આજે આપણે વાત કરીશું એક એવા આસનની જેને કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે તેમજ સાથે સાથે પેટની ચરબી અને કમરના દુખાવામાં પણ આ આસન ખૂબ ફાયદેમંદ છે. આ આસનનો અર્થ થાય છે કે, પાવન મુક્ત કરવો. મતલબ શરીરમાં હાજર વધારાનો વાયુ અને ગેસને દૂર કરવો. તો આ આસન તમારા શરીરનો વધારાનો ગેસ દૂર કરે છે તેમજ સાથે સાથે અન્ય મહત્વના ફાયદા કરે છે તે નીચે જાણીએ અને આસનની રીત અને તેની સાવધાનીઓ પણ નીચે મુજબ જાણીએ.
પવન મુક્તાસન કરવાના ફાયદા.
પવન મુક્તાસન કરવાથી તમારા શરીરમાંથી ગેસ દૂર થઈ જાય છે. (2) પવન મુક્તાસન કરવાથી વા અથવા ગઠિયા જેવા રોગને પણ દૂર કરી શકાય છે. (3) આ આસન આપણા શરીરના અંદરના મસલ્સ માટે ખૂબ જ ફાયદાકારક છે તેને ટોન કરીને શરીરની શેપમાં લાવવાનું કામ કરે છે.
(4) તમારી લોઅર બોડી ને પણ શેપમાં લાવે છે. (5) પવન મુક્તાસન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે. (6) જો તમને કમરના દુખાવો રહેતો હોય તો દરરોજ તમારે આ આસનને તમારા રૂટિનમાં સામેલ કરવું જોઈએ. (6) જો તમને સુવામાં તકલીફ થઈ રહી છે અથવા તો બેચેની થઈ રહી છે તો પણ તમે આ આસન કરી શકો છો તેનાથી તમને ખૂબ જ રિલેક્સ લાગે છે.
પવન મુક્તાસન કરવાની રીત – (1) પવન મુકતાસન કરવા માટે સૌપ્રથમ તમારે પોતાના પીઠના બળે સુઈ જવાનું છે. જેમને કમરનો દુખાવો છે તેમને સાઇડ ઉપર સૂઈ શકે છે. (2) જેમને કોઈ તકલીફ નથી તેમને પેટના બળે પીધું સુઈ જવાનું છે ત્યારબાદ તમારા પગને ઘૂંટણમાંથી વાળીને હિપ્સની પાસે લાવો.
(3) હવે શ્વાસ અંદર ભરો અને શ્વાસ છોડતી વખતે તમારા પગને ઉપરની તરફ પકડો અને ગરદનને ઉપર ઉઠાવો. તમારા નાકને ઘૂંટણને ટચ થાય તે રીતે ગરદન ઉપર કરો. (4) તમારા કેપેસિટી અનુસાર આ આસન થોડો સમય કરો. અને ત્યારબાદ ફરીથી આ આસન ને કરો. (આ નીચે ફોટોમાં અલગ રીત આપી છે, તે પણ કરી શકાય છે- જો તમને ફાવે તો.. પણ ઘણી સ્ત્રીઓ પગ ઊંચા નથી કરી શક્તિ તો, તેઓ ફોટો વાળું આસન ના કરવું, લખાણ મુજબ કરવું.)
(5) જો તમને ગરદનની પ્રોબ્લેમ છે, અથવા તો પીઠમાં કોઈ તકલીફ છે તો તમારે તમારી ગરદનને ઉપરની તરફ ઉઠાવી જોઈએ નહીં. તેની માટે તમે ગરદન ઉઠાયા વગર માત્ર પગ ઉઠાવીને આ આસન કરી શકો છો. (6) આ આસનને તમે ડાબી અથવા જમણી તરફ વળીને પણ કરી શકો છો. આ રીતે કરવાથી તમારી કમરને સારો મસાજ મળે છે.
(7) જે પહેલી વખત આ આસન કરે છે તેમને શ્વાસ રોકવાની જરૂર નથી તેમને શ્વાસ રોક્યા વગર આસન કરવું જોઈએ. (8) હવે ડાબી તરફ વળીને તમારા હાથનો સહારો લઈને ઊભું થવાનું છે.
- પવન મુક્તાસન કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો –
(1) તમે અત્યારે જ કોઈ મોટું ઓપરેશન કરાવ્યું હોય તો આ આસન કરવું જોઈએ નહીં. (2) પગ અથવા ઘૂંટણમાં તમને કંઈક વાગી ગયું હોય ત્યારે આ આસન કરવું નહીં. (3) તમારા હિપ્સ કે કમરમાં વાગ્યું હોય ત્યારે પણ આ આસન કરવું જોઈએ નહીં.
(4) તમારા પીઠમાં ખૂબ જ તીવ્ર દુખાવો થતો હોય તથા હાઈ બીપી ની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ આ આસન કરવું જોઈએ નહીં. તેમજ શરીરમાં એવી કોઈ મોટી પરેશાની હોય તો ડૉક્ટરની એક વાર સલાહ લઈને આ આસન કરવું વધુ ફાયદાકારક છે.
અને જો તમે એક નોર્મલ સ્ત્રી-કે પુરુષ છો તો, આ આસનનો અભ્યાસ તમે લાંબો સમય કરશો તો તમને ખુદ જ આનો ફાયદો દેખાઈ આવશે. પણ શરત એટલી છે કે, તમારે આ આસન સાથે જોડાઈ રહેવું પડશે. અને, આમ પણ યોગાસનનો ફાયદો લાંબો સમય બાદ જ મળે છે, પણ વિદેશી દવાઓ કરતાં સારો મળે છે. તો બસ, આજથી તમારા શરીર માટે ફક્ત 5 મિનિટ કાઢવાનું શરૂ કરી દો..
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.