તે બરાબર સૂકાય જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી તેને પાઉડર ફોમમાં તૈયાર કરો અને તેને આખુ વર્ષ રહે એ રીતે કાચની બરણીમાં ભરી દેવી.
🍊ચહેરાને આ રીતે બનાવો સુંદર- સંતરાની છાલનો ઉપયોગ તમે ફેસને નિખારવા માટે કરી શકો છો. સંતરાની છાલના પાઉડરમાં ગુલાબજળ રેડી પેસ્ટ તૈયાર કરો અને તે પેસ્ટને ચહેરા પર લગાવવાથી ફેસ પર રહેલી મોટાભાગની ગંદકી દૂર થઈ જશે. તમારો ચહેરો ચમકવા લાગશે.
🍊-બીજી રીત સંતરાની છાલના પાઉડરમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી પણ દિવસેને દિવસે નિખાર આવવા લાગશે. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં 2-3 વાર જરૂર કરવો જોઈએ.
🍊-સંતરાની છાલનો પાઉડર તમારા ચહેરા પર પડેલા દાગને દૂર કરવાનું કામ કરે છે. ખીલ થાય અને અંતે જે દાગ પડી જતા હોય છે. તે આ પાઉડર સારી રીતે દૂર કરી શકે છે. સંતરાના પાઉડરમાં દહીં મિક્સ કરીને ફેસ પર લગાવવાથી સૂક્ષ્મ છિદ્રો જે ખુલતા નથી હોતા તેને ખોલવાનું કામ કરે છે. જેથી ધીમેધીમે દાગ દૂર થતા જશે.
🍊-બહાર નિકળીએ ત્યારે શરીરના બીજા પાર્ટ કરતાં ફેસ પર પહેલા તડકો અને ધૂળ જમા થતા હોય છે. તે ગંદકીને દૂર કરવા માટે તમે આ પાઉડરમાં ગુલાબજળ નાખી પેસ્ટ બનાવીને લગાવી શકો છો. તે સિવાય પણ સંતરાની છાલને ચહેરા પર એકદમ હલકા હાથ વડે ઘસવાથી કાળો પડેલો ફેસ ચમકવા લાગશે અને કાળાશ પણ દૂર થઈ જશે.
વાળને બનાવશે લાંબા અને ચમકીલા- સંતરાની છાલમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. એન્ટી ઓક્સીડેન્ટ તેમાં સારી માત્રામાં રહેલું હોય છે. તેથી તમારા વાળને મૂળમાંથી મજબૂત કરવાનું કામ આ પાઉડર કરશે. વાળને કુદરતી રીતે મજબૂત બનાવે છે.
-પેક બનાવવા માટે મધમાં પાઉડર મિક્સ કરીને તેમાં દહીં નાખી થોડી વાર રહેવા દો. પછી તેને વાળમાં મહેંદીની જેમ લગાવવાથી વાળને જથ્થો સારો થાય છે.
ખોડા માટે- ડેન્ડ્રફની તકલીફ હોય તેમણે સંતરાની છાલનો ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ. મોટાભાગના લોકો એવા હોય છે જેમને વારંવાર ખોડો થતો હોય છે. અને તે ઘણા પ્રયત્નો કરવા છતાં દૂર થતો હોતો નથી. સંતરાની છાલને માથામાં લગાવ્યા બાદ થોડા દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે કારણ કે સંતરાની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે વાળને એકદમ પોષણ આપશે અને લાંબા પણ બનાવશે.
વાળમાં સંતરાની છાલ ઘસ્યા બાદ તમારે તેને 30 મિનિટ સુધી રહેવા દેવી અને તેના પછી ચોખ્ખા પાણીથી માથું સાફ કરી નાખવું. યાદ રહે કે થોડું હુંફાળું પાણી માથું ધોવા માટે વાપરવું જોઈએ. વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
ખરતા વાળ માટે- આજકાલ દરેક મહિલા ખરતા વાળથી પરેશાન હોય છે. અને પરંતુ તેને અટકાવવા માટે આપણે સંતરાની છાલના પાઉડરનો સારી રીતે ઉપયોગ કરીશું. છાલના પાઉડરમાં મધ-દૂધ મિક્સ કરીને હેર પેકની જેમ લગાવવું.
કેમ કે સંતરામાં વિટામિન-સીની માત્રા અને બાયોફ્લેવેનોઇડ હોય છે. જે માથાના વાળનો મૂળનો જે ભાગ હોય છે તેમાં બ્લડ સર્ક્યુલેશનનો વધારો કરે છે. જેથી ખરતા વાળ અટકવા લાગશે. તમે જે પેસ્ટ વાળમાં લગાવો છે તેને 10થી 15 મિનિટ સુધી રહેવા દઈ, ત્યારબાદ વાળને શેમ્પૂ વડે ધોઈ નાખવા.
બીજી રીત સંતરાની છાલને પીસી આખી રાત પાણીમાં પલાળી રાખવી. સવારે ઉઠી તેને ન્હાયા પહેલા વાળમાં લગાવી. 30 મિનિટ જેવું માથામાં રહેવા દેવું. પછી માથું બરાબર ધોઈ નાખવું. ધીમેધીમે વાળમાંથી ખોડો દૂર થઈ જશે.
સંતરાની છાલના બીજા પણ અન્ય ફાયદા જાણીએ-
ડાયાબિટીસ માટે- સંતરાની છાલનો ઉકાળો બનાવીને પી શકાય છે. જે સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક સાબિત થાય છે. સંતરાની જેમ તેની છાલમાંથી બનતો સૂપ કે ઉકાળો પણ એટલો જ ગુણકારી સાબિત થાય છે.
ઉકાળો તૈયાર કરવા માટે 3 સંતરાની છાલ લેવી તેની અંદર એક લિટર જેટલું પાણી રેડવું. તેને 10થી 15 મિનિટ જેટલું ગરમ થવા દેવું. હવે તેને ઠંડું થાય એટલે આખા દિવસમાં બે કે ત્રણ વાર થોડા થોડા સમયના અંતરે તમે દવા તરીકે પી શકો છો. જેને પીવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. શરીરને પણ કોઈ પ્રકારનું નુકશાન થશે નહીં.
આંખો માટે– સંતરાના ફાયદા તો સૌ કોઈ જાણે છે સાથે તેની છાલ પણ આંખોની રોશની માટે એટલી જ લાભદાયી માનવામાં આવે છે. સંતરા ખાવાથી તમારે મોતિયાનું જોખમ ઓછું રહે છે. અને જે લોકોની આંખોની રોશની નબળી પડી હોય તેમણે ખાસ કરીને આ ફળ ખાવું જોઈએ. આંખોનું યોગ્ય રીતે જતન કરશે.
જીવ-જંતુ ભગાડે– જે જગ્યા પર કીડી, મંકોડા, મચ્છર જેવા કિટાણુંઓ આવી જતા હોય તે જગ્યા પર સંતરાની છાલનો પાઉડર છાંટી દેવો થોડા સમયમાં ગાયબ થઈ જશે.
દાંતની પીળાશ- સંતરાની છાલને તમારા દાંત પર ઘસો પીળા પડેલા દાંત ચમકવા લાગશે. તમારે તેની છાલ દાંત પર ન ઘસવી હોય તો તેના પાઉડરને પેસ્ટની જેમ બ્રશ પર મૂકીને ઘસી શકો છો. તમારા દાંત એક દમ સફેદ અને ચમકીલા થઈ જશે. પણ આ પાઉડર એકદમ મેંદા ના લોટ જેવો જીણો કરીને લગાવવો. નહીં તો, જાડો પાઉડર પ્રોબ્લેમ ઊભો કરી શકે છે.
પાચનતંત્ર- પાચનતંત્ર સહેલાઇથી સુપાચ્ય બનાવે છે. કેમ કે સંતરાની છાલમાં ફાયબર સારી માત્રામાં મળી આવે છે. માટે 100 ગ્રામ સંતરાની છાલમાં ઓછામાં ઓછું 10.6 ગ્રામ ફાયબર મળે છે. જે પાચનતંત્રને સક્રિય બનાવવામાં સારી રીતે મદદ કરે છે. માટે સંતરાના છાલમાંથી બનાવેલા પાઉડરની ચાનું સેવન કરવું જોઈએ.
કોલેસ્ટ્રોલ ઘટાડે- સંતરાની છાલમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની તાકાત રહેલી છે. તેમાં રહેલા એન્ટી કોલેસ્ટ્રોલ યોગિક સંતરાની છાલમાં મળે છે. અને તેનાથી શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલ ઘટવા લાગે છે. જેનાથી ધીમેધીમે કોલેસ્ટ્રોલ ઘટવા લાગે છે.
તે સિવાય કેન્સર, શરદી, ઉધરસ, તાવ, અસ્થમા, ફેફસાનું કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. સંતરામાં વિટામિન-સી વધારે પ્રમાણમાં રહેલું હોવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને ઘણી એવી બીમારીઓથી આપણને બચાવે છે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.